Site icon

ICC World Cup 2023, IND vs AUS Final: વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં હશે આ અમ્પાયર્સ, એક નામ વાંચીને ભારતીય ફેન્સની ચિંતા વધી; જાણો શું છે કારણ

ICC World Cup 2023, IND vs AUS Final: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઇનલ મેચ 19 નવેમ્બરના રોજ રમાવાની છે. રિચાર્ડ ઇલિંગવર્થ અને રિચર્ડ કેટલબરો આ ફાઇનલ મેચમાં ફિલ્ડ અમ્પાયરની ભૂમિકા ભજવશે. થર્ડ અમ્પાયરિંગની જવાબદારી વેસ્ટ ઈન્ડિઝના જોએલ વિલ્સનને સોંપવામાં આવી છે.

ICC announces names of officials who will officiate World Cup final between India and Australia

ICC announces names of officials who will officiate World Cup final between India and Australia

News Continuous Bureau | Mumbai 

ICC World Cup 2023, IND vs AUS Final: ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 હવે તેના અંતિમ રાઉન્ડમાં પહોંચી ગયો છે. આ વર્લ્ડકપની ફાઇનલ મેચ 19 નવેમ્બર (રવિવાર)ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાવાની છે. હવે આ ફાઇનલ મેચ માટે અમ્પાયર અને મેચ રેફરીના નામ પણ સામે આવ્યા છે.

Join Our WhatsApp Community

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઇનલ મેચમાં રિચર્ડ ઇલિંગવર્થ (England) અને રિચર્ડ કેટલબોરો (ઇંગ્લેન્ડ) ફિલ્ડ અમ્પાયરની ભૂમિકા ભજવશે. થર્ડ અમ્પાયરિંગ ની જવાબદારી વેસ્ટ ઈન્ડિઝના જોએલ વિલ્સનને સોંપવામાં આવી છે. જ્યારે ક્રિસ ગેફની (ન્યુઝીલેન્ડ) ચોથા અમ્પાયર તરીકે રહેશે. મેચ રેફરી ઝિમ્બાબ્વેના એન્ડી પાયક્રોફ્ટ હશે.

 ફીલ્ડ અમ્પાયરો: રિચાર્ડ કેટલબોરો અને રિચાર્ડ ઈલિંગવર્થ

• થર્ડ અમ્પાયર: જોએલ વિલ્સન
• ચોથો અમ્પાયર: ક્રિસ ગેફની
• મેચ રેફરી: એન્ડી પાયક્રોફ્ટ

 આ અમ્પાયરો (Umpires) ભારત માટે અનલકી ?

ફાઈનલ મેચમાં રિચર્ડ કેટલબોરો ની અમ્પાયરિંગ ભારતીય ચાહકો માટે થોડી ચિંતાનો વિષય છે. છેલ્લી કેટલીક ICC ઇવેન્ટ્સમાં, જ્યારે જ્યારે તે ભારતની મેચોમાં અમ્પાયર બન્યો છે, ત્યારે ટીમ ઇન્ડિયા સાથે કંઈક અપ્રિય બન્યું છે. કેટલબોરો વર્લ્ડ કપ (2019) સેમિફાઇનલ અને T-20 વર્લ્ડ કપ (2021) ન્યૂઝીલેન્ડ સામેની મેચોમાં ઓન-ફીલ્ડ અમ્પાયર હતા. બંને મેચમાં ભારતનો પરાજય થયો હતો.

આ વર્ષે રિચર્ડે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં થર્ડ અમ્પાયરની ભૂમિકા પણ ભજવી હતી. આ સાથે રિચર્ડ કેટલબોરો 2014 T-20 વર્લ્ડ કપ, 2015 ODI વર્લ્ડ કપ, 2016 T-20 વર્લ્ડ કપ, 2016 અને 2017 ચેમ્પિયન્સ ટ્રોફીની નોકઆઉટ મેચોમાં ભારત માટે કમનસીબ રહ્યા હતા. 50 વર્ષીય કેટલબોરો અમ્પાયર બનતા પહેલા ક્રિકેટ પણ રમી ચૂક્યા છે. કેટલબોરો એ 33 ફર્સ્ટ-ક્લાસ અને 21 લિસ્ટ-એ મેચોમાં કુલ 1448 રન બનાવ્યા.

આ સમાચાર પણ વાંચોઃ  Aaditya Thackeray Case: આદિત્ય ઠાકરે સહિત ત્રણ નેતાઓ વિરુદ્ધ FIR નોંધાઈ.. જાણો શું છે આ સંપુર્ણ મામલો..

