Site icon

IND vs BAN: ભારતનો સતત ચોથો વિજય, પાકિસ્તાન પછી ભારતે બાંગ્લાદેશને હરાવ્યું.. જાણો વિગતે અહીં..

IND vs BAN: ભારતે શાનદાર પ્રદર્શન કર્યું અને પુણેમાં બાંગ્લાદેશ પર જીત મેળવી છે. ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ 2023માં સતત ચોથી મેચ જીતી છે. ભારતની જીતમાં વિરાટ કોહલીએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

India beats Bangladesh after Pakistan

India beats Bangladesh after Pakistan

News Continuous Bureau | Mumbai 

IND vs BAN: ભારતે શાનદાર પ્રદર્શન કર્યું અને પુણેમાં બાંગ્લાદેશ પર જીત મેળવી છે. ટીમ ઈન્ડિયાએ(Team India) વર્લ્ડ કપ 2023(World Cup 2023) માં સતત ચોથી મેચ જીતી છે. ભારતની જીતમાં વિરાટ કોહલીએ(Virat Kohli) મહત્વની ભૂમિકા ભજવી હતી. કોહલીએ અણનમ સદી ફટકારી હતી. કોહલીએ સદી ફટકારીને બાંગ્લાદેશ પાસેથી ‘નાગિન ડાન્સ’ની તક છીનવી લીધી. બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ ઉજવણી તરીકે નાગીન નૃત્ય માટે લોકપ્રિય છે. પરંતુ પુણેમાં તેને આ તક ન મળી શકી ન હતી.

Join Our WhatsApp Community

બાંગ્લાદેશની શરૂઆત સારી રહી હતી. તેના માટે ઓપનર તંજીદ હસન અને લિટન દાસે અડધી સદી ફટકારી હતી. આ બંને વચ્ચે 93 રનની ભાગીદારી થઈ હતી. ભારતને 14 ઓવરમાં એક પણ વિકેટ મળી ન હતી. પરંતુ કુલદીપ યાદવે 15મી ઓવરમાં તંજીદને આઉટ કર્યો હતો. આ પછી 20મી ઓવરમાં રવિન્દ્ર જાડેજાએ કેપ્ટન શાંતોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. જાડેજાએ લિટનને પણ આઉટ કર્યો હતો. તે 66 રન બનાવીને આઉટ થયો હતો. આ રીતે ટીમ ઈન્ડિયાએ સ્પિનરોના કારણે વાપસી કરી હતી. બાંગ્લાદેશે 257 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Maharashtra News: ડ્રીમ-૧૧ પર દોઢ કરોડની લોટરી જીતનારા પુણેના એસપી કરાયા સસ્પેન્ડ.. જાણો શું છે આ મામલો..

કોહલીએ 103 અણનમ રન બનાવ્યા હતા….

ભારતનું પુનરાગમન સ્પિનરોના કારણે થયું. પરંતુ અંતે ફાસ્ટ બોલરોએ પણ અજાયબી કરી બતાવી. શાર્દુલ ઠાકુરે વચ્ચેની ઓવરોમાં વિકેટ લીધી હતી. તેણે 38મી ઓવરમાં 16 રનના સ્કોર પર તૌહિદ હ્રદયને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. મુશ્ફિકુર રહીમને જસપ્રિત બુમરાહે આઉટ કર્યો હતો. તે 43મી ઓવરમાં આઉટ થયો હતો. નસુમ અહેમદને મોહમ્મદ સિરાજે આઉટ કર્યો હતો. મોહમ્મદલ્લાહને જસપ્રિત બુમરાહે આઉટ કર્યો હતો. બુમરાહ અને સિરાજે 2-2 વિકેટ લીધી હતી. જાડેજાએ 2 વિકેટ લીધી હતી. કુલદીપ અને ઠાકુરને એક-એક વિકેટ મળી હતી.

કેપ્ટન રોહિત અને ગીલે ભારતને સારી શરૂઆત અપાવી હતી. ગિલે 55 બોલમાં 53 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 40 બોલમાં 48 રન બનાવ્યા હતા. આ બંનેએ ભારતને આક્રમક શરૂઆત અપાવી હતી. આ પછી વિરાટ કોહલીએ આક્રમક બેટીંગ કરીને સમા બાંધ્યો હતો. કોહલીએ 103 અણનમ રન બનાવ્યા હતા. તેણે 6 ફોર અને 4 સિક્સર ફટકારી હતી.

Nepal Politics: રાજાશાહીની દસ્તક! કમ્યુનિસ્ટ શાસન થયું સમાપ્ત,જાણો શું છે નેપાળ ની રાજકીય સ્થિતિ
India-European Union: ભારત-યુરોપિયન યુનિયન વેપાર સમજૂતી નિર્ણાયક વળાંક પર, આજથી પાંચ દિવસ ભારતમાં રહેશે આટલા રાજદૂત
India-US Relations: અમેરિકા સાથે વધતા તણાવ ની વચ્ચે ટ્રમ્પના ‘સૌથી સારા મિત્ર’ વાળી પોસ્ટ પર પીએમ મોદી એ આપ્યો આવો જવાબ
Nepal Crisis: નેપાળમાં હિંસક પ્રદર્શનો વચ્ચે પીએમ ઓલીનું રાજીનામું, સેના એ કમાન સંભાળી, સરહદો પર હાઈ એલર્ટ
Exit mobile version