Site icon

IND vs SA: કોલકાતામાં ભારતે ટોસ જીતી બેટિંગ પસંદ કરી, દક્ષિણ આફ્રિકા કરશે બોલિંગ.. જાણો બન્ને ટીમના પ્લેઈંગ ઈલેવન

IND vs SA: વર્લ્ડકપ 2023માં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ શરૂ થઈ છે. કોલકાતાના ઐતિહાસિક મેદાન 'ઈડન ગાર્ડન્સ'માં બંને ટીમ આમને-સામને છે. અહીં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.

IND vs SA In Kolkata, India won the toss and chose to bat, South Africa will bowl..

IND vs SA In Kolkata, India won the toss and chose to bat, South Africa will bowl..

News Continuous Bureau | Mumbai

IND vs SA: વર્લ્ડકપ 2023 ( World Cup 2023 ) માં ભારત ( Team India ) અને સાઉથ આફ્રિકા ( South Africa )  વચ્ચે મેચ શરૂ થઈ છે. કોલકાતાના ઐતિહાસિક મેદાન ‘ઈડન ગાર્ડન્સ’માં બંને ટીમ આમને-સામને છે. અહીં ભારતીય કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ ટોસ જીતીને પ્રથમ બેટિંગ ( Batting ) કરવાનો નિર્ણય લીધો છે. ટીમ ઈન્ડિયા ના પ્લેઈંગ-11માં ( playing-11 ) કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જ્યારે સાઉથ આફ્રિકા (South Africa) વધારાના સ્પિનર સાથે મેદાનમાં ઉતરી છે.

Join Our WhatsApp Community

રોહિત શર્માએ ટોસ જીત્યા બાદ કહ્યું કે, ‘આ સારી પિચ છે. મને આ મેદાન પર મેચ રમવી પસંદ છે. આખી ભારતીય ટીમ આ ઐતિહાસિક મેદાન પર રમવાનું પસંદ કરે છે. અમે અમારા પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી. આજની મેચ સારી રહેશે. કારણ કે, આ મેચ પોઈન્ટ ટેબલની ટોચની બે ટીમો વચ્ચેની મેચ છે.

ટીમ ઈન્ડિયામાં કોઈ ફેરફાર નહીં…

સાઉથ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ કહ્યું કે, ‘અમે પણ અહીં પ્રથમ બેટિંગ કરવા માંગતા હતા, પરંતુ હવે બોલિંગ કરવી પડશે. આ એક સારો પડકાર હશે. અમારે એક વિભાગમાં સુધારો કરવો પડશે. આજે અમારી ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. કોએત્ઝીની જગ્યાએ તબરેઝ શમ્સીને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચોઃ ABP Cvoter Opinion Polls: રાજસ્થાનમાં ભાજપ કે કોંગ્રેસ ? સર્વે પોલના આવ્યા ચોંકાવનારા તારણો.. જાણો વિગતે અહીં..

બંને દેશની પ્લેઈંગ ઈલેવન

ભારત- રોહિત શર્મા(કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ(વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાઝ
સાઉથ આફ્રિકા- ટેમ્બા બાવુમા(કેપ્ટન), ક્વિંટન ડિ કોક,રાસી વેન ડેર ડુસેન, એડન માર્કરમ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જાનસેન, કેશવ મહારાજ, તરબેઝ શમ્સી, કગિસો રબાડા, લુંગી એનગિડી

Sanju Samson Records: સંજૂ સેમસનનો વર્લ્ડ કપમાં જાદુ! દુનિયાના ટોપ-9 ખેલાડીઓમાં સામેલ થઈ તોડ્યા અનેક રેકોર્ડ; કોહલી-બુમરાહ પણ રહી ગયા જોતા
T20 World Cup 2026 Winner: વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ હવે શું? કેપ્ટન સૂર્યાએ ઓલિમ્પિકમાં તિરંગો લહેરાવવાની ભરી હૂંકાર; ટીમ ઈન્ડિયાના આગામી મિશનથી ફેન્સમાં ભારે રોમાંચ
IND vs NZ T20 World Cup Final: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે જામશે જંગ! ક્યારે અને ક્યાં રમાશે ફાઈનલ? નોંધી લો તારીખ અને સમય..
IND vs ENG SemiFinal: ઇંગ્લેન્ડ સામે બદલો લેવાની સુવર્ણ તક! શું ભારત તોડશે સેમીફાઈનલનો ‘અભિશાપ’? જાણો ફાઈનલની ટિકિટ મેળવવા શું છે માસ્ટર પ્લાન.
Exit mobile version