રિચાર્ડ ઇલિંગવર્થ પણ ક્રિકેટર હતા

ભારત-ન્યૂઝીલેન્ડ સામેની સેમિફાઇનલ મેચમાં જ્યારે ભારત જીત્યું ત્યારે રિચર્ડ ઇલિંગવર્થ પણ અમ્પાયર હતા. રિચર્ડ ઇલિંગવર્થ ભૂતપૂર્વ ક્રિકેટર પણ રહી ચૂક્યા છે. 60 વર્ષના રિચર્ડ ઇલિંગવર્થે ઇંગ્લેન્ડ માટે 9 ટેસ્ટ અને 25 વનડે મેચ રમી હતી. આ દરમિયાન તેણે 49 વિકેટ ઝડપી હતી. 1992ના વર્લ્ડ કપમાં પણ ઈંગ્લિશ ટીમનો ભાગ હતો.

 ટીમ ઈન્ડિયા ચોથી વખત ફાઇનલમાં પહોંચી છે

ભારતીય ટીમ ચોથી વખત ફાઇનલમાં પહોંચી છે. વર્તમાન વર્લ્ડ કપમાં ભારતે અત્યાર સુધીની તમામ 10 મેચ જીતી છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધી તેની 10 મેચમાંથી 8માં જીત મેળવી છે. ભારતીય ટીમે પ્રથમ સેમિફાઇનલ રમી હતી, જેમાં તેણે છેલ્લી ઉપવિજેતા ન્યુઝીલેન્ડને 70 રનના માર્જીનથી હરાવ્યું હતું. જ્યારે કાંગારુ ટીમે બીજી સેમીફાઈનલમાં ચોકર્સ તરીકે ઓળખાતી દક્ષિણ આફ્રિકાને 3 વિકેટે હરાવી હતી.

હવે ઓસ્ટ્રેલિયન ટીમ 8મી વખત ફાઈનલ રમશે. અત્યાર સુધી તેણે 7માંથી સૌથી વધુ 5 વખત ટાઇટલ જીત્યું છે. તેને 1975માં વેસ્ટ ઈન્ડિઝ સામે અને 1996માં શ્રીલંકા સામે બે વખત હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયાએ 1987, 1999, 2003, 2007 અને 2015માં સૌથી વધુ 5 વખત ખિતાબ જીત્યો છે. તેણે 1999 થી 2007 સુધી સતત ત્રણ વખત આ ખિતાબ જીત્યો.

વર્લ્ડ કપમાં ભારત-ઓસ્ટ્રેલિયાની ટીમઃ

ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, શુભમન ગિલ, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, રવિન્દ્ર જાડેજા, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, રવિચંદ્રન અશ્વિન, પ્રસિદ્ધ કૃષ્ણ અને શાર્દુલ ઠાકુર .

ઓસ્ટ્રેલિયન ટીમઃ પેટ કમિન્સ (કેપ્ટન), સ્ટીવ સ્મિથ, એલેક્સ કેરી, જોશ ઈંગ્લિસ, સીન એબોટ, માર્નસ લાબુશેન, કેમેરોન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનીસ, ડેવિડ વોર્નર, એડમ ઝમ્પા અને

World Cup 2023 : ફાઇનલમાં હાર બાદ ડ્રેસિંગ રૂમમાં ગયા PM મોદી, બુમરાહને પૂછ્યો એવો સવાલ કે હસી પડ્યો ખેલાડી. જુઓ વિડીયો
World Cup 2023: આંખોમાં આંસુ, તૂટેલા દિલ… પીએમ મોદીએ ડ્રેસિંગ રૂમમાં જઈને ટીમ ઈન્ડિયાને આ રીતે આપી હિંમત.. જુઓ વિડીયો
World Cup 2023 Trophy: જોશમાં હોશ ખોઈ બેઠો ખેલાડી.. આ ઓસ્ટ્રેલિયન ખેલાડીએ વર્લ્ડ કપની ટ્રોફી પર પગ રાખીને પોતાનો ગોલ્ડ મેડલ બતાવ્યો.. લોકોએ કાઢી ઝાટકણી..
Indian Cricket Team: ભારતની વર્લ્ડકપમાં હાર થયા બાદ કોચ રાહુલ દ્રવિડનું શું થશે? હવે ફેંસલો BCCIના હાથમાં..
Exit mobile version