Site icon

IND Vs SL: ‘માય નેમ ઈઝ લખન’ ગીત પર વિરાટ કોહલીએ મેચ વચ્ચે મેદાન પર કર્યો ડાન્સ, ફેન્સે આપી આવી પ્રતિક્રિયા!

IND Vs SL: વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમનું પ્રદર્શન અત્યાર સુધી શાનદાર રહ્યું છે. ટીમનો દરેક ખેલાડી ફુલ ફોર્મમાં જોવા મળી રહ્યા છે. ભારતીય ટીમે વર્લ્ડ કપ 2023ની 33મી મેચમાં શ્રીલંકાને 302 રને હરાવીને સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ત્યાર આ મેચનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં વિરાટ કોહલી ડાન્સ કરતા નજરે પડી રહ્યો છે.

Virat Kohli danced on the field during the match on the song 'My Name is Lakhan', fans gave this reaction!

Virat Kohli danced on the field during the match on the song 'My Name is Lakhan', fans gave this reaction!

News Continuous Bureau | Mumbai

IND Vs SL: વર્લ્ડ કપ 2023માં ( World Cup 2023 ) ભારતીય ટીમનું ( Team India ) પ્રદર્શન અત્યાર સુધી શાનદાર રહ્યું છે. ટીમનો દરેક ખેલાડી ફુલ ફોર્મમાં જોવા મળી રહ્યા છે. ભારતીય ટીમે વર્લ્ડ કપ 2023ની 33મી મેચમાં શ્રીલંકાને 302 રને હરાવીને સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ત્યાર આ મેચનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ ( Viral Video ) થઈ રહ્યો છે, જેમાં વિરાટ કોહલી ( Virat Kohli ) ડાન્સ કરતા નજરે પડી રહ્યો છે.

Join Our WhatsApp Community

સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી આ ડાન્સ વીડિયોમાં મેચની વચ્ચે ફિલ્ડિંગ કરતી વખતે ડાન્સ કરતો જોવા મળે છે. શ્રીલંકા સામે રમાયેલી મેચમાં વિરાટ કોહલીએ પણ શાનદાર બેટિંગ કરી હતી. જો કે, તે સદી ફટકારવાથી ચૂકી ગયો હતો. દરમિયાન, ફિલ્ડિંગ વખતે તેણે ચાહકોનું મનોરંજન કરવાની તક ગુમાવી ન હતી અને ચાહકોને ગીતો ગાતા જોઈને તે ડાન્સ કરતો જોવા મળ્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  Diwali: દિવાળીને લઈ રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડ્યું: જનો કેટલા વાગ્યા સુધી ફોડી શકાશે ફટાકડા.

વિરાટે ‘માય નેમ ઈઝ લખન’ પર કર્યો ડાન્સ

વાસ્તવમાં, સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દેખાય છે કે જ્યારે શ્રીલંકન ટીમની ઈનિંગ દરમિયાન વિરાટ કોહલી ફિલ્ડિંગ કરી રહ્યો હતો ત્યારે ફેન્સ બોલિવૂડનું લોકપ્રિય ગીત ‘માય નેમ ઈઝ લખન’ ગાઈ રહ્યા હતા. ત્યારબાદ જ્યારે વિરાટે આ ગીતની ધૂન સાંભળી તો તે પોતાની જાતને રોકી ન શક્યો અને મેદાન પર ડાન્સ કરવા લાગ્યો. વિરાટે બોલિવૂડ એક્ટર અનિલ કપૂરના સ્ટેપ્સની બરાબર નકલ કરી હતી અને તેને ડાન્સ કરતા જોઈને ચાહકો ઉત્સાહથી ભરાઈ ગયા હતા. સમગ્ર સ્ટેડિયમમાં માત્ર કોહલી-કોહલીના નારા લાગ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
World Cup 2023 : ફાઇનલમાં હાર બાદ ડ્રેસિંગ રૂમમાં ગયા PM મોદી, બુમરાહને પૂછ્યો એવો સવાલ કે હસી પડ્યો ખેલાડી. જુઓ વિડીયો
World Cup 2023: આંખોમાં આંસુ, તૂટેલા દિલ… પીએમ મોદીએ ડ્રેસિંગ રૂમમાં જઈને ટીમ ઈન્ડિયાને આ રીતે આપી હિંમત.. જુઓ વિડીયો
World Cup 2023 Trophy: જોશમાં હોશ ખોઈ બેઠો ખેલાડી.. આ ઓસ્ટ્રેલિયન ખેલાડીએ વર્લ્ડ કપની ટ્રોફી પર પગ રાખીને પોતાનો ગોલ્ડ મેડલ બતાવ્યો.. લોકોએ કાઢી ઝાટકણી..
Indian Cricket Team: ભારતની વર્લ્ડકપમાં હાર થયા બાદ કોચ રાહુલ દ્રવિડનું શું થશે? હવે ફેંસલો BCCIના હાથમાં..
Exit mobile version