Site icon

World Cup 2023: WORLD CUP માં બની રહી છે સાવ અણધારી ઘટનાઓ! સૌથી મજબૂત ટીમ સૌથી પહેલા ઘરભેગી, પોઈન્ટ ટેબલમાં ધરમૂળથી ફેરફાર..જુઓ કઈ ટીમના કેવા હાલ..વાંચો વિગતે અહીં..

World Cup 2023 Unexpected events are happening in the WORLD CUP! Strongest team home first, radical change in points table..

World Cup 2023 Unexpected events are happening in the WORLD CUP! Strongest team home first, radical change in points table..

News Continuous Bureau | Mumbai 

World Cup 2023: વર્લ્ડ કપ 2023 ( World Cup 2023 ) ની 25મી મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી ગ્રાઉન્ડ ખાતે ઈંગ્લેન્ડ અને શ્રીલંકા (ENG vs SL) વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ઈંગ્લેન્ડે ( England ) ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ કેપ્ટન જોસ બટલર ( Jos Buttler ) નો આ નિર્ણય ટીમ માટે યોગ્ય સાબિત ન થયો અને ઈંગ્લેન્ડની ટીમ 33.2 ઓવરમાં 156 રન પર સમેટાઈ ગઈ હતી. 157 રનના ટાર્ગેટનો પીછો કરવા આવેલી શ્રીલંકા  (Sri Lanka )   ની ટીમે શાનદાર બેટિંગ કરી અને 8 વિકેટે મેચ જીતી હતી. અ જીત સાથે જ ટીમે વર્લ્ડ કપના પોઈન્ટ ટેબલ પર મોટી છલાંગ લગાવી છે.

જો કે વર્લ્ડ કપ 2023માં શ્રીલંકાનું પ્રદર્શન અત્યાર સુધી કંઈ ખાસ રહ્યું ન હતું. પરંતુ ઈંગ્લેન્ડ સામેની 8 વિકેટની શાનદાર જીતને કારણે શ્રીલંકાની ટીમ હવે પોઈન્ટ ટેબલ ( Point Table ) માં ચાર પોઈન્ટ સાથે પાંચમા સ્થાને પહોંચી ગઈ છે. શ્રીલંકાની ટીમ તેની આગામી મેચ 30 ઓક્ટોબરે પુણેના મેદાન પર અફઘાનિસ્તાન સામે રમવાની છે.

પાકિસ્તાનની ટીમ હવે પોઈન્ટ ટેબલ પર છઠ્ઠા સ્થાને સરકી ગઈ…

વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાન ક્રિકેટ ટીમ ( Pakistan Cricket Team ) નું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે અને ટીમને અત્યાર સુધી ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. હવે અહિયાં વાત એમ છે કે ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચેની મેચ પહેલા પાકિસ્તાનની ટીમ પોઈન્ટ ટેબલ પર ચાર પોઈન્ટ સાથે પાંચમા સ્થાને હતી. પરંતુ ઈંગ્લેન્ડ સામે શ્રીલંકાની શાનદાર જીતના કારણે પાકિસ્તાનની ટીમ હવે પોઈન્ટ ટેબલ પર છઠ્ઠા સ્થાને સરકી ગઈ છે. જ્યારે પાકિસ્તાન ટીમનો રન રેટ પણ અન્ય ટીમો કરતા ઘણો ખરાબ છે. એવું કહી શકાય કે ટીમ સેમીફાઈનલમાંથી બહાર થવાની અણી પર છે.

આ સમાચાર પણ વાંચો : Baap Of Chart : સેબીએ ‘Baap Of Chart’ ને રૂ. 17.2 કરોડનો દંડ ફટકાર્યો..

શ્રીલંકાની જીતને કારણે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને ઈંગ્લેન્ડે પણ એક-એક સ્થાન નીચે આવી છે. અફઘાનિસ્તાન સાતમા, બાંગ્લાદેશ આઠમા અને ઈંગ્લેન્ડ નવમા ક્રમે છે. બાંગ્લાદેશ અને ઈંગ્લેન્ડ સેમિફાઈનલની રેસમાંથી બહાર થવાના આરે છે. નેધરલેન્ડ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેના દસમા સ્થાને છે.

આ સાથે જ ભારત ( Team India ) 10 પોઈન્ટ સાથે ટોપ પર યથાવત છે. ભારતે તેની પાંચેય મેચ જીતી છે. સાઉથ આફ્રિકા બીજા સ્થાને અને ન્યુઝીલેન્ડ ત્રીજા સ્થાને છે. બંનેના આઠ-આઠ પોઈન્ટ છે. ઓસ્ટ્રેલિયા 6 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. જણાવી દઈએ કે તમામ 10 ટીમોએ અત્યાર સુધી પાંચ-પાંચ મેચ રમી છે.

Exit mobile version