Site icon News Continuous Bureau | Mumbai

IND vs ENG 2nd Test: ઈંગ્લેંડ સામેની બીજી ટેસ્ટ મેચમાં રવિચંદ્રન અશ્વિન પાસે માત્ર એક બે નહીં પરંતુ આટલા રેકોર્ડ બનાવવાની છે તક..

IND vs ENG 2nd Test: પ્રથમ ટેસ્ટ મેચમાં ભારત ઈંગ્લેડથી પરાસ્ત થયું હતું. તો હવે બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ જીતવા માટે કમર કસી છે. ત્યારે ભારતીય દિગ્ગજ સ્પીનર પણ આ ટેસ્ટ મેચમાં તેનો એક મહત્ત્વપૂર્ણ રેકોર્ડ તોડવાની અણી પર છે..

IND vs ENG 2nd Test In the second Test match against England, Ravichandran Ashwin has a chance to make not one or two but 3 records..

IND vs ENG 2nd Test In the second Test match against England, Ravichandran Ashwin has a chance to make not one or two but 3 records..

News Continuous Bureau | Mumbai 

IND vs ENG 2nd Test: ટીમ ઈન્ડિયા વિશાખાપટ્ટનમમાં શ્રેણીની બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડનો ( England ) સામનો કરવા માટે કમર કસી રહી છે, ત્યારે બધાની નજર ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન ( Ravichandran Ashwin ) પર રહેશે. દિગ્ગજ ભારતીય બોલર રવિચંદ્ર અશ્વિન 496 ટેસ્ટ વિકેટ ( Wickets ) સાથે તેની ટોચ પર ઊભો છે. આમાં વધુ ચાર વિકેટ સાથે તે 500 વિકેટની ક્લબમાં પ્રવેશ કરનારો એકમાત્ર બીજો ભારતીય બોલર ( Indian bowler ) બની જશે.

Join Our WhatsApp Channel

વાસ્તવમાં, રવિચંદ્રન અશ્વિનની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ સ્પિનરોમાં થાય છે. તેની બોલિંગ સામે મોટા દિગ્ગજ ક્રિકેટ બેટ્સમેનો (  Cricket batsmen ) પણ ક્રિઝ પર વધુ ટકી શકતા નથી. જ્યારે તે તેના ફોમમાં હોય છે, ત્યારે તે કોઈપણ સારુ રમી રહેલા બેટ્સમેનને આઉટ કરી શકે છે.

 અનિલ કુંબલેને પાછળ છોડવાની આ ટેસ્ટ મેચમાં મળશે તક….

ઉલ્લેખનીય છે કે, પ્રથમ ટેસ્ટ મેચમાં ( IND vs ENG ), આર અશ્વિને ઈંગ્લેન્ડ સામે કુલ 6 વિકેટ લીધી હતી. તે મેચમાં ઈંગ્લેન્ડે ભારતને ( Team India ) 28 રને હરાવ્યું હતું. હવે આર અશ્વિન બીજી ટેસ્ટ મેચમાં ઈતિહાસ રચવાની અણી પર છે. જેનાથી તે ટેસ્ટ ક્રિકેટમાં એક નહીં પરંતુ ત્રણ રેકોર્ડ તોડી શકે છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai: ન્યાયાધીશને ટાર્ગેટ કરી ખોટા આક્ષેપો મૂકવા બદલ બોમ્બે હાઈકોર્ટે આટલા વકીલો સામે જારી કરી નોટીસો.. શરુ થશે હવે કાર્યવાહી..

આ અનુભવી સ્પિનરના નામે 96 ટેસ્ટ મેચોમાં 496 વિકેટ છે. જો તે 4 વિકેટ લેશે તો તે 500 ટેસ્ટ વિકેટ પૂરી કરશે. આ કિસ્સામાં, તે મહાન અનિલ કુંબલે પછી આવું કરનાર બીજો ભારતીય બોલર બનશે. પૂર્વ ભારતીય કેપ્ટન અનિલ કુંબલેએ પોતાની 105મી ટેસ્ટ મેચમાં 500 ટેસ્ટ વિકેટ લીધી હતી. જ્યારે આર અશ્વિન પોતાની 97મી મેચમાં આ રેકોર્ડ બનાવીને કુંબલેને પાછળ છોડી શકે છે.

