News Continuous Bureau | Mumbai
IND vs SA Test Match: ટીમ ઈન્ડિયાએ ( Team India ) 2023નું વર્ષ હાર સાથે સમાપ્ત કર્યું હતું. આ વર્ષ ભારત માટે સારું રહ્યું નથી. ભારતીય ટીમે આ વર્ષે એશિયા કપ અને એશિયન ગેમ્સમાં ચોક્કસપણે ગોલ્ડ મેડલ જીત્યો હતો, પરંતુ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઈનલ બાદ ટીમને વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી હવે ટીમે વર્ષ 2023ની છેલ્લી મેચમાં પણ હારનો સામનો કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકા સામેની બે મેચની ટેસ્ટ સીરીઝની ( Test series ) પ્રથમ મેચમાં ઈનિંગ અને 32 રને હારનો સામનો કરવો પડ્યો હતો.
સેન્ચ્યુરિયનના સુપરસ્પોર્ટ પાર્કમાં શરૂઆતી ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકા સામેની કારમી ઇનિંગની હાર બાદ ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ વધી ગઈ છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ( ICC ) એ હવે રોહિત શર્મા અને ટીમને બે ઓવર ઓછી નાખવાને કારણે, ટીમની મેચ ફીમાંથી 10% કાપવામાં આવ્યા છે અને ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ( WTC ) માં બે પોઈન્ટનું પણ નુકસાન થયું છે.
🇿🇦🇿🇦🇿🇦 https://t.co/KfHKLzI7XW
— Gerald Coetzee (@GeraldCoetzee62) December 28, 2023
ભારતને ટેસ્ટમાં કારમી હાર બાદ પોઈન્ટ ટેબલમાં પણ થયું નુકસાન..
મેચ રેફરી ક્રિસ બ્રોડની આઇસીસી એલિટ પેનલે ભારતીય બોલિંગમાં ( Indian bowling ) સ્લો ઓવર રુપે બે ઓવર ઓછા નાખ્યા બાદ આ સજા ફટકારવામાં આવી છે. ICC આચાર સંહિતાની કલમ 2.22 અનુસાર ખેલાડીઓ અને સપોર્ટ ખેલાડી માટે, બોલરો જ્યારે નિર્ધારિત સમયમાં જરૂરી ઓવર નાખવામાં નિષ્ફળ જાય છે ત્યારે ટીમને 5% દંડનો ( penalty ) સામનો કરવો પડે છે.
આ સમાચાર પણ વાંચો : Ayodhya Ram Mandir : રામની અયોધ્યા નગરીને શણગારવામાં આવ્યું ત્રેતાયુગ થીમ પર .. સાથે જાણો શું રહેશે રામલલ્લાનું અભિષેક મુહુર્ત..
સેન્ચુરિયનમાં 32 રને કારમી હાર બાદ હવે રોહિત શર્મા અને ટીમ 3 ટેસ્ટમાં 16 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં 5માં નંબરે સરકી ગઈ છે.
3 જાન્યુઆરીથી કેપટાઉનના ન્યૂલેન્ડ્સમાં શરૂ થનારી બીજી અને અંતિમ ટેસ્ટ પહેલા મેનેજમેન્ટે મોહમ્મદ શમીના સ્થાને અવેશ ખાનને ટીમમાં સામેલ કર્યો છે. આવેશે 3 મેચમાં 19.17ની એવરેજથી 6 વિકેટ લઈને, રેડ-બોલ લેગ પહેલા ODI સિરીઝ જીતવામાં મદદ કરવામાં અભિન્ન ભૂમિકા ભજવી હતી.
રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતની આ સૌથી શરમજનક હાર હતી. આજ સુધી રોહિતની કેપ્ટનશીપમાં ભારત એક ઈનિંગ પણ હાર્યું નથી, પરંતુ સેન્ચુરિયન ટેસ્ટમાં આ રેકોર્ડ તૂટી ગયો હતો. ભારતને 10 વર્ષ બાદ બોક્સિંગ ડે ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ પહેલા ભારતને 2013માં બોક્સિંગ ડે ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતને આ સતત પાંચમી હાર મળી હતી..