Site icon

World Cup 2023 Trophy: જોશમાં હોશ ખોઈ બેઠો ખેલાડી.. આ ઓસ્ટ્રેલિયન ખેલાડીએ વર્લ્ડ કપની ટ્રોફી પર પગ રાખીને પોતાનો ગોલ્ડ મેડલ બતાવ્યો.. લોકોએ કાઢી ઝાટકણી..

ઓસ્ટ્રેલિયન ખેલાડીની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ ફોટોમાં તે વર્લ્ડ કપ ટ્રોફી સાથે જોવા મળી રહ્યો છે. પરંતુ તેણે જે રીતે ટ્રોફી પોતાના પગ નીચે રાખી છે તે જોઈને યુઝર્સ ગુસ્સે થઈ ગયા છે.

World Cup 2023 Trophy Viral Photo Shows Mitchell Marsh Resting His Legs On World Cup Trophy, Internet Reacts

World Cup 2023 Trophy Viral Photo Shows Mitchell Marsh Resting His Legs On World Cup Trophy, Internet Reacts

News Continuous Bureau | Mumbai

World Cup 2023 Trophy:  ODI વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને હરાવીને ફરી એકવાર વર્લ્ડ કપ જીત્યો હતો. રવિવારે (19 નવેમ્બર) ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મેચ હતી, જેમાં ભારતીય ક્રિકેટ ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. લક્ષ્યની આટલી નજીક આવ્યા બાદ ટીમ ઈન્ડિયાની હાર બાદ દેશવાસીઓમાં નિરાશાનું વાતાવરણ છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ અને ઓસ્ટ્રેલિયનો વર્લ્ડ કપની જીતનો જશ્ન મનાવી રહ્યા છે. સેલિબ્રેશનની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ જોવા મળી રહ્યા છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના ખેલાડી મિશેલ માર્શનો એક ફોટો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Join Our WhatsApp Community

મિશેલ માર્શે આ કામ કર્યું

ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને છઠ્ઠી વખત ODI વર્લ્ડ કપ ટ્રોફી જીતી છે. ઓસ્ટ્રેલિયન ટીમ એવી ટીમ છે જેણે સૌથી વધુ વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. વર્લ્ડ કપ 2023 ટ્રોફી જીત્યા બાદ મિશેલ માર્શનો એક ફોટો સામે આવ્યો છે, જેમાં તે વર્લ્ડ કપ ટ્રોફી પર પગ રાખીને આરામ કરી રહ્યો છે. તેની આ હરકતથી તેના ચાહકો ગુસ્સે થઈ ગયા છે અને તેની ઝાટકણી કાઢી રહ્યા છે.

 ચાહકોએ ઠપકો આપ્યો

એક પ્રશંસકે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે આ લોકો ટ્રોફીને લાયક નથી. તેઓએ તેનું સન્માન કરવું જોઈએ. આ ખૂબ જ શરમજનક છે. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું છે કે તેમને ટ્રોફીનું સન્માન કરવું જોઈએ. એક યૂઝરે લખ્યું છે કે ODIમાં ઓસ્ટ્રેલિયાની આ છેલ્લી ટ્રોફી છે.

ઓસ્ટ્રેલિયાએ મેચ જીતી લીધી 

ભારત સામેની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરીને 240 રન બનાવ્યા હતા. ભારત તરફથી રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાને શાનદાર શરૂઆત અપાવી હતી. તેણે 47 રન બનાવ્યા, પરંતુ તે આઉટ થતાં જ ભારતીય બેટ્સમેનો દબાણમાં આવી ગયા અને મુક્તપણે રમી શક્યા નહીં. વિરાટ કોહલીએ 54 રન બનાવ્યા હતા. કેએલ રાહુલે 66 રનનું યોગદાન આપ્યું હતું. ભારતીય ખેલાડીઓ ઓસ્ટ્રેલિયાના સ્પિનરો સામે સારું પ્રદર્શન કરી શક્યા ન હતા. ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડે 137 રન બનાવ્યા હતા અને તેના કારણે જ ઓસ્ટ્રેલિયન ટીમ મેચ જીતવામાં સફળ રહી હતી.

આ સમાચાર પણ વાંચો : SEBI-Sahara fund: સુબ્રતો રોયનુ નિધન, સરકારની તિજારીમાં 25 હજાર કરોડ… હવે રોકાણકારોનું શું? જાણો વિગતે..

 

World Cup 2023 : ફાઇનલમાં હાર બાદ ડ્રેસિંગ રૂમમાં ગયા PM મોદી, બુમરાહને પૂછ્યો એવો સવાલ કે હસી પડ્યો ખેલાડી. જુઓ વિડીયો
World Cup 2023: આંખોમાં આંસુ, તૂટેલા દિલ… પીએમ મોદીએ ડ્રેસિંગ રૂમમાં જઈને ટીમ ઈન્ડિયાને આ રીતે આપી હિંમત.. જુઓ વિડીયો
Indian Cricket Team: ભારતની વર્લ્ડકપમાં હાર થયા બાદ કોચ રાહુલ દ્રવિડનું શું થશે? હવે ફેંસલો BCCIના હાથમાં..
India Vs Australia: જાણો કોણ હતો ફાઇનલ મેચ દરમિયાન મેદાનમાં ઘૂસનારો પેલેસ્ટાઇનનો સમર્થક, ચીન સાથે પણ છે ગાઢ સંબંધ..
Exit mobile version