Site icon News Continuous Bureau | Mumbai

IND V/S PAK: અમદાવાદની ભારત-પાક મેચ માટે મુંબઈથી દોડશે 2 સ્પેશ્યલ ટ્રેન, આજથી બુકિંગ શરૂ, જાણો ગુજરાતમાં ક્યાં-ક્યાં ઊભી રહેશે? વાંચો વિગતે અહીં..

IND V/S PAK: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત પાકિસ્તાન વચ્ચે મેચ રમાવવાની છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ગુજરાત બહારથી પણ આવવાના છે. ફ્લાઈટો ફુલ છે અને ટ્રેનમાં પણ વેટીંગ શરુ થઇ ગયું છે, ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવશે….

IND VS PAK 2 special trains will run from Mumbai for the India-Pak match in Ahmedabad, booking starts from today

IND VS PAK 2 special trains will run from Mumbai for the India-Pak match in Ahmedabad, booking starts from today

News Continuous Bureau | Mumbai 

IND V/S PAK: અમદાવાદ (Ahmedabad) ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં ભારત પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચે મેચ રમાવવાની છે. જેને લઈને તૈયારીઓ ચાલી રહી છે. સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. સાથે મેચ જોવા આવનાર લોકો માટે પાણી અને પાર્કિગ તેમજ સ્ટેડિયમ સુધી પહોંચવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકો ગુજરાત બહારથી પણ આવવાના છે. ફ્લાઈટો ફુલ છે અને ટ્રેનમાં પણ વેટીંગ શરુ થઇ ગયું છે, ત્યારે પશ્ચિમ રેલવે (Western Railway) દ્વારા સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ( Superfast Special Train ) દોડાવશે.

Join Our WhatsApp Channel

અમદાવાદમાં યોજાનારી ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ ( Cricket match ) જોવા આવતા ક્રિકેટ ચાહકોના વધારાની ભીડને સમાવવા માટે પશ્ચિમ રેલવે મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે વિશેષ ભાડા પર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનોની જોડી ચલાવશે. આ ટ્રેન નંબર 09013/09014 મુંબઈ સેન્ટ્રલ- અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ અને ટ્રેન નંબર 09013 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ સ્પેશિયલ મુંબઈ સેન્ટ્રલ શુક્રવાર, 13 ઓક્ટોબર, 2023ના રોજ 21.30 કલાકે ઉપડશે. જે બીજા દિવસે 05.30 કલાકે અમદાવાદ પહોંચશે.

 બુકિંગ 12 ઓક્ટોબર 2023થી શરુ…

તેવી જ રીતે, ટ્રેન નંબર 09014 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ અમદાવાદથી રવિવાર, 15 ઓક્ટોબર 2023ના રોજ 04.00 કલાકે ઉપડશે અને તે જ દિવસે 12.10 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં દાદર, બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, નવસારી, સુરત અને વડોદરા જંકશન સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે.

આ સમાચાર પણ વાંચો : TV Sale: પિતૃપક્ષ દરમિયાન ટીવી કંપનીઓ લાવી બમ્પર સેલ, બજારમાં ટીવીની જબરદસ્ત માંગ.. જાણો શું છે કારણ.. વાંચો વિગતે અહીં..

ટ્રેન નંબર 09013 અને 09014 માટે બુકિંગ 12 ઓક્ટોબર 2023થી તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ઉપરોક્ત ટ્રેન વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન તરીકે દોડશે. સ્ટોપેજ અંગેની વિગતવાર માહિતી www.enquiry.indianrail.gov.in પરથી જાણી શકાશે.

Women’s Asia Cup India Vs Pakistan મહિલા એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે મહામુકાબલો; ક્યારે અને ક્યાં લાઈવ જોઈ શકાશે મેચ?
Asian Games 2026 ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર હેડ કોચ તરીકે ગૌતમ ગંભીરના બદલે આ ખેલાડી નું નામ નક્કી, શ્રેયસ અય્યરને સોંપાઈ કમાન
MS Dhoni Refuses Impact Player Rule ધોનીનો મોટો ખુલાસો ‘હું ઇમ્પેક્ટ પ્લેયર નહીં બનું’, તો પછી IPL 2027 માં કઈ ભૂમિકામાં દેખાશે ‘ચેમ્પિયન’?
BCCI Meeting હિટમેનનું ફ્યુચર શું? કાલે BCCIની હાઈપ્રોફાઈલ મીટિંગ, રોહિત શર્માના વનડે કરિયર પર સૌની નજર
Exit mobile version