Site icon

IND vs NED: શુભમન ગિલે એવી લાંબી સિક્સર ફટકારી કે બોલ સીધો સ્ટેડિયમની બહાર.. જુઓ વીડિયો.

IND vs NED: ટીમ ઈન્ડિયા-નેધરલેન્ડ ICC ODI વર્લ્ડ કપ 2023ના લીગ રાઉન્ડની છેલ્લી મેચ રમી હતી. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રોહિત શર્મા -શુબમન ગિલની ઓપનિંગ જોડીએ ઓપનિંગ સદીની ભાગીદારી કરીને ટીમ ઈન્ડિયા માટે મજબૂત શરૂઆત કરી હતી. આ દરમિયાન શુભમન ગિલ નેધરલેન્ડ સામે 95 મીટર લાંબો સિક્સ ફટકાર્યો હતો…

IND vs NED: Shubman Gill hits such a long six that the ball goes straight outside the stadium.. watch video..

IND vs NED: Shubman Gill hits such a long six that the ball goes straight outside the stadium.. watch video..

News Continuous Bureau | Mumbai 

IND vs NED: ટીમ ઈન્ડિયા-નેધરલેન્ડ ICC ODI વર્લ્ડ કપ 2023ના લીગ રાઉન્ડની છેલ્લી મેચ રમી હતી. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રોહિત શર્મા -શુબમન ગિલની ઓપનિંગ જોડીએ ઓપનિંગ સદીની ભાગીદારી કરીને ટીમ ઈન્ડિયા માટે મજબૂત શરૂઆત કરી હતી. આ ભાગીદારી દરમિયાન શુભમન ગિલે અડધી સદી ફટકારી હતી. આ દરમિયાન શુભમન ગીલે એવો શોટ માર્યો હતો જે સોશિયલ મીડિયા પર ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. શુભમન ગિલ નેધરલેન્ડ સામે 95 મીટર લાંબો સિક્સ ફટકાર્યો  હતો.  શુભમને ફટકારેલો સિક્સ એટલો જોરદાર હતો કે બોલ સીધો સીધો બહાર ચાલ્યો ગયો હતો.જ્યારે ટીમ ઈન્ડિયાની ઈનિંગની ત્રીજી ઓવર ફેંકવા માટે નેધરલેન્ડથી આર્યન દત્ત આવ્યો હતો. આ ઓવરના છઠ્ઠા બોલ પર શુભમન ક્રિઝની બહાર આવ્યો અને લોંગ ઓન પર એક જબરદસ્ત સિક્સર ફટકાર્યો હતો. શુભમને તેને એટલો જોરથી ફટકાર્યો કે કોમેન્ટેટર્સે કહ્યું કે બોલ સીધો પાર્કિંગમાં ગયો છે.

Join Our WhatsApp Community

 

ઓપનિંગ જોડીએ નેધરલેન્ડ સામે સદીની ભાગીદારી કરી હતી..

 

શુભમને નેધરલેન્ડ સામે અડધી સદી ફટકારી હતી. પરંતુ શુભમન આ અડધી સદીને સદીમાં ફેરવવામાં નિષ્ફળ રહ્યો હતો. શુભમન અડધી સદી બાદ આઉટ થયો હતો. શુબમનની ODI કારકિર્દીની આ 12મી અડધી સદી હતી. શુભમને 32 બોલમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 51 રન બનાવ્યા હતા.આ દરમિયાન રોહિત-શુબમનની ઓપનિંગ જોડીએ નેધરલેન્ડ સામે સદીની ભાગીદારી કરી હતી. બંનેએ વર્ષ 2023માં પાંચમી વખત સદીની ભાગીદારી કરી છે. રોહિત અને શુભમનની જોડીએ અત્યાર સુધી ટીમ ઈન્ડિયા માટે નિર્ણાયક ભૂમિકા ભજવી છે.


ટીમ ઈન્ડિયા પ્લેઈંગ ઈલેવન | રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજ.

આ સમાચાર પણ વાંચો : World Cup 2023: વર્લ્ડકપના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું, ભારતના ટોપ-5 બેટ્સમેનોએ બનાવ્યો આ મોટો રેકોર્ડ.. જાણો શું છે આ રેકોર્ડ.. વાંચો અહીં..

નેધરલેન્ડ પ્લેઈંગ ઈલેવન | સ્કોટ એડવર્ડ્સ (કેપ્ટન અને વિકેટકીપર), વેસ્લી બારેસી, મેક્સ ઓ’ડાઉડ, કોલિન એકરમેન, સાયબ્રાન્ડ એન્જેલબ્રેક્ટ, બાસ ડી લીડે, તેજા નિદામાનુરુ, લોગાન વાન બીક, રોલોફ વાન ડેર મેરવે, આર્યન દત્ત અને પોલ વાન મીકરેન.

Ishan Kishan: ઈશાન કિશનની તોફાની ઈનિંગ બાદ સૂર્યાએ કેમ લીધી તેની ‘ફિરકી’? કેપ્ટનનો જવાબ સાંભળીને તમે પણ હસી પડશો
ICC vs BCB: ભારત પ્રવાસના વિરોધ વચ્ચે ICC અધિકારીઓ બાંગ્લાદેશ દોડ્યા, વર્લ્ડ કપ પર ઘેરાતું સંકટ ટળશે?
T20 World Cup 2026: શું ભારતની બહાર રમાશે બાંગ્લાદેશની મેચો? વેન્યુ વિવાદમાં આવ્યો નવો વળાંક.
Tilak Varma Injury: તિલક વર્મા ઈજાગ્રસ્ત, ન્યૂઝીલેન્ડ સીરીઝમાંથી બહાર, હવે વર્લ્ડ કપમાં કોણ લેશે તેનું સ્થાન?
Exit mobile version