Site icon

World Cup 2023: આંખોમાં આંસુ, તૂટેલા દિલ… પીએમ મોદીએ ડ્રેસિંગ રૂમમાં જઈને ટીમ ઈન્ડિયાને આ રીતે આપી હિંમત.. જુઓ વિડીયો

World Cup 2023: ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાને 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. મેચ પૂરી થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા હતા. શમી અને જાડેજાએ પીએમ સાથેની તેમની મુલાકાતની તસવીરો શેર કરી છે.

World Cup 2023 PM Modi's visit to dressing room after World Cup defeat

World Cup 2023 PM Modi's visit to dressing room after World Cup defeat

News Continuous Bureau | Mumbai

World Cup 2023: ICC ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ભારતીય ટીમને ( Team India ) 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર સાથે ભારતીય ટીમનું ત્રીજી વખત ટાઈટલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. ઓસ્ટ્રેલિયાની ( Australia ) ટીમે રેકોર્ડ છઠ્ઠી વખત આ ખિતાબ જીત્યો હતો. હાર બાદ ભારતીય ખેલાડીઓ અને પ્રશંસકોનું દિલ તૂટી ગયું હતું. કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને મોહમ્મદ સિરાજની આંખોમાં આંસુ આવી ગયા. તેની તસવીરો જોઈને ફેન્સ પણ ઈમોશનલ થઈ ગયા હતા.

Join Our WhatsApp Community

મોહમ્મદ શમી ( Mohammed Shami )  PM મોદી ને ગળે લગાવીને થઈ ગયો ભાવુક

ભારતીય ટીમની હાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( PM Narendra Modi ) પણ પોતાના ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા હતા. મોહમ્મદ શમીએ એક ફોટો પણ શેર કર્યો છે જેમાં તે વડાપ્રધાનને ગળે લગાવીને ખૂબ જ ભાવુક થઈ ગયો હતો. આ ફોટો શેર કરતી વખતે શમીએ લખ્યું, દુર્ભાગ્યે ગઈકાલે અમારો દિવસ નહોતો. હું સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન અમારી ટીમ અને મને સપોર્ટ કરવા બદલ તમામ ભારતીય પ્રશંસકોનો આભાર માનું છું. હું પીએમનો આભારી છું જેઓ ખાસ કરીને ડ્રેસિંગ રૂમમાં આવ્યા અને અમને પ્રોત્સાહિત કર્યા. અમે પાછા આવીશું.

રવિન્દ્ર જાડેજાએ ( Ravindra Jadeja ) પીએમ સાથેની મુલાકાતનો ફોટો પણ શેર કર્યો હતો. આ ફોટામાં પીએમ જાડેજા સાથે હાથ મિલાવી રહ્યા છે. જાડેજાએ લખ્યું, ‘અમારી ટૂર્નામેન્ટ ઘણી સારી હતી, પરંતુ ગઈકાલે અમે હારી ગયા. અમે બધા દુઃખી છીએ, પરંતુ લોકોનો ટેકો અમને પ્રોત્સાહિત કરી રહ્યો છે. ગઈકાલે પીએમની ડ્રેસિંગ રૂમની મુલાકાત ખાસ અને ખૂબ જ પ્રેરણાદાયી હતી.

આ સમાચાર પણ વાંચો :  Indian Cricket Team: ભારતની વર્લ્ડકપમાં હાર થયા બાદ કોચ રાહુલ દ્રવિડનું શું થશે? હવે ફેંસલો BCCIના હાથમાં..

ભારતીય ટીમ ચોથી વખત ફાઇનલમાં પહોંચી

ભારતીય ટીમ ચોથી વખત ફાઇનલમાં પહોંચી હતી. ભારતે ફાઈનલ મેચ સુધી તેની તમામ 10 મેચ જીતી લીધી હતી. બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ સતત આઠ મેચ જીતીને ફાઈનલમાં જગ્યા બનાવી હતી. ભારતીય ટીમે પ્રથમ સેમીફાઈનલ રમી હતી જેમાં તેણે ગત વખતની રનર અપ ન્યુઝીલેન્ડને 70 રનના માર્જીનથી હરાવ્યું હતું. જ્યારે કાંગારુ ટીમે બીજી સેમીફાઈનલમાં ચોકર્સ તરીકે ઓળખાતી દક્ષિણ આફ્રિકાને 3 વિકેટે હરાવી હતી.

ઓસ્ટ્રેલિયાની ટીમએ 6 વખત આ ખિતાબ જીત્યો

ઓસ્ટ્રેલિયાની ટીમ 8મી વખત ફાઈનલ રમવા આવી હતી. તેને 1975માં વેસ્ટ ઈન્ડિઝ સામે અને 1996માં શ્રીલંકા સામે બે વખત હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયાએ 1987, 1999, 2003, 2007, 2015 અને 2023માં સૌથી વધુ 6 વખત આ ખિતાબ જીત્યો હતો. તેણે 1999 થી 2007 સુધી સતત ત્રણ વખત આ ખિતાબ જીત્યો.

IND vs PAK Asia Cup: ન હાથ મિલાવ્યા, ન ડ્રેસિંગ રૂમનો દરવાજો ખોલ્યો, ભારતીય ટીમે પાકિસ્તાન ને આ રીતે દેખાડ્યું નીચું
India vs England 5th Test Match:ઇંગ્લેન્ડ vs ભારત પાંચમો ટેસ્ટ: બેન સ્ટોક્સ બહાર, ઓલી પોપ કેપ્ટન; ઇંગ્લેન્ડ ૪ ફાસ્ટ બોલર સાથે, ભારત ૩ સ્પિનર ઉતારશે?
WCL 2025 Semifinal Row:ટેરર અને ક્રિકેટ સાથે ન ચાલે! વર્લ્ડ ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં ભારત પાકિસ્તાન સામે નહીં રમે…
India vs Pakistan Match :એશિયા કપ ૨૦૨૫: ભારત-પાકિસ્તાન મેચ રદ્દ થશે કે રમાશે? વિવાદ વચ્ચે સામે આવ્યા ૨ મોટા કારણો!
Exit mobile version