Site icon

ENG vs PAK: વર્લ્ડ કપમાં આબરુ બચાવા પાકિસ્તાનને હવે અભૂતપૂર્વ ચમત્કારની જરૂર, વસીમ અકરમે આપી આ અનોખી ફોર્મ્યુલા.. જાણો શું છે આ ફોર્મ્યુલા.. વાંચો અહીં..

ENG vs PAK: પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપ 2023માં સેમિફાઇનલની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. જો તે તેની છેલ્લી મેચમાં ઇંગ્લેન્ડને 287 રનથી હરાવશે અથવા માત્ર 3.4 ઓવરમાં ઇંગ્લેન્ડ સામે લક્ષ્ય હાંસલ કરે તો જ તે ટોપ- 4 માં પ્રવેશ કરી શકે છે. આવી સ્થિતિમાં પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર વસીમ અકરમે એક નવી ફોર્મ્યુલા સૂચવી છે. આ ફોર્મ્યુલા સાંભળીને તમે પણ હસવાનું રોકી નહીં શકો..

ENG vs PAK Pakistan now needs an unprecedented miracle to survive in the World Cup, Wasim Akram gave this unique formula…

ENG vs PAK Pakistan now needs an unprecedented miracle to survive in the World Cup, Wasim Akram gave this unique formula…

News Continuous Bureau | Mumbai 

ENG vs PAK: પાકિસ્તાન ( Pakistan ) ની ટીમ વર્લ્ડ કપ 2023 ( World Cup 2023 ) માં સેમિફાઇનલ ( Semi Final ) ની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. જો તે તેની છેલ્લી મેચમાં ઇંગ્લેન્ડને ( England ) 287 રનથી હરાવશે અથવા માત્ર 3.4 ઓવરમાં ઇંગ્લેન્ડ સામે લક્ષ્ય હાંસલ કરે તો જ તે ટોપ- 4 માં પ્રવેશ કરી શકે છે. આ બંને પરિસ્થિતિઓ બનવી સહેલી નથી. ખાસ કરીને ઈંગ્લેન્ડ જેવી ટીમ સામે તે ખૂબ જ પડકારજનક છે. આવી સ્થિતિમાં પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર વસીમ અકર ( Wasim Akram ) મે એક નવી ફોર્મ્યુલા સૂચવી છે. આ ફોર્મ્યુલા સાંભળીને તમે પણ હસવાનું રોકી નહીં શકો.

Join Our WhatsApp Community

વસીમ અકરમે કહ્યું છે કે પાકિસ્તાન હજુ પણ સેમીફાઈનલમાં પહોંચી શકે છે જો તેઓ પ્રથમ બેટિંગ ( Batting ) કરીને સારો સ્કોર કરે અને પછી ઈંગ્લેન્ડની આખી ટીમને 20 મિનિટ માટે ડ્રેસિંગ રૂમમાં બંધ કરી દે, જેથી ઈંગ્લેન્ડના તમામ ખેલાડીઓને ટાઈમ આઉટ આપવામાં આવે.

 પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા પણ ઓછામાં ઓછા 280 રન બનાવવા પડશે.

વસીમ અકરમે આ વાત શ્રીલંકાના એન્જેલો મેથ્યુસ ( Angelo Mathews ) સાથેની ટાઈમ આઉટ ઘટનાના આધારે કહી હતી. શ્રીલંકા vs બાંગ્લાદેશની મેચમાં એન્જેલો મેથ્યુસને ટાઈમ આઉટના કારણે પેવેલિયન પાછુ જવું પડ્યું હતું, કારણ કે તેને બેટિંગમાં આવવામાં બે મિનિટથી વધુ સમય લાગ્યો હતો. તમને જણાવી દઈએ કે વિકેટ પડી ગયા પછી નવા બેટ્સમેને બે મિનિટના અંતરાલ પછી સ્ટ્રાઈક લેવી પડે છે, નહીં તો નિયમો અનુસાર તેને આઉટ આપી શકાય છે.

આ સમાચાર પણ વાંચો :  Mhada High Court : મ્હાડાએ પેશવા જેવું વર્તન ન કરવું જોઈએ, આજે જ પઝેશન લેટર આપો: હાઈકોર્ટ.. જાણો કેમ આવુ કહ્યું હાઈકોર્ટે.. વાંચો અહીં.

વસીમ અકરમે પાકિસ્તાની સ્પોર્ટ્સ ચેનલના એન્કર અને સાથી પેનલિસ્ટ સાથેની વાતચીતમાં આ વાત કહી. આ રેકોર્ડ ન થઈ શક્યું પરંતુ લાઈવ શો દરમિયાન એન્કરે આ ફોર્મ્યુલાનું પુનરાવર્તન કર્યું હતું. એન્કરની સાથે અન્ય પેનલિસ્ટ શોએબ મલિક અને મિસ્બાહ ઉલ હક પણ આ ફોર્મ્યુલાને સાંભળીને પોતાનું હસવુ રોકી નહતા શક્યા. અહીં મિસ્બાહે પાકિસ્તાનની ટીમને પણ આડે હાથ લીધી હતી. તેણે કહ્યું, વસીમ ભાઈ, તમે મને કહ્યું કે આ મુશ્કેલ કામ છે. આ માટે પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા પણ ઓછામાં ઓછા 280 રન બનાવવા પડશે.

World Cup 2023 : ફાઇનલમાં હાર બાદ ડ્રેસિંગ રૂમમાં ગયા PM મોદી, બુમરાહને પૂછ્યો એવો સવાલ કે હસી પડ્યો ખેલાડી. જુઓ વિડીયો
World Cup 2023: આંખોમાં આંસુ, તૂટેલા દિલ… પીએમ મોદીએ ડ્રેસિંગ રૂમમાં જઈને ટીમ ઈન્ડિયાને આ રીતે આપી હિંમત.. જુઓ વિડીયો
World Cup 2023 Trophy: જોશમાં હોશ ખોઈ બેઠો ખેલાડી.. આ ઓસ્ટ્રેલિયન ખેલાડીએ વર્લ્ડ કપની ટ્રોફી પર પગ રાખીને પોતાનો ગોલ્ડ મેડલ બતાવ્યો.. લોકોએ કાઢી ઝાટકણી..
Indian Cricket Team: ભારતની વર્લ્ડકપમાં હાર થયા બાદ કોચ રાહુલ દ્રવિડનું શું થશે? હવે ફેંસલો BCCIના હાથમાં..
Exit mobile version