Site icon

ICC ODI Rankings: ICC ODI રેન્કિંગ જાહેર, કોહલી-રોહિતની મોટી છલાંગ, ટોપ 10માં 7 ભારતીય ખેલાડી.. જાણો વિગતે અહીં..

ICC ODI Rankings: ICC એ ODI વર્લ્ડ કપ 2023 પછી રેન્કિંગ જાહેર કરી છે. ICCની આ ODI રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનો દબદબો જોવા મળી રહ્યો છે. વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ રન બનાવનાર વિરાટ કોહલીને આ રેન્કિંગમાં મોટો ફાયદો થયો છે…

ICC ODI Rankings ICC ODI rankings announced, Kohli-Rohit's big leap, 7 Indian players in top 10..

ICC ODI Rankings ICC ODI rankings announced, Kohli-Rohit's big leap, 7 Indian players in top 10..

News Continuous Bureau | Mumbai

ICC ODI Rankings: ICC એ ODI વર્લ્ડ કપ 2023 ( World Cup 2023 ) પછી રેન્કિંગ ( Ranking ) જાહેર કરી છે. ICCની આ ODI રેન્કિંગમાં ટીમ ઈન્ડિયા ( Team India ) ના ખેલાડીઓનો દબદબો જોવા મળી રહ્યો છે. વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ રન બનાવનાર વિરાટ કોહલી ( Virat Kohli ) ને આ રેન્કિંગમાં મોટો ફાયદો થયો છે. જ્યારે યુવા ઓપનર બેટ્સમેન શુભમન ગિલ ( Shubman Gill ) ને મોટો ફટકો પડ્યો છે. કેપ્ટન રોહિત શર્મા ( Rohit Sharma ) એ આમાં મોટી છલાંગ લગાવી છે. ચાલો જાણીએ કે આ રેન્કિંગમાં કોણ ટોચ પર છે.

Join Our WhatsApp Community

વિરાટ કોહલી વનડે રેન્કિંગમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. જ્યારે શુભમનના રેટિંગ પોઈન્ટમાં ઘટાડો થયો છે. પરંતુ તેના પછી પણ શુભમન ગિલ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન બાબર આઝમ કરતા આગળ છે. વિરાટે વર્લ્ડ કપના 46 દિવસમાં બધું જ બદલી નાખ્યું છે અને રેન્કિંગમાં સારું સ્થાન મેળવ્યું છે.

ODI વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબરથી શરૂ થયો હતો. વિરાટ 5 ઓક્ટોબરે નવમા સ્થાને હતો. એક વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ વિરાટના નામે છે. વિરાટે 45 દિવસના ગાળામાં 11 મેચમાં સૌથી વધુ 765 રન બનાવ્યા છે. આનો ફાયદો વિરાટને થયો છે. બીજી તરફ શુભમન અને બાબર તેમના રેટિંગ પોઈન્ટ્સમાં માત્ર 2 પોઈન્ટનું અંતર છે. શુભમન ગિલના 826 રેટિંગ પોઈન્ટ અને બાબરના 824 રેટિંગ પોઈન્ટ છે.

દક્ષિણ આફ્રિકાનો કેશવ મહારાજ નંબર 1 બોલર બની ગયો છે

રોહિત શર્માએ સમગ્ર વિશ્વ કપ દરમિયાન જોરદાર બેટિંગ કરીને ટીમ ઈન્ડિયાને સારી શરૂઆત અપાવી હતી. રોહિતે 11 મેચમાં 500થી વધુ રન બનાવ્યા છે. આ પ્રદર્શન માટે રોહિતને ICC તરફથી રિટર્ન ગિફ્ટ મળી છે. રોહિત આ રેન્કિંગમાં ચોથા સ્થાને છે. આ રીતે ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ ટોપ 5માં પોતાનું વર્ચસ્વ જમાવ્યું છે.

આ સમાચાર પણ વાંચોઃ China Pneumonia Outbreak: કોરોના બાદ ચીનમાં ફરી ફેલાઈ રહસ્યમય બીમારી, પીડિત બાળકોથી ભરાઈ હોસ્પિટલો… WHOએ માંગ્યો રિપોર્ટ… જાણો વિગતે

આ દરમિયાન મોહમ્મદ સિરાજે બોલરોની રેન્કિંગમાં ટોચનું સ્થાન ગુમાવ્યું છે. સિરાજ વર્લ્ડ કપ દરમિયાન પાકિસ્તાનના શાહીન શાહને પાછળ છોડીને નંબર 1 પર હતો. જસપ્રીત બુમરાહ ચોથા અને કુલદીપ યાદવ સાતમા ક્રમે છે. દક્ષિણ આફ્રિકાનો કેશવ મહારાજ નંબર 1 બોલર બની ગયો છે. મોહમ્મદ શમી વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર 10મા ક્રમે છે. બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને ઓલરાઉન્ડર તરીકે પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે

IND vs PAK Asia Cup: ન હાથ મિલાવ્યા, ન ડ્રેસિંગ રૂમનો દરવાજો ખોલ્યો, ભારતીય ટીમે પાકિસ્તાન ને આ રીતે દેખાડ્યું નીચું
India vs England 5th Test Match:ઇંગ્લેન્ડ vs ભારત પાંચમો ટેસ્ટ: બેન સ્ટોક્સ બહાર, ઓલી પોપ કેપ્ટન; ઇંગ્લેન્ડ ૪ ફાસ્ટ બોલર સાથે, ભારત ૩ સ્પિનર ઉતારશે?
WCL 2025 Semifinal Row:ટેરર અને ક્રિકેટ સાથે ન ચાલે! વર્લ્ડ ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં ભારત પાકિસ્તાન સામે નહીં રમે…
India vs Pakistan Match :એશિયા કપ ૨૦૨૫: ભારત-પાકિસ્તાન મેચ રદ્દ થશે કે રમાશે? વિવાદ વચ્ચે સામે આવ્યા ૨ મોટા કારણો!
Exit mobile version