Site icon

World Cup 2023: ભારત – પાકિસ્તાન વચ્ચે મહા મુકાબલા માટે અમદાવાદ તૈયાર, આઠમી વખત મેચ જીતવા ઉતરશે ટીમ ઇન્ડિયા.. જાણો વિગતે અહીં…

World Cup 2023:વન-ડે વર્લ્ડ કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાડવામાં આવશે. ભારતીય ટીમ વન-ડે વર્લ્ડ કપમાં સતત આઠમી જીત માટે પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરશે.

Ahmedabad is ready for the big match between India and Pakistan

Ahmedabad is ready for the big match between India and Pakistan

News Continuous Bureau | Mumbai 

World Cup 2023: આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023 (ICC World Cup 2023) માં ભારત પાકિસ્તાન (Ind vs Pak) ની મેચ બ્લોકબસ્ટર સાબિત થશે, જેમાં બંને ટીમ વચ્ચે 2012 પછી વનડે મેચ રમાડવામાં આવશે. એશિયા કપ અથવા આઈસીસી ઈવેન્ટસમાં બંને દેશના ખેલાડીઓ આમનેસામને રમ્યા છે. પાકિસ્તાન વનડે અને ટેસ્ટ મેચમાં ભારત સામે વધુ મેચ જીત્યું છે. ટવેન્ટી-ટવેન્ટીમાં ભારતનું પલ્લું ભારે રહ્યું છે. ક્રિકેટ ઈતિહાસમાં બંને ટીમના ખેલાડીઓએ પણ અનેક રેકોર્ડ બનાવ્યા છે, જેમાં ભારતીય ટીમના રેકોર્ડ તોડવાનું પાકિસ્તાન માટે મુશ્કેલ સાબિત થઈ શકે છે.

Join Our WhatsApp Community

આ બધાથી અલગ વાત એ છે કે પાકિસ્તાન વર્લ્ડ કપમાં ભારત સામે જીતી શક્યું નથી, જેમાં ભારતનો દબદબો અકબંધ છે. ભારતે પાકિસ્તાન સામે 20-20 અને વનડે વર્લ્ડ કપમાં 13-1 (Super Over Victory) નો રેકોર્ડ છે. પાકિસ્તાને ભલે 2021ના ટવેન્ટી-ટવેન્ટી વર્લ્ડ કપમાં 10 વિકેટથી જીત્યું હતું, જેમાં ભારતનો સતત 12મી વખતનો જીતનો રેકોર્ડ તોડ્યો હતો, પરંતુ એના માટે પાકિસ્તાને 29 વર્ષ રાહ જોવી પડી હતી.

વન-ડે વર્લ્ડ કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં(Narendra Modi Stadium) મેચ રમાડવામાં આવશે. ભારતીય ટીમ વન-ડે વર્લ્ડ કપમાં સતત આઠમી જીત માટે પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમે અત્યાર સુધી વન-ડે વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Israel -Palestine Conflict: હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ચીનમાં ઈઝરાયલના રાજદ્વારી પર જીવલેણ હુમલો.. વાંચો વિગતે અહીં..

ભારત અને પાકિસ્તાન વચ્ચે વન-ડે ફોર્મેટમાં અત્યાર સુધીમાં 134 મેચ રમાઈ….

વન-ડે વર્લ્ડકપમાં બંને ટીમો પ્રથમવાર 1992માં ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ટકરાઇ હતી. ત્યારપછી બંને ટીમો સાત વખત સામ સામે ટકરાઇ ચૂકી છે અને દરેક વખતે ટીમ ઈન્ડિયાની જીત થઈ છે. આ પછી 1996, 1999, 2003, 2011, 2015 અને 2019ના વર્લ્ડ કપમાં બંને ટીમો સામસામે આવી હતી અને તમામ મેચમાં ભારતનો વિજય થયો હતો.

ભારત અને પાકિસ્તાન વચ્ચે વન-ડે ફોર્મેટમાં અત્યાર સુધીમાં 134 મેચ રમાઈ છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયા માત્ર 56 મેચ જીતી શકી છે, જ્યારે પાકિસ્તાને 73 મેચ જીતી છે. દરમિયાન પાંચ મેચમાં કોઈ પરિણામ આવ્યું નહોતું.

US-China Trade: અમેરિકન ટેરિફમાંથી ચીનને રાહત? નાણા મંત્રી બેસેન્ટનો મોટો દાવો, ‘સમજૂતી દ્વારા સમાધાન શક્ય’
Donald Trump: ‘કોણ બૂમો પાડે છે?’ પત્રકારના સવાલ પર ટ્રમ્પે ગુસ્સે થઈને શું કહ્યું? જાણો વિવાદનું કારણ
Osama bin Laden: CIA એ કર્યો મોટો પર્દાફાશ: ઓસામાથી લઈને પાક.ના પરમાણુ શસ્ત્રો સુધી… પૂર્વ અધિકારીએ કર્યા ચોંકાવનારા ખુલાસા
Donald Trump: વિશ્વ રાજકારણમાં ગરમાવો: ડોનાલ્ડ ટ્રમ્પે આ દેશના રાષ્ટ્રપતિને ‘ડ્રગ લીડર’ ગણાવ્યા, તાત્કાલિક પ્રતિબંધ મૂક્યો.
Exit mobile version