Site icon

World Cup 2023: વરસાદના કારણે સેમિ ફાઇનલ મેચ અટકી, સાઉથ આફ્રિકાની ખરાબ શરૂઆત, જાણો હવે મેચ રમાશે કે નહીં?

World Cup 2023: ODI વર્લ્ડ કપ 2023ની બીજી સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાનો સામનો ઓસ્ટ્રેલિયા સામે છે. કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાનાર આ મેચ વરસાદના કારણે હાલ પુરતી રોકી દેવામાં આવી છે. દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દક્ષિણ આફ્રિકાની શરૂઆત સારી રહી ન હતી અને તેના ચાર ખેલાડીઓ જલ્દી આઉટ થઈ ગયા હતા.

World Cup 2023 : South Africa vs Australia semi-final: Rain stops play.

World Cup 2023 : South Africa vs Australia semi-final: Rain stops play.

News Continuous Bureau | Mumbai

 World Cup 2023 : વર્લ્ડ કપ 2023 ની બીજી સેમીફાઈનલ (Semi-final) આજે કોલકાતાના ઈડન ગાર્ડન્સ (Edan Garden) ખાતે દક્ષિણ આફ્રિકા અને પાંચ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહી છે. દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે

Join Our WhatsApp Community

વરસાદે ખેલ બગાડ્યો 

દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા (South Africa VS Australia) વચ્ચે ઈડન ગાર્ડન્સમાં રમાઈ રહેલી મેચમાં વરસાદે (rain) દસ્તક આપી છે. હાલ વરસાદના કારણે મેચ રોકી દેવામાં આવી છે. મેદાનને કવરથી ઢાંકી દેવામાં આવ્યું છે. તમામ ખેલાડીઓ મેદાનની બહાર નીકળી ગયા છે. 14 ઓવરની રમતમાં દક્ષિણ આફ્રિકાનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 44 રન પર પહોંચી ગયો છે.

ઓસ્ટ્રેલિયાની ટીમમાં આ બે ફેરફાર 

દક્ષિણ આફ્રિકાએ તેની પ્લેઈંગ 11માં એક ફેરફાર કર્યો છે. લુંગી નગીદીની જગ્યાએ તબરેઝ શમ્સીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ પોતાની ટીમમાં બે ફેરફાર કર્યા છે. ગ્લેન મેક્સવેલ અને મિશેલ સ્ટાર્કના સ્થાને માર્કસ સ્ટોઈનિસ અને શોન એબોટનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ODI વર્લ્ડ કપમાં, બંને ટીમો અત્યાર સુધીમાં સાત વખત આમને-સામને આવી છે અને બંનેએ ત્રણ-ત્રણ જીત નોંધાવી છે જ્યારે એક મેચ ટાઈ રહી છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 109 વનડે મેચ રમાઈ છે, જેમાંથી દક્ષિણ આફ્રિકાએ 55માં જ્યારે ઓસ્ટ્રેલિયાએ 50માં જીત મેળવી છે. ત્રણ મેચ ટાઈ અને એક અનિર્ણિત રહી છે.

આ સમાચાર પણ વાંચો : Redmi 12 : ભારતીયોમાં Xiaomi ફોનનો જબરો ક્રેઝ, માત્ર આટલા દિવસમાં વેચાઈ ગયા 30 લાખ યુનિટ!

SA vs AUS પ્લેઇંગ 11

સાઉથ આફ્રિકાના પ્લેઇંગ 11 – ક્વિન્ટન ડી કોક, ટેમ્બા બાવુમા (કેપ્ટન), રાસી વાન ડેર ડ્યુસેન, એઇડન માર્કરામ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જેન્સેન, કેશવ મહારાજ, ગેરાલ્ડ કોએત્ઝી, કાગીસો રબાડા અને તબરેઝ શમ્સી.

ઓસ્ટ્રેલિયાના પ્લેઇંગ 11 – ટ્રેવિસ હેડ, ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, સ્ટીવ સ્મિથ, માર્નસ લેબુશેન, ગ્લેન મેક્સવેલ, જોશ ઇંગ્લિસ, પેટ કમિન્સ (કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા અને જોશ હેઝલવુડ.

World Cup 2023 : ફાઇનલમાં હાર બાદ ડ્રેસિંગ રૂમમાં ગયા PM મોદી, બુમરાહને પૂછ્યો એવો સવાલ કે હસી પડ્યો ખેલાડી. જુઓ વિડીયો
World Cup 2023: આંખોમાં આંસુ, તૂટેલા દિલ… પીએમ મોદીએ ડ્રેસિંગ રૂમમાં જઈને ટીમ ઈન્ડિયાને આ રીતે આપી હિંમત.. જુઓ વિડીયો
World Cup 2023 Trophy: જોશમાં હોશ ખોઈ બેઠો ખેલાડી.. આ ઓસ્ટ્રેલિયન ખેલાડીએ વર્લ્ડ કપની ટ્રોફી પર પગ રાખીને પોતાનો ગોલ્ડ મેડલ બતાવ્યો.. લોકોએ કાઢી ઝાટકણી..
Indian Cricket Team: ભારતની વર્લ્ડકપમાં હાર થયા બાદ કોચ રાહુલ દ્રવિડનું શું થશે? હવે ફેંસલો BCCIના હાથમાં..
Exit mobile version