Site icon News Continuous Bureau | Mumbai

IND vs SA: કેપટાઉનમાં ભારતની ઐતિહાસિક જીત બાદ ICC ટેસ્ટ રેન્કિંગ ટેબલમાં મોટો ફેરબદલ.. ટીમ ઈન્ડિયાને મોટો ફાયદો.. જાણો કઈ ટીમે બાજી મારી..

IND vs SA: ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટ મેચમાં શાનદાર જીત સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2024 ના પોઈન્ટ ટેબલમાં ઘણો મોટો ફાયદો થયો છે. જેમાં ટીમ ઈન્ડિયાની જીતની ટકાવારી પણ વધી છે.

IND vs SA Big change in ICC test ranking table after India's historic win in Cape Town.. Big advantage for Team India..

IND vs SA Big change in ICC test ranking table after India's historic win in Cape Town.. Big advantage for Team India..

News Continuous Bureau | Mumbai

IND vs SA: ટીમ ઈન્ડિયાએ ( Team India ) કેપટાઉનમાં રમાયેલ બીજી ટેસ્ટ મેચમાં ( test match ) દક્ષિણ આફ્રિકા સામે શાનદાર જીત નોંધાવી હતી. ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 7 વિકેટે હરાવ્યું હતું. આ જીતનો ફાયદો ભારતને મળ્યો છે. તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ( points table ) ટોપ પર પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયાએ પોઈન્ટ ટેબલમાં દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ સહિત તમામ ટીમોને હરાવી છે. દક્ષિણ આફ્રિકા સામે ભારતની જીતમાં જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજની સાથે બેટ્સમેનોએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. 

Join Our WhatsApp Channel

ટીમ ઈન્ડિયા સામેની હાર બાદ દક્ષિણ આફ્રિકાની ( South Africa ) જીતની ટકાવારીમાં પણ ઘટાડો થયો છે. દક્ષિણ આફ્રિકાએ ભારત સામેની ટેસ્ટ શ્રેણીની ( Test series ) પ્રથમ મેચ જીતી હતી. પરંતુ બીજી મેચમાં મળેલી હારથી દક્ષિણ આફ્રિકા ટીમને ઘણું નુકસાન થયું હતું. ટીમ ઈન્ડિયાની જીતની ટકાવારી વધીને 54.16 થઈ ગઈ છે. જ્યારે દક્ષિણ આફ્રિકાની ટક્કાવારી 50 થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયા તાજેતરમાં ચાર મેચ રમી છે. આ દરમિયાન તેણે બે મેચ જીતી છે. તેને એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે એક મેચ ડ્રો રહી છે. આમ ભારતે કુલ 26 પોઈન્ટ હાંસિલ કર્યા છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ( World Test Championship ) 2024 ના પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો ભારત પ્રથમ સ્થાને..

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2024 ના પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો ભારત પ્રથમ સ્થાને છે અને દક્ષિણ આફ્રિકા બીજા સ્થાને છે. ન્યુઝીલેન્ડની ક્રિકેટ ટીમ ત્રીજા નંબર પર છે. જેમાં ન્યુઝીલેન્ડની જીતની ટકાવારી પણ 50 જ છે. પરંતુ તેણે બે મેચ રમી છે. આ દરમિયાન એક મેચ જીતી છે અને એક મેચ હારી છે. ન્યુઝીલેન્ડના 12 પોઈન્ટ છે. ઓસ્ટ્રેલિયા ચોથા નંબર પર છે. જ્યારે બાંગ્લાદેશ પાંચમા નંબર પર છે.

આ સમાચાર પણ વાંચો :  Maharashtra Weather Update Today : હવામાન વિભાગની આગાહી… રાજ્યમાં આગામી બે દિવસ ફરી કમોસમી વરસાદની શક્યતા.. ખેડૂતોનું વધ્યુ ટેન્શન.. જાણો તમારા શહેરની શું રહેશે સ્થિતિ…

નોંધનીય છે કે દક્ષિણ આફ્રિકાની ટીમ કેપટાઉન ટેસ્ટના પ્રથમ દાવમાં માત્ર 55 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. બીજા દાવમાં 176 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં 153 રન બનાવ્યા હતા. જ્યારે બીજી ઇનિંગમાં 3 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. તેણે બીજી ઇનિંગમાં 80 રન બનાવ્યા હતા. જસપ્રીત બુમરાહ અને ડીન એલ્ગરને ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા

Suryakumar Yadav Buys Dubai House શાહરુખ ખાનનો પાડોશી બન્યો સૂર્યકુમાર યાદવ દુબઈમાં ખરીદ્યું આલીશાન વોટરફ્રન્ટ ઘર, પત્ની સાથે પેપર્સ સાઇન કરતો વિડીયો વાયરલ
PM Modi Meets Asian Games Medalists ‘મેડલ માત્ર જીત નથી, ઝનૂનની કહાણી છે…’ એશિયન ગેમ્સના પદકવીરો સાથે PM મોદીની મુલાકાત, ખેલાડીઓનો વધાર્યો ઉત્સાહ
Jasprit Bumrah Ruled Out Of New Zealand ODI Series સંપૂર્ણ ફિટ હોવા છતાં ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણીમાંથી બહાર રહેશે જસપ્રીત બુમરાહ; જાણો કારણ
Prithvi Shaw Engagement પૃથ્વી શૉની સગાઈ તૂટતાંતૂટતાં બચી ગઈ, મંગેતરે ખુલાસો કરતાં કહ્યું અજાણ્યા લોકોની વાતોમાં આવી ગઈ હતી
Exit mobile version