Site icon

Pak Vs NZ: પાકિસ્તાન સામેની મેચ પહેલા ન્યુઝીલેન્ડને મોટો ફટકો! આ ધાકડ બોલર ઇજાના કારણે નહીં રમી શકે મેચ

Pak Vs NZ: વર્લ્ડ કપમાં શાનદાર શરૂઆત કરનાર ન્યૂઝીલેન્ડની ટીમ હવે ખરાબ ફોર્મની સાથે-સાથે ખેલાડીઓની ઈજાઓથી પણ પરેશાન છે. કિવી ટીમ હાલ પોઇન્ટ ટેબલ પર 8 પોઇન્ટ સાથે નંબર 4 પર છે.

A big blow to New Zealand before the match against Pakistan! This fearsome bowler will not be able to play the match due to injury

A big blow to New Zealand before the match against Pakistan! This fearsome bowler will not be able to play the match due to injury

News Continuous Bureau | Mumbai

Pak Vs NZ: વર્લ્ડ કપમાં ( World Cup ) શાનદાર શરૂઆત કરનાર ન્યૂઝીલેન્ડની ( New Zealand ) ટીમ હવે ખરાબ ફોર્મની સાથે-સાથે ખેલાડીઓની ઈજાઓથી ( player injuries ) પણ પરેશાન છે. કિવી ટીમ હાલ પોઇન્ટ ટેબલ પર 8 પોઇન્ટ સાથે નંબર 4 પર છે. વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડને ભારત, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામે હારનો સામનો કર્યા બાદ સેમિફાઇનલમાં પહોંચવા માટે બાકીની બે મેચ જીતવી પડશે. પરંતુ, આ વચ્ચે ટીમને એક મોટો ઝાટકો લાગ્યો છે.

Join Our WhatsApp Community

કિવી ટીમે ટૂર્નામેન્ટની પ્રથમ ચાર મેચ જીતી હતી. તેણે ઈંગ્લેન્ડ, નેધરલેન્ડ, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશને હરાવ્યા હતા. કિવી ટીમને શનિવારે (4 નવેમ્બર) પાકિસ્તાન ( Pakistan ) સામે રમવાનું છે. તે પહેલા ટીમને મોટો ઝટકો લાગ્યો હતો. અનુભવી ઝડપી બોલર મેટ હેનરી ટૂર્નામેન્ટની બાકીની મેચોમાંથી બહાર થઈ ગયો છે.

માહિતી મુજબ, મેટ હેનરીની બહાર નીકળવાની પુષ્ટિ શુક્રવારે (3 નવેમ્બર) કરવામાં આવી હતી. બુધવારના રોજ પુણેમાં દક્ષિણ આફ્રિકા સામે ન્યુઝીલેન્ડની મેચ દરમિયાન 31 વર્ષીય હેનરીને જમણા હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી. એમઆરઆઈ સ્કેનથી પુષ્ટિ થઈ હતી કે તેને ગ્રેડ બેના નીચેના ભાગમાં ઈજા છે, જેની સારવારમાં ઓછામાં ઓછા 4 સપ્તાહનો સમય લાગી શકે છે. મુખ્ય કોચ ગેરી સ્ટેડે બેંગલુરુમાં કહ્યું હતું કે, અમે તેના માટે નિરાશ છીએ. માહિતી મુજબ, ઈજાના કારણે ખેલાડી હવે ટુર્નામેન્ટમાં ભાગ લેશે નહીં. તેના સ્થાને કાયલ જેમિસનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : IND Vs SL: ‘માય નેમ ઈઝ લખન’ ગીત પર વિરાટ કોહલીએ મેચ વચ્ચે મેદાન પર કર્યો ડાન્સ, ફેન્સે આપી આવી પ્રતિક્રિયા!

જેમસન પાકિસ્તાન સામે રમવા તૈયાર

28 વર્ષીય ખેલાડી જેમિસનની ફેબ્રુઆરીમાં પીઠની સર્જરી થઈ હતી. ટિમ સાઉથીના કવર તરીકે બોલાવાયા બાદ તેણે વર્લ્ડ કપ દરમિયાન ન્યૂઝીલેન્ડ સાથે સંપૂર્ણ બે અઠવાડિયા સુધી તાલીમ લીધી હતી. સ્ટેડે કહ્યું કે, જેમિસન પાકિસ્તાન સામે શનિવારની મેચ માટે તૈયાર છે.

 

World Cup 2023 : ફાઇનલમાં હાર બાદ ડ્રેસિંગ રૂમમાં ગયા PM મોદી, બુમરાહને પૂછ્યો એવો સવાલ કે હસી પડ્યો ખેલાડી. જુઓ વિડીયો
World Cup 2023: આંખોમાં આંસુ, તૂટેલા દિલ… પીએમ મોદીએ ડ્રેસિંગ રૂમમાં જઈને ટીમ ઈન્ડિયાને આ રીતે આપી હિંમત.. જુઓ વિડીયો
World Cup 2023 Trophy: જોશમાં હોશ ખોઈ બેઠો ખેલાડી.. આ ઓસ્ટ્રેલિયન ખેલાડીએ વર્લ્ડ કપની ટ્રોફી પર પગ રાખીને પોતાનો ગોલ્ડ મેડલ બતાવ્યો.. લોકોએ કાઢી ઝાટકણી..
Indian Cricket Team: ભારતની વર્લ્ડકપમાં હાર થયા બાદ કોચ રાહુલ દ્રવિડનું શું થશે? હવે ફેંસલો BCCIના હાથમાં..
Exit mobile version