Site icon

IND vs PAK : ભારત-પાકિસ્તાનની મેચ માટે રાહ જોતા ફેન્સ માટે માઠા સમાચાર, વરસાદ બની શકે છે વિલન, જાણો મેચ રદ થશે તો શું થશે..

IND vs PAK : ભારત અને પાકિસ્તાન વચ્ચે સુપર ફોરની મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. આ મેચ સિવાય સુપર ફોરની કોઈપણ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી.

IND vs PAK : ACC Announces Reserve Day For India vs Pakistan Match Amid Rain Threat In Colombo

IND vs PAK : ભારત-પાકિસ્તાનની મેચ માટે રાહ જોતા ફેન્સ માટે માઠા સમાચાર, વરસાદ બની શકે છે વિલન, જાણો મેચ રદ થશે તો શું થશે..

News Continuous Bureau | Mumbai 

IND vs PAK : એશિયા કપ 2023ની ત્રીજી સુપર ફોર મેચ ભારત અને પાકિસ્તાન ( IND vs PAK ) વચ્ચે રમાશે. આ મેચ રવિવારે કોલંબોમાં રમાશે. આ મેચને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી આ મેચ ( India vs Pakistan Match ) માટે રિઝર્વ ડે ( Reserve Day ) રાખવામાં આવ્યો છે. જો આ મેચ વરસાદ(Rain) ના કારણે રદ્દ(Cancel) થશે તો રિઝર્વ ડે પર રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી છેલ્લી મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી.

Join Our WhatsApp Community

રિઝર્વ ડે રાખવામાં આવ્યો

મીડિયામાં પ્રકાશિત અહેવાલો અનુસાર, એશિયા કપ 2023(Asia Cup 2023)ના સુપર ફોરમાં માત્ર એક મેચ માટે રિઝર્વ ડે (Reserve Day) રાખવામાં આવ્યો છે. ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચે રમાયેલી છેલ્લી મેચ વરસાદના કારણે પૂર્ણ થઈ શકી ન હતી. આ કારણથી ભારત-પાકિસ્તાન સુપર ફોર મેચ માટે હવે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. રસપ્રદ વાત એ છે કે સુપર ફોરની અન્ય કોઈ મેચ માટે આવું કરવામાં આવ્યું નથી.

આ સમાચાર પણ વાંચો :  World’s largest stadiums: દુનિયામાં છવાયું ભારતનું આ ક્રિકેટ સ્ટેડિયમ, મેલબર્નથી વધારે તેનો સ્વેગ..

વરસાદની 90 ટકા શક્યતા

ભારત-પાકિસ્તાન વચ્ચે રવિવારે કોલંબો(Columbo) માં મેચ રમાશે. આ મેચ દરમિયાન વરસાદની 90 ટકા શક્યતા છે. જો હવામાન (Weather) ચોખ્ખું રહેશે તો મેચ સરળતાથી થઈ જશે. જો થોડો સમય વરસાદ પડે અથવા ઓવર કાપીને મેચ પૂરી થઈ શકે, તો આ પણ થઈ શકે છે. પરંતુ જો વધુ વરસાદ પડશે તો મેચ રદ્દ થશે. આ પછી, તે રિઝર્વ ડે પર યોજાશે.

જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા સુપર ફોરમાં ત્રણ મેચ રમશે. તેની પ્રથમ મેચ પાકિસ્તાન સાથે છે. આ પછી બીજી મેચ શ્રીલંકા સાથે છે. આ મેચ 12 સપ્ટેમ્બરે કોલંબોમાં રમાશે. આ પછી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાશે. આ મેચ 15 સપ્ટેમ્બરે કોલંબોમાં રમાશે. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 17 સપ્ટેમ્બરે રમાશે. આ મેચ કોલંબોમાં રમાશે.

IPL 2026:બુમરાહ ફિટ છે કે ઈજાગ્રસ્ત? બેંગલુરુના સેન્ટર ઓફ એક્સેલન્સ પહોંચતા જ અટકળો તેજ; શું IPL ની શરૂઆતી મેચો ગુમાવશે ‘યોર્કર કિંગ’?
T20 World Cup Final Controversy: ટીમ ઈન્ડિયાની જીત વચ્ચે અર્શદીપ સિંહ પર તોળાતી આફત! ફાઈનલમાં મેદાન પર આક્રમક વર્તન બદલ ICC લેશે મોટું એક્શન.
IND vs NZ T20 Final Ahmedabad: ફાઈનલ જીતવા કપિલ દેવનો ગુરુમંત્ર! અભિષેક શર્માને ટીમમાં સામેલ કરવા મેનેજમેન્ટને આગ્રહ; શું ટીમ ઈન્ડિયા માનશે સલાહ?
IND vs NZ T20 World Cup Final: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે જામશે જંગ! ક્યારે અને ક્યાં રમાશે ફાઈનલ? નોંધી લો તારીખ અને સમય..
Exit mobile version