Site icon News Continuous Bureau | Mumbai

T20 World Cup: ભારત-ઈંગ્લેન્ડ સેમીફાઈનલ પર તોળાયું સંકટ: જો મેચ રદ થાય તો ટીમ ઈન્ડિયા થશે બહાર; જાણો ICC ના કયા નિયમથી ઈંગ્લેન્ડને મળશે ફાઈનલની ટિકિટ.

વાનખેડેમાં ૫ ફેબ્રુઆરીએ જંગ; રિઝર્વ ડે પર પણ જો મેચ રદ થાય તો સુપર-૮ ના પોઈન્ટ ટેબલના આધારે લેવાશે નિર્ણય, ઈંગ્લેન્ડ પોઈન્ટ ટેબલમાં ટોપ પર હોવાથી મળી શકે છે ફાયદો.

T20 World Cup ભારત-ઈંગ્લેન્ડ સેમીફાઈનલ પર તોળાયું સંકટ જો મેચ રદ થાય તો

T20 World Cup ભારત-ઈંગ્લેન્ડ સેમીફાઈનલ પર તોળાયું સંકટ જો મેચ રદ થાય તો

News Continuous Bureau | Mumbai
T20 World Cup 2026ના સેમીફાઈનલ સમીકરણો નક્કી થઈ ગયા છે. ભારતનો સામનો ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ સામે થવાનો છે. ગ્રુપ સ્ટેજ અને સુપર-૮ રાઉન્ડમાં જો મેચ રદ થાય તો બંને ટીમોને ૧-૧ પોઈન્ટ મળે છે, પરંતુ સેમીફાઈનલ નૉકઆઉટ હોવાથી અહીં વિજેતા નક્કી કરવો અનિવાર્ય છે. ICCએ આ મેચ માટે ‘રિઝર્વ ડે’ રાખ્યો છે, પરંતુ જો રિઝર્વ ડે પર પણ પરિણામ ન આવે તો ગણિત બદલાઈ જશે. ICC ના નિયમો મુજબ, જો સેમીફાઈનલ મેચ વરસાદ અથવા અન્ય કોઈ કારણોસર રદ થાય અને રિઝર્વ ડે પર પણ રમાઈ ન શકે, તો સુપર-૮ રાઉન્ડમાં કઈ ટીમ કયા ક્રમે હતી તેના આધારે નિર્ણય લેવામાં આવશે. સુપર-૮ ના પોઈન્ટ ટેબલમાં જે ટીમ પોતાના ગ્રુપમાં ટોપ (નંબર ૧) પર રહી હતી, તેને ફાઈનલની ટિકિટ મળશે.

ભારત કેમ થઈ શકે છે બહાર?

સુપર-૮ રાઉન્ડમાં ઈંગ્લેન્ડની ટીમ ગ્રુપ ૨ માં પ્રથમ ક્રમે રહી હતી. બીજી તરફ, ટીમ ઈન્ડિયાએ ગ્રુપ ૧ માં બીજા ક્રમે રહીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી હતી. આવી સ્થિતિમાં જો વાનખેડેમાં રમાનારી સેમીફાઈનલ રદ થાય, તો ઈંગ્લેન્ડ સીધું ફાઈનલમાં પહોંચી જશે અને ભારતે એક પણ બોલ રમ્યા વગર ટુર્નામેન્ટમાંથી બહાર થવું પડશે. ભારત માટે આ ૨૦૧૯ ના વનડે વર્લ્ડ કપ અને ૨૦૨૨ ના ટી૨૦ વર્લ્ડ કપ જેવી જ મુશ્કેલ સ્થિતિ સર્જી શકે છે.

Join Our WhatsApp Channel

પ્રથમ સેમીફાઈનલ: સાઉથ આફ્રિકા વિ. ન્યૂઝીલેન્ડ

ટુર્નામેન્ટની પ્રથમ સેમીફાઈનલ ૪ માર્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે. જો આ મેચ રદ થાય તો સાઉથ આફ્રિકાને ફાયદો થશે. સાઉથ આફ્રિકા સુપર-૮ ના ગ્રુપ ૧ માં ટોપ (નંબર ૧) પર રહ્યું હતું, જ્યારે ન્યૂઝીલેન્ડે બીજા ક્રમે રહીને ક્વોલિફાઈ કર્યું હતું. તેથી, મેચ ધોવાઈ જવાના કિસ્સામાં સાઉથ આફ્રિકા ફાઈનલમાં પ્રવેશશે.

આ સમાચાર પણ વાંચો : Iran vs GCC Countries Conflict 2026: ઈરાનને પડોશી મુસ્લિમ દેશો પર હુમલો કરવો ભારે પડ્યો: GCC ના 6 દેશોએ આપી વળતા પ્રહારની ચેતવણી; UAE એ ઈરાનના રાજદૂતને તેડાવ્યા.

વાનખેડેમાં વરસાદની સંભાવના?

મુંબઈમાં અત્યારે ઠંડી અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષની વાતાવરણ પર અસર જોવા મળી શકે છે. જોકે, ફેબ્રુઆરીમાં મુંબઈમાં વરસાદની શક્યતા ઓછી હોય છે, પરંતુ જો ખરાબ પ્રકાશ અથવા અન્ય કોઈ કારણોસર મેચ અટકે તો ICC એ વધારાનો સમય અને રિઝર્વ ડે ફાળવ્યો છે. ભારતીય ચાહકો ઈચ્છશે કે મેચ આખી રમાય અને મેદાન પર જ હાર-જીતનો ફેંસલો થાય.

Cricket Scandal શ્રીલંકામાં ક્રિકેટ જગતમાં મોટો ભૂકંપ, ભારતના અન્ડર19 વર્લ્ડ કપ હીરો મનજોત કાલરાની ધરપકડ; લાગ્યા ગંભીર આરોપો ..
Shoaib AkhtarAsif Drug Allegation પાકિસ્તાની ક્રિકેટરોની ‘ડાર્ક સાઈડ’!  ‘શોએબઆસિફ ભારત આવતા ત્યારે ડ્રગ્સ સાથે લાવતા હતા’.  પૂર્વ અધિકારીના દાવાથી હોબાળો
INDW vs ENGW Historic Win ઈંગ્લેન્ડના સપના ચકનાચૂર ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, મેદાનમાં ગુંજ્યો ભારતનો જયજયકાર.
Abhishek Sharma World Record ઈંગ્લેન્ડ સામે અભિષેક શર્માનો વિસ્ફોટક વર્લ્ડ રેકોર્ડ, ટી૨૦માં સૌથી ઝડપી ૧૦૦ સિક્સર ફટકારવાનો ઈતિહાસ રચ્યો
Exit mobile version