જો આપણે અનિલ કુંબલેની વાત કરીએ તો તેણે 132 ટેસ્ટ મેચમાં 619 વિકેટ લઈને પોતાના શાનદાર ટેસ્ટ કરિયરનો અંત કર્યો હતો. અશ્વિનને આ રેકોર્ડ સુધી પહોંચવામાં ઘણો સમય લાગશે, પરંતુ અશ્વિન ટૂંક સમયમાં 500નો આંકડો પૂરો કરશે, જ્યારે શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી મુરલી મુરલીધરનના નામે 500 ટેસ્ટ વિકેટનો એકંદર રેકોર્ડ છે. આ સાથે અશ્વિન ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચમાં 100 અને તેથી વધુ વિકેટ લેવાથી 6 વિકેટ દૂર છે. આવું કરનાર તે પ્રથમ ભારતીય અને એકંદરે બીજો બોલર બનશે.

  આ ટેસ્ટ મેચમાં વધુ બે રેકોર્ડ બનાવી શકે છે…

ઉલ્લેખનીય છે કે, ભારતીય ધરતી પર અત્યાર સુધી સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ અનિલ કુંબલેના નામે છે. તેણે ભારતની ધરતી પર 350 વિકેટ લીધી છે. જ્યારે અશ્વિનના નામે 56 ટેસ્ટ મેચોમાં 343 વિકેટ છે. અશ્વિન 8 વિકેટ લેતાની સાથે જ કુંબલેને પાછળ છોડી દેશે અને પોતાના હોમ ગ્રાઉન્ડ પર સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર બોલર બની શકે છે.

તે ઉપરાંત રવિચંદ્રન અશ્વિને ઈંગ્લેન્ડ સામે અત્યાર સુધી રમાયેલી 20 ટેસ્ટ મેચમાં 93 વિકેટ લીધી છે. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ અત્યાર સુધી ભાગવત ચંદ્રશેખરના નામે છે. તેણે 23 ટેસ્ટ મેચમાં 95 વિકેટ લીધી છે. રવિચંદ્રન અશ્વિન બીજી ટેસ્ટ મેચમાં માત્ર 3 વિકેટ લઈને તેને પણ પાછળ છોડી શકે છે. આમ તે આ મેચમાં કુલ ત્રણ રેકોર્ડ તોડી શકે છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai: અહેમદનગરમાં વકીલ દંપતીની હત્યા પર મુંબઈનું સિટી સિવિલ એન્ડ સેશન્સ બાર એસોસિએશન આજે કોર્ટના કામકાજથી રહેશે દુર.. આ સ્થળથી ચાલુ કર્યું વિરોધ પ્રદર્શન..

ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનારા સ્પિનરોની યાદી

મુથૈયા મુરલીધરન (શ્રીલંકા) – 800
શેન વોર્ન (ઓસ્ટ્રેલિયા) – 708
અનિલ કુંબલે (ભારત) – 619
નાથન લિયોન (ઓસ્ટ્રેલિયા) – 517
રવિચંદ્રન અશ્વિન (ભારત) – 496*

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

India’s Victory ભારતનો શાનદાર વિજય અફઘાનિસ્તાન સામે ૧૦૧ રનથી મેળવી ભવ્ય જીત..
Lionel Messi FIFA World Cup Record Goals ઇતિહાસના પાના પર ફરી લખાયું મેસીનું નામ! ફિફા વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલનો રેકોર્ડ તોડી રચ્યો નવો કીર્તિમાન
Women’s T20 World Cup 2026 મહિલા T20 વર્લ્ડ કપ જીતવા ભારતીય ટીમ તૈયાર, પાકિસ્તાન સામે પ્રથમ ટક્કર.
Shreyas Iyer’s New Luxury Home કેપ્ટન બનતાં જ શ્રેયસ અય્યરનું નવું સાહસ મુંબઈના પોશ વિસ્તાર વરલીમાં ખરીદ્યો લક્ઝરી ફ્લેટ.
Exit mobile version