IND Vs PAK Asia Cup 2023: ભારત-પાકિસ્તાન મેચમાં રેકોર્ડનો ધમધમાટ… વર્ષો જૂના આ રેકોર્ડ તૂટ્યા… જાણો કોણે ક્યો રેકોર્ડ તોડયો…. વાંચો અહીં…

IND Vs PAK Asia Cup 2023: એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ અનિર્ણિત રહી હતી. ભારતે પાકિસ્તાનને જીતવા માટે 267 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ વરસાદના કારણે પાકિસ્તાની ઇનિંગ્સમાં એક પણ બોલ ફેંકાયો ન હતો. પલ્લેકલેમાં રમાયેલી આ શાનદાર મેચમાં ઈશાન કિશન અને હાર્દિક પંડ્યા ફુલ ફોમમાં જોવા મળ્યા હતા.

Asia Cup 2023 points table: India eyes Super 4 qualification with win over Nepal

Asia Cup 2023 points table: પાકિસ્તાન ગ્રુપ Aમાં નંબર વન પર છે, તો ગ્રુપ Bમાં શ્રીલંકા ટોપ પર, જાણો ટીમ ઇન્ડિયાની સ્થિતિ..

News Continuous Bureau | Mumbai 

 IND Vs PAK Asia Cup 2023: એશિયા કપ 2023 (Asia Cup 2023) માં ભારત અને પાકિસ્તાન (Ind Vs Pak) વચ્ચે 2 સપ્ટેમ્બર (શનિવાર) ના રોજ રમાયેલી શાનદાર મેચનું કોઈ પરિણામ આવી શક્યું નથી. પલ્લેકલેમાં રમાયેલી આ મેચમાં ભારતે પાકિસ્તાનને જીતવા માટે 267 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ સતત વરસાદને કારણે પાકિસ્તાનની ઇનિંગ્સમાં એક પણ બોલ ફેંકાયો ન હતો. પરિણામે બંને ટીમોને એક-એક પોઈન્ટ મળ્યો હતો. ભારત તેની છેલ્લી ગ્રુપ મેચ 4 સપ્ટેમ્બરે નેપાળ સામે રમશે.

Join Our WhatsApp Community

પાકિસ્તાન સામેની મેચમાં વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન (Ishan Kishan) અને હાર્દિક પંડ્યા (Hardik Pandya) નું સારુ પ્રદર્શન જોવા મળ્યું હતું. હાર્દિક પંડ્યાએ 90 બોલમાં 87 રન બનાવ્યા જેમાં સાત ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. ઈશાન કિશને 82 રન બનાવ્યા હતા. ઈશાને 81 બોલનો સામનો કર્યો અને 9 ચોગ્ગા ઉપરાંત બે છગ્ગા ફટકાર્યા હતા.

  ઈશાન-હાર્દિકએ તોડ્યો 18 વર્ષ જૂનો રેકોર્ડ

ઈશાન કિશન અને હાર્દિક પંડ્યાએ પાંચમી વિકેટ માટે 138 રનની ભાગીદારી કરી હતી. પાકિસ્તાન સામે વનડેમાં ભારત માટે પાંચમી વિકેટ માટે આ સૌથી મોટી ભાગીદારી હતી. હાર્દિક-ઈશાને રાહુલ દ્રવિડ અને મોહમ્મદ કૈફનો રેકોર્ડ તોડ્યો હતો. દ્રવિડ-કૈફની જોડીએ 2005માં કાનપુર વનડેમાં પાંચમી વિકેટ માટે 135 રન જોડ્યા હતા.

આ સમાચાર પણ વાંચો :  Udhayanidhi Statement: સનાતન ધર્મ મેલેરિયા-ડેન્ગ્યૂ જેવો, તેને નાબૂદ કરવો જોઇએ’, તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિનના પુત્રનું આપત્તિજનક નિવેદન..

એટલું જ નહીં, ભારત અને પાકિસ્તાન વચ્ચેની ODI મેચમાં પાંચમી કે નીચી વિકેટ માટે આ બીજી સૌથી મોટી ભાગીદારી હતી. આ મામલે ઈમરાન ખાન અને જાવેદ મિયાંદાદની જોડી નંબર વન પર છે. ઇમરાન-મિયાંદાદે 1987માં નાગપુર વનડેમાં 142 રન જોડ્યા હતા. આ સાથે એશિયા કપના ODI ફોર્મેટમાં પાંચમી અથવા તેનાથી ઓછી વિકેટ માટે આ ત્રીજી સૌથી મોટી ભાગીદારી હતી.

 ભારત-પાક ઓડીઆઈમાં 5મી અથવા તેનાથી ઓછી વિકેટ માટે સર્વોચ્ચ ભાગીદારી:

142- ઈમરાન ખાન અને જાવેદ મિયાંદાદ, નાગપુર 1987
138- ઈશાન કિશન અને હાર્દિક પંડ્યા, પલ્લેકેલે 2023
135- રાહુલ દ્રવિડ અને મોહમ્મદ કૈફ, કાનપુર 2005
132*- રાહુલ દ્રવિડ અને મોહમ્મદ કૈફ, લાહોર 2004
125*- એમએસ ધોની અને રવિચંદ્રન અશ્વિન, ચેન્નાઈ 2012

એશિયા કપ (ODI)માં 5મી અથવા તેનાથી ઓછી વિકેટ માટે સર્વોચ્ચ ભાગીદારી:

214- બાબર આઝમ અને ઈફ્તિખાર અહેમદ (PAK), મુલતાન 2023
164- અસગર અફઘાન અને સમીઉલ્લાહ શિનવારી (AFG), ફતુલ્લાહ 2014
138- ઈશાન કિશન અને હાર્દિક પંડ્યા (IND) , પલ્લેકેલે 2023
137- શાહિદ આફ્રિદી અને ઉમર અકમલ (PAK), દાંબુલા 2010
133- રાહુલ દ્રવિડ અને યુવરાજ સિંહ (IND), દાંબુલા 2004

આ મામલે ઈશાન કિશને ધોનીને માત આપી હતી

ઇશાન કિશન એશિયા કપમાં પાકિસ્તાન સામેની મેચમાં સૌથી મોટી ઇનિંગ્સ રમનાર ભારતીય વિકેટ કીપર બેટ્સમેન બન્યો હતો. ઈશાને પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને હરાવ્યો હતો. એમએસ ધોનીએ કરાચીમાં 2008 એશિયા કપમાં પાકિસ્તાન સામે 76 રન બનાવ્યા હતા. ઈશાને સતત ચોથી વનડે ઈનિંગમાં અડધી સદી ફટકારી છે.

એશિયા કપમાં PAK સામે શ્રેષ્ઠ સ્કોર (ભારતીય વિકેટકીપર્સ):
ઈશાન કિશન – 82 રન, પલ્લેકેલે 2023
એમએસ ધોની – 76 રન, કરાચી 2006
સુરિન્દર ખન્ના – 56 રન, શારજાહ 1984
એમએસ ધોની – 56 રન, દામ્બુલા 2010

ODIમાં PAK સામે શ્રેષ્ઠ સ્કોર (ભારતીય વિકેટ-કીપર્સ):
148 – એમએસ ધોની, વિશાખાપટ્ટનમ 2005
113 – એમએસ ધોની, ચેન્નાઈ 2012
99 – રાહુલ દ્રવિડ, કરાચી 2004
82 – ઈશાન કિશન, પલ્લેકલ 2023
77* – એમએસ ધોની, કરાચી 2006

 

IPL 2026 Auction: IPL 2026 માટે રણમેદાન તૈયાર! ઓક્શન પછી કઈ ટીમ કેટલી શક્તિશાળી? જુઓ તમામ 10 ટીમોના લેટેસ્ટ લિસ્ટ.
IPL Auction 2026: IPL ઓક્શન ૨૦૨૬માં ઇતિહાસ રચાયો, ચેન્નઈ સુપર કિંગ્સે બે અનકેપ્ડ ખેલાડીઓને ₹૨૮.૪૦ કરોડમાં ખરીદીને સૌને ચોંકાવ્યા!
IPL Auction 2026: જમ્મુ-કાશ્મીરના આકિબ નબી પર ધનવર્ષા: દિલ્હી કેપિટલ્સે ₹૮.૪૦ કરોડમાં ખરીદીને સૌને ચોંકાવ્યા! જાણો, કોણ છે આ મેચ વિનર?
IPL Auction 2026: કઈ ટીમ કોને ટાર્ગેટ કરશે? પર્સમાં કેટલી રકમ, અને કોણ બનશે નવો કરોડપતિ?
Exit mobile version