Site icon

IND vs NZ: ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી, પ્લેઈંગ ઈલેવનમાં થયો ફેરફાર.. જાણો અહીં બન્ને ટીમનો પ્લેઈંગ ઈલેવન.. વાંચો વિગતે…

IND vs NZ: ICC મેન્સ ODI વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ન્યુઝીલેન્ડના ખેલાડીઓ પહેલા બેટિંગ કરવા માટે મેદાનમાં ઉતરશે.

IND vs NZ India won the toss and chose to bowl first, there was a change in the playing eleven.. Know here the playing eleven of both the teams.

IND vs NZ India won the toss and chose to bowl first, there was a change in the playing eleven.. Know here the playing eleven of both the teams.

News Continuous Bureau | Mumbai 

IND vs NZ: ICC મેન્સ ODI વર્લ્ડ કપમાં ( ODI World Cup ) ન્યૂઝીલેન્ડ ( New Zealand ) સામેની મેચમાં ભારતે ( Team India  ) ટોસ (  Toss ) જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ન્યુઝીલેન્ડના ખેલાડીઓ પહેલા બેટિંગ કરવા માટે મેદાનમાં ઉતરશે.

Join Our WhatsApp Community

વર્લ્ડ કપ 2023 (World Cup 2023) માં ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો આજે ધર્મશાલામાં આમને-સામને છે. મેચ પહેલા બંને ટીમના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો, જેમાં ટીમ ઈન્ડિયા (Team India) ના કપ્તાન રોહિત શર્માએ ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી અને ન્યૂઝીલેન્ડ (New Zealand) ને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.

ટીમ ઈન્ડિયાએ પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કર્યા છે. હાર્દિક પંડ્યા ઈજાના કારણે બહાર છે. તેની ગેરહાજરીમાં સૂર્યકુમાર યાદવને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું છે. મોહમ્મદ શમીનો પણ પ્લેઈંગ ઈલેવનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. શાર્દુલ ઠાકુરને પણ આરામ આપવામાં આવ્યો છે.

ભારતીય ટીમમાં ફેરફાર છે…

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સુપરહિટ મેચ હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં રમાવા જઈ રહી છે. આ વર્લ્ડ કપમાં ભારત અને ન્યુઝીલેન્ડનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. બંને ટીમો અત્યાર સુધી અજેય રહી છે. માટે આજની મેચ રોમાંચક રહે તેવી શક્યતા છે. હાલમાં ધર્મશાળામાં તડકો નીકળેલો છે, વરસાદની કોઈ સંભવાના નથી.

આ સમાચાર પણ વાંચો : IND vs NZ : આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુકાબલો, જાણો કેવી રહેશે આ પીચ..વાંચો વિગતે અહીં..

જીત કે હારના પરિણામ સિવાય આ મેચ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે પોઈન્ટ ટેબલમાં કોણ ટોપ પર રહેશે. ખાસ વાત એ છે કે ટૂર્નામેન્ટમાં બંને ટીમો અજેય છે. મતલબ કે આજે જે પણ હારશે તેની આ પહેલી હાર હશે. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને ટોસ બાદ બંને ટીમોએ પોતાની પ્લેઈંગ ઈલેવનની પણ જાહેરાત કરી હતી. ભારતીય ટીમમાં ફેરફાર છે.

ભારતની પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.

ન્યુઝીલેન્ડની પ્લેઈંગ ઈલેવન: ડેવોન કોનવે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ડેરીલ મિશેલ, ટોમ લાથમ (wk/c), ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, મિશેલ સેન્ટનર, મેટ હેનરી, લોકી ફર્ગ્યુસન, ટ્રેન્ટ બોલ્ટ.

World Cup 2023 : ફાઇનલમાં હાર બાદ ડ્રેસિંગ રૂમમાં ગયા PM મોદી, બુમરાહને પૂછ્યો એવો સવાલ કે હસી પડ્યો ખેલાડી. જુઓ વિડીયો
World Cup 2023: આંખોમાં આંસુ, તૂટેલા દિલ… પીએમ મોદીએ ડ્રેસિંગ રૂમમાં જઈને ટીમ ઈન્ડિયાને આ રીતે આપી હિંમત.. જુઓ વિડીયો
World Cup 2023 Trophy: જોશમાં હોશ ખોઈ બેઠો ખેલાડી.. આ ઓસ્ટ્રેલિયન ખેલાડીએ વર્લ્ડ કપની ટ્રોફી પર પગ રાખીને પોતાનો ગોલ્ડ મેડલ બતાવ્યો.. લોકોએ કાઢી ઝાટકણી..
Indian Cricket Team: ભારતની વર્લ્ડકપમાં હાર થયા બાદ કોચ રાહુલ દ્રવિડનું શું થશે? હવે ફેંસલો BCCIના હાથમાં..
Exit mobile version