Site icon

World Cup 2023: સેમી ફાઈનલ પહેલા આ ભારતીય ક્રિકેટરની લાગી લોટરી, ICCએ આપી મોટી ભેટ.. જાણો વિગતે..

World Cup 2023: વર્લ્ડકપમાં ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઉપરાંત સાઉથ આફ્રિકાનો ઓપનર ક્વિન્ટન ડી કોક અને ન્યૂઝીલેન્ડનો રચિન રવિન્દ્ર શાનદાર ફોર્મમાં છે. હવે આ ત્રણ ખેલાડીઓને ઓક્ટોબર માટે ICC પ્લેયર ઓફ ધ મન્થ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે.

World Cup 2023 This Indian cricketer got a lottery before the semi-final, ICC gave a big gift..

World Cup 2023 This Indian cricketer got a lottery before the semi-final, ICC gave a big gift..

News Continuous Bureau | Mumbai

World Cup 2023: વર્લ્ડકપમાં ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ( Jasprit Bumrah ) ઉપરાંત સાઉથ આફ્રિકાનો ઓપનર ક્વિન્ટન ડી કોક ( Quinton de Kock ) અને ન્યૂઝીલેન્ડનો રચિન રવિન્દ્ર ( Rachin Ravindra ) શાનદાર ફોર્મમાં છે. હવે આ ત્રણ ખેલાડીઓને ઓક્ટોબર માટે ICC પ્લેયર ઓફ ધ મન્થ ( Player Of the Month ) માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. સાઉથ આફ્રિકાના ઓપનર ક્વિન્ટન ડી કોકે વર્લ્ડકપની 8 મેચમાં 68.75ની એવરેજથી 550 રન બનાવ્યા છે. સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં ક્વિન્ટન ડી કોક અત્યારે ટોપ પર છે.

Join Our WhatsApp Community

સાથે જ ન્યૂઝીલેન્ડનો રચિન રવિન્દ્ર સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં ત્રીજા સ્થાને છે. રચિન રવિન્દ્રએ 8 મેચમાં 74.71ની એવરેજથી 523 રન બનાવ્યા છે. આ ઉપરાંત ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે વર્લ્ડકપની 8 મેચમાં 15.43ની એવરેજથી 15 ખેલાડીઓને આઉટ કર્યા છે. જો કે, હવે આ ત્રણ ખેલાડીઓને ઓક્ટોબર માટે ICC પ્લેયર ઓફ ધ મન્થ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. આ એવોર્ડ માટે મહિનાના બીજા સોમવારે ICC એકેડમીમાં વોટિંગ કરવામાં આવશે. જો કે, તે જોવાનું રસપ્રદ રહેશે કે, ઓક્ટોબર માટે ICC પ્લેયર ઓફ ધ મન્થ માટે કયા ખેલાડીની પસંદગી થાય છે.

 2023ના વર્લ્ડ કપમાં ભારતની 8માંથી 8 મેચમાં જીત

જસપ્રીત બુમરાહ ઈજા બાદ લગભગ એક વર્ષથી ટીમની બહાર છે, પરંતુ હવે તેણે વર્લ્ડ કપમાં વાપસી કરીને તમામ ટીમોના બેટ્સમેનોના છક્કા છોડાવી દીધા હતા. બુમરાહ દરેક મેચમાં ટીમ માટે મહત્વની વિકેટ લઈ રહ્યો છે. બુમરાહે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 15 વિકેટ ઝડપી છે. ટુર્નામેન્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામેની મેચથી પોતાના ઝડપી વિકેટ લેવાના અભિયાનની શરૂઆત કરી હતી. આ મેચમાં બુમરાહે 10 ઓવરમાં માત્ર 35 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.

આ સમાચાર પણ વાંચો : Muhurat Trading 2023: આ વર્ષે શેરબજારમાં આ દિવસે કરાશે મુહૂર્ત ટ્રેડિંગ, જાણો સમય અને અન્ય વિગતો વિગતવાર અહીં…

વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. 2023ના વર્લ્ડ કપમાં ભારતની 8માંથી 8 મેચમાં જીત થઈ છે અને પોઈન્ટ ટેબલમાં નંબર વન પર છે. બેટિંગથી લઈને બોલિંગ અને ફિલ્ડિંગ સુધી ટીમ ઈન્ડિયા દરેક વિપક્ષી ટીમથી આગળ છે. અત્યાર સુધી ટીમ ઇન્ડિયાએ ટૂર્નામેન્ટમાં પોતાની તમામ મેચ જીતી છે. તમને જણાવી દઇએ કે, આ વર્લ્ડ કપ દરમિયાન ભારતીય ફાસ્ટ બોલરોના દુનિયાભરમાં વખાણ થઇ રહ્યા છે. જસપ્રિત બુમરાહની બોલિંગથી તમામ દેશોના પૂર્વ દિગ્ગજો ખૂબ જ પ્રભાવિત છે. જસપ્રિત બુમરાહ ઈજા બાદ જે રીતે પાછો ફર્યો છે તેનાથી બધા ખૂબ જ પ્રભાવિત છે.

World Cup 2023 : ફાઇનલમાં હાર બાદ ડ્રેસિંગ રૂમમાં ગયા PM મોદી, બુમરાહને પૂછ્યો એવો સવાલ કે હસી પડ્યો ખેલાડી. જુઓ વિડીયો
World Cup 2023: આંખોમાં આંસુ, તૂટેલા દિલ… પીએમ મોદીએ ડ્રેસિંગ રૂમમાં જઈને ટીમ ઈન્ડિયાને આ રીતે આપી હિંમત.. જુઓ વિડીયો
World Cup 2023 Trophy: જોશમાં હોશ ખોઈ બેઠો ખેલાડી.. આ ઓસ્ટ્રેલિયન ખેલાડીએ વર્લ્ડ કપની ટ્રોફી પર પગ રાખીને પોતાનો ગોલ્ડ મેડલ બતાવ્યો.. લોકોએ કાઢી ઝાટકણી..
Indian Cricket Team: ભારતની વર્લ્ડકપમાં હાર થયા બાદ કોચ રાહુલ દ્રવિડનું શું થશે? હવે ફેંસલો BCCIના હાથમાં..
Exit mobile version