Site icon

World Cup Final : ‘મહાસંગ્રામની રણભૂમિ’ બનશે નમો સ્ટેડિયમ, પીએમ મોદીની સાથે મેચ જોશે ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમ રિચર્ડ, અંબાણી, અદાણી અને…

World Cup Final : મજબૂત બેટિંગ યુનિટ અને મજબૂત બોલિંગ આક્રમણ સાથે ભારત સતત 10 મેચ જીતીને 12 વર્ષ બાદ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું છે. આ વર્લ્ડ કપ ફાઈનલ સુધી ભારતની અજેય સફર નીચે મુજબ હતી.

World Cup Final A Starry World Cup Final! PM Modi, Ambanis Likely To Grace Ahmedabad Stadium

World Cup Final A Starry World Cup Final! PM Modi, Ambanis Likely To Grace Ahmedabad Stadium

News Continuous Bureau | Mumbai

World Cup Final : ICC વર્લ્ડ કપની ( ICC World Cup ) ફાઈનલ રવિવારે 19મી નવેમ્બરે અમદાવાદમાં ( Ahmedabad ) ભારત અને ઓસ્ટ્રેલિયા ( Ind Vs Aus ) વચ્ચે મોટી મેચ રમાવા જઈ રહી છે. વર્લ્ડકપની આ ફાઈનલ મેચ જોવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( PM Narendra Modi ) પણ જશે. સૂત્રોએ પુષ્ટિ કરી છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 19 નવેમ્બરના રોજ અમદાવાદની મુલાકાત લેશે, જ્યાં તેઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ( Narendra Modi Stadium ) બેસીને ભારત અને ઓસ્ટ્રેલિયાની ફાઇનલ મેચ જોશે. સૂત્રોએ એમ પણ જણાવ્યું છે કે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન ( Australian PM ) પણ આ ફાઈનલ મેચ જોવા આવી શકે છે. જોકે, અત્યાર સુધી ઓસ્ટ્રેલિયાના પીએમને લઈને કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

Join Our WhatsApp Community

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને વર્લ્ડ કપ મેચ જોવા માટે આમંત્રણ મોકલ્યું

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારત સરકારે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસને ( Anthony Albanese ) ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ મેચ જોવા માટે આમંત્રણ મોકલ્યું છે. આટલું જ નહીં ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે અને માનવામાં આવી રહ્યું છે કે બંને મેચ જોવા માટે અમદાવાદ આવશે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ દરમિયાન સ્ટેડિયમમાં હાજર રહેશે. હાલમાં ઓસ્ટ્રેલિયન પીએમના આગમનને લઈને સત્તાવાર પુષ્ટિની રાહ જોવાઈ રહી છે.

બોલિવૂડ અભિનેતા આવે તેવી શક્યતા

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પીએમ મોદી ઉપરાંત ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી પણ હાજર રહેશે. આ સિવાય બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર અને અજય દેવગન પણ ફાઈનલ મેચ જોવા આવે તેવી શક્યતા છે.

નોંધનીય છે કે, મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી સેમીફાઈનલમાં ભારતે ન્યુઝીલેન્ડને 70 રને હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ભારતે ટોસ જીતીને ચાર વિકેટે 397 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 48.5 ઓવરમાં 327 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. આ પહેલા ભારતે મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં શ્રીલંકાને હરાવીને ODI ક્રિકેટ વર્લ્ડ કપ 2011 જીત્યો હતો.

આ સમાચાર પણ વાંચોઃ Uttarkashi Tunnel : ટનલમાં હજુ ફસાયા છે 40 મજૂરો, અમેરિકન મશીનો વડે સુરંગમાં 30 મીટર ડ્રિલિંગ.. કરાઈ આ ખાસ તૈયારી..

વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચવાની સફર

ભારતે સતત તમામ મેચ જીતી છે. ભારતે તેની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને છ વિકેટે હરાવ્યું હતું. બીજી મેચમાં ભારતે અફઘાનિસ્તાનને દિલ્હીમાં આઠ વિકેટે હરાવ્યું હતું. ત્રીજી મેચમાં ભારતે પાકિસ્તાનને સાત વિકેટે હરાવ્યું હતું.

તેમજ ચોથી મેચમાં ભારતે બાંગ્લાદેશને સાત વિકેટે હરાવ્યું હતું. ત્યારબાદ ધર્મશાલામાં ભારતે ન્યૂઝીલેન્ડને ચાર વિકેટે હરાવ્યું હતું. લખનૌમાં છઠ્ઠી મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 100 રનથી હરાવ્યું હતું. આ સિવાય ભારતે શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડને હરાવ્યું છે.

તમને જણાવી દઈએ કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ આ પહેલા 2003માં રમાઈ હતી, પરંતુ ભારતીય ટીમ આ મેચ હારી ગઈ હતી. આવી સ્થિતિમાં બંને ટીમો 20 વર્ષ બાદ ફરી એકવાર વર્લ્ડ કપ ટ્રોફી માટે ટકરાશે.

World Cup 2023 : ફાઇનલમાં હાર બાદ ડ્રેસિંગ રૂમમાં ગયા PM મોદી, બુમરાહને પૂછ્યો એવો સવાલ કે હસી પડ્યો ખેલાડી. જુઓ વિડીયો
World Cup 2023: આંખોમાં આંસુ, તૂટેલા દિલ… પીએમ મોદીએ ડ્રેસિંગ રૂમમાં જઈને ટીમ ઈન્ડિયાને આ રીતે આપી હિંમત.. જુઓ વિડીયો
World Cup 2023 Trophy: જોશમાં હોશ ખોઈ બેઠો ખેલાડી.. આ ઓસ્ટ્રેલિયન ખેલાડીએ વર્લ્ડ કપની ટ્રોફી પર પગ રાખીને પોતાનો ગોલ્ડ મેડલ બતાવ્યો.. લોકોએ કાઢી ઝાટકણી..
Indian Cricket Team: ભારતની વર્લ્ડકપમાં હાર થયા બાદ કોચ રાહુલ દ્રવિડનું શું થશે? હવે ફેંસલો BCCIના હાથમાં..
Exit mobile version