News Continuous Bureau | Mumbai
IND vs PAK World Cup : ભારત (India) માં ઇઝરાયલના રાજદૂત (Israel Ambassador ) નૌર ગિલાને ( naor gilon ) નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વડાપ્રધાન મોદી અને ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુનું ( Benjamin Netanyahu ) પોસ્ટર લહેરાવતા ભારતીય ચાહકની તસવીર શેર કરી હતી અને કહ્યું હતું કે ઇઝરાયેલ ભારતની જીતથી ખુશ છે.
ઈઝરાયેલે વર્લ્ડ કપ મેચ (World Cup) માં પાકિસ્તાન (Pakistan) ની હાર અને ભારતની જીત પર ખુશી વ્યક્ત કરી છે. ભારતમાં ઇઝરાયલના રાજદૂત નાઓર ગિલાને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વડાપ્રધાન મોદી અને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુનું પોસ્ટર લહેરાવતા એક ભારતીય ચાહકનો ફોટો શેર કર્યો અને કહ્યું, “ઇઝરાયેલ ખુશ છે કે ભારત જીત્યું.” હવે પાકિસ્તાન તેની જીત હમાસના આતંકવાદીઓને ન સોંપી શકે.’
हमें खुशी है कि #CWC23 में #INDvPAK मैच में #भारत 🇮🇳 विजयी हुआ और पाकिस्तान अपनी जीत हमास के आतंकवादियों को समर्पित नहीं कर पाया।
हम हमारे भारतीय मित्रों द्वारा मैच के दौरान पोस्टर दिखाकर कर इज़राइल 🇮🇱 के साथ अपनी एकजुटता दिखाने से हम बेहद भाव विभोर हैं। 🙏
We are happy that… pic.twitter.com/fIDY4Ap7aJ
— Naor Gilon (@NaorGilon) October 14, 2023
ઈઝરાયેલ દૂતાવાસે ક્રિકેટ ચાહકો દ્વારા પોસ્ટર બદલ ભારતનો આભાર માન્યો…
નાઓર ગિલાને ટ્વીટ કર્યું, “મૅચ દરમિયાન પોસ્ટર પ્રદર્શિત કરીને ભારતીય મિત્રોએ ઇઝરાયેલ સાથે એકતા દર્શાવી તેથી અમે ખરેખર પ્રભાવિત થયા છીએ.” દૂતાવાસે ક્રિકેટ ચાહકો દ્વારા ‘ઇન્ડિયા સ્ટેન્ડ્સ વિથ ઇઝરાયેલ’ પોસ્ટર બદલ ભારતનો આભાર માન્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Today’s Horoscope : આજે ૧૫ ઓક્ટોબર ૨૦૨૩, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.
ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં ભારત ઈઝરાયેલની પડખે છે અને ભારતે સ્પષ્ટપણે આતંકવાદની નિંદા કરી છે. પરંતુ ભારત “પેલેસ્ટાઈનની સ્થિતિને સાર્વભૌમ, સ્વતંત્ર અને વ્યવહારુ રાજ્ય તરીકે માન્યતા આપે છે. સાથે જ પાકિસ્તાન ઈઝરાયેલનું ટીકાકાર અને પેલેસ્ટાઈન આતંકવાદીઓનું સમર્થક છે. તાજેતરમાં, પાકિસ્તાની ક્રિકેટર મુહમ્મદ રિઝવાનને શ્રીલંકા સામે પાકિસ્તાનની વર્લ્ડ કપ જીત ગાઝાના લોકોને સમર્પિત કર્યા પછી ભારતમાં ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.
