Site icon

Inzamam-ul-Haq