Site icon

IND vs AFG: રોહિત શર્મા હવે આ શરમજનક રેકોર્ડની સૌથી નજીક…. આ સિદ્ધી હાંસલ કરી રચશે ઈતિહાસ.. જાણો શું છે આ ખાસ રેકોર્ડ…

IND vs AFG : રોહિત શર્મા રવિવારે ઇન્દોરમાં અફઘાનિસ્તાન સામે T20 માં શૂન્ય પર ફરી એક વખત આઉટ થતા પેવેલિયન પરત ફર્યો હતો. લાંબા સમય પછી, T20 રમી રહેલ રોહિત શર્મા પહેલા જ બોલ પર બોલ્ડ થયો હતો.

IND vs AFG Rohit Sharma is now the closest to this shameful record.. will make this special record in his name.

IND vs AFG Rohit Sharma is now the closest to this shameful record.. will make this special record in his name.

News Continuous Bureau | Mumbai

IND vs AFG : રોહિત શર્મા ( Rohit Sharma ) રવિવારે ઇન્દોરમાં અફઘાનિસ્તાન ( Afghanistan ) સામે T20 માં શૂન્ય પર ફરી એક વખત આઉટ થતા પેવેલિયન પરત ફર્યો હતો. લાંબા સમય પછી, T20 રમી રહેલ રોહિત શર્મા પહેલા જ બોલ પર બોલ્ડ થયો હતો. ફઝલહક ફારુકીએ ( fazalhaq farooqi ) રોહિતને પહેલા જ બોલ પર આઉટ કર્યો હતો. આ સીરીઝની પ્રથમ મેચ વખતે મોહાલી T20માં પણ રોહિત ખાતુ ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. બેક ટુ બેક શૂન્ય પર આઉટ થવાને કારણે તે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ( T20  international cricket )  શરમજનક રેકોર્ડ બનાવવા તરફ આગળ વધી રહ્યો છે. જેમાં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થવાનો રેકોર્ડ છે.

Join Our WhatsApp Community

રોહિત શર્મા અત્યાર સુધી T20 ઈન્ટરનેશનલમાં 12 વખત શૂન્ય પર આઉટ થયો છે. તે હવે ટી20 ક્રિકેટના ( T20 cricket ) આ ફોર્મેટમાં સૌથી વધુ વખત શૂન્ય પર પેવેલિયન પરત ફરવાના મામલે બીજા ક્રમે આવી ગયો છે. આ રેકોર્ડમાં આયર્લેન્ડનો પોલ સ્ટર્લિંગ પ્રથમ સ્થાને છે. પોલ 13 વખત શૂન્ય પર પોતાની વિકેટ ગુમાવી ચૂક્યો છે. એટલે કે રોહિત શર્મા આ લિસ્ટમાં ટોપ પર આવવામાં પાછળ નથી. આવી સ્થિતિમાં, તે T20માં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થવાના અનિચ્છનીય રેકોર્ડની ખૂબ નજીક આવી ગયો છે.

 રોહિત શર્મા લાંબા સમય બાદ T20 ઈન્ટરનેશનલમાં પરત ફર્યો છે..

રોહિત શર્મા લાંબા સમય બાદ T20 ઈન્ટરનેશનલમાં પરત ફર્યો છે. તે અફઘાનિસ્તાન સીરીઝમાં જ ભારતની T20 ટીમમાં પરત ફર્યો છે. આ પહેલા તે T20 વર્લ્ડ કપ 2022માં જોવા મળ્યો હતો. એટલે કે તે એક વર્ષથી વધુ સમયથી T20 ઈન્ટરનેશનલથી દૂર હતો. ટી20 વર્લ્ડ કપ 2024ને ધ્યાનમાં રાખીને ભારતીય પસંદગીકારોએ રોહિતને ક્રિકેટના આ સૌથી ટૂંકા ફોર્મેટમાં પરત લાવવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  Indigo Slap Video: દિલ્હીમાં ઈન્ડિગોની ફલાઈમાં વિલંબ થવા બદલ પેસેન્જર થયો ગુસ્સે.. પછી પાયલટને માર્યો થપ્પડ.. જુઓ વિડીયો..

ઈન્દોરમાં આયોજિત T20 મેચમાં રોહિત શર્માએ પણ મોટી સિદ્ધિ હાંસલ કરી હતી. રોહિતે અત્યાર સુધીમાં 150 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 30.82ની એવરેજ અને 139ની સ્ટ્રાઈક રેટથી 3853 રન બનાવ્યા છે. તેણે T20માં 4 સદી અને 29 અડધી સદી પણ ફટકારી છે.

Saina Nehwal Retirement: ઓલિમ્પિક મેડલિસ્ટ સાયના નેહવાલે બેડમિન્ટનમાંથી સત્તાવાર સંન્યાસ જાહેર કર્યો; ભારતીય સ્પોર્ટ્સના એક યુગનો અંત.
ICC vs BCB: ભારત પ્રવાસના વિરોધ વચ્ચે ICC અધિકારીઓ બાંગ્લાદેશ દોડ્યા, વર્લ્ડ કપ પર ઘેરાતું સંકટ ટળશે?
Asian Games 2026: એશિયન ગેમ્સ 2026 નું શેડ્યૂલ જાહેર: જાપાનમાં જામશે ક્રિકેટનો જંગ, જાણો ક્યારે રમાશે ભારતની મેચો.
T20 World Cup 2026: શું ભારતની બહાર રમાશે બાંગ્લાદેશની મેચો? વેન્યુ વિવાદમાં આવ્યો નવો વળાંક.
Exit mobile version