Site icon News Continuous Bureau | Mumbai

IND vs SL: દિલદાર મોહમ્મદ! મેન ઓફ ધ મેચ મળ્યા બાદ સિરાજે એવી જાહેરાત કરી કે આખી દુનિયા કરી રહી છે વખાણ.. વાંચો વિગતે અહીં..

IND vs SL: એશિયા કપ 2023ની ફાઈનલ મેચમાં મોહમ્મદ સિરાજ બોલ સાથે અદ્ભુત રમ્યો હતો. આ મેચમાં સિરાજે પોતાની ODI કારકિર્દીની સર્વશ્રેષ્ઠ બોલિંગ કરી અને 21 રન આપીને 6 વિકેટ લીધી હતી.

IND vs SL: Mohammad Siraj's heart-wrenching act! Amount of Player of the Match Award to Groundsman

IND vs SL: Mohammad Siraj's heart-wrenching act! Amount of Player of the Match Award to Groundsman

News Continuous Bureau | Mumbai

IND vs SL: એશિયા કપ 2023 (Asia Cup 2023) ની ફાઈનલ મેચમાં, મોહમ્મદ સિરાજે (Mohammed Siraj) તેની ODI કારકિર્દીમાં અત્યાર સુધીનું શ્રેષ્ઠ બોલિંગ ( Best bowling ) પ્રદર્શન આપીને ટીમ ઈન્ડિયાની ( Team India ) જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ મેચમાં સિરાજે 7 ઓવરના સ્પેલમાં 21 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. તેના શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો ( Player of the match )  એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. આ પછી સિરાજે તેની એવોર્ડ પ્રાઈઝ મની ( Award Prize Money ) શ્રીલંકાના ગ્રાઉન્ડ્સમેનને ( Sri Lankan groundsman ) સમર્પિત કરી હતી.

Join Our WhatsApp Channel

મોહમ્મદ સિરાજને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે 5,000 યુએસ ડોલર મળ્યા હતા. આ એવોર્ડ મેળવ્યા બાદ સિરાજે કહ્યું કે હું લાંબા સમયથી સારી બોલિંગ કરી રહ્યો છું પરંતુ વિકેટો મેળવી શક્યો નથી. મને આ મેચમાં સફળતા મળી છે. આજે આ વિકેટ પર બોલ સ્વિંગ થઈ રહ્યો હતો અને મેં તેનો ફાયદો ઉઠાવ્યો. હું આ ઈનામની રકમ ગ્રાઉન્ડસમેનને આપવા ઈચ્છું છું. તેના વિના આ ટુર્નામેન્ટ શક્ય ન બની હોત.

એશિયા કપ 2023ની ફાઈનલ મેચમાં શ્રીલંકાની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ વરસાદને કારણે મેચ લગભગ 1 કલાકના વિલંબથી શરૂ થઈ શકી હતી. આ પછી સિરાજના શાનદાર બોલિંગ પ્રદર્શનના આધારે ભારતીય ટીમે શ્રીલંકાની ઇનિંગ્સને 15.2 ઓવરમાં માત્ર 50 રન પર જ સિમિત કરી દીધી હતી. ટીમ ઈન્ડિયાએ આ ટાર્ગેટ 6.1 ઓવરમાં હાંસલ કરી લીધો અને 10 વિકેટે જીત મેળવી લીધી.

આ સમાચાર પણ વાંચો : September Deadlines : 30 સપ્ટેમ્બર સુધીમાં આ કામ કરી લો પૂર્ણ, નહીંતર સમયમર્યાદા પૂરી થશે અને વધી જશે મુશ્કેલીઓ!

ACC એ ગ્રાઉન્ડસમેન માટે ઈનામની રકમ પણ જાહેર કરી હતી

શ્રીલંકામાં એશિયા કપની મેચો દરમિયાન વરસાદના કારણે ઘણી વિક્ષેપ સર્જાયો છે. આવી સ્થિતિમાં, ગ્રાઉન્ડ્સમેનની સતત મહેનતથી મેચ પૂર્ણ કરવામાં મદદ મળી. તેના કામની પ્રશંસા કરતા, એશિયન ક્રિકેટ કાઉન્સિલે કોલંબો અને કેન્ડીના ગ્રાઉન્ડસમેન માટે ઈનામી રકમ તરીકે US $ 50,000 ની રકમની જાહેરાત કરી અને તેમને આ રકમ ફાઈનલ મેચ પછી આપી.

Abhishek Sharma T20 Records આંતરરાષ્ટ્રીય મંચ પર જમાવ્યો સિક્કો, અભિષેક શર્માની તોફાની બેટિંગે રચ્યો નવો ઈતિહાસ; સૂર્યાની બરાબરી થઈ ગઈ, હવે ‘હિટમેન’નો વારો!
IND vs NZ 3rd T20 ભારતનો ન્યૂઝીલેન્ડ સામે ઐતિહાસિક શ્રેણી વિજય વેલિંગ્ટનના મેદાન પર ચોગ્ગાછગ્ગાનો વરસાદ; કિવી બોલરો સામે ભારતીય ઓપનરની આક્રમક બેટિંગ
India Defeats New Zealand In 2nd T20I ન્યૂઝીલેન્ડ સામે ભારતીય ટીમનો શાનદાર વિજય; ઓલરાઉન્ડ ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે શ્રેણી જીત તરફ એક ડગલું આગળ
Mumbai Indians Captaincy Hardik Pandya શું હાર્દિક પંડ્યા કેપ્ટનશીપ ગુમાવશે? મુંબઈ ઈન્ડિયન્સની ભેદી પોસ્ટે ક્રિકેટ જગતમાં જગાવી અટકળો!
Exit mobile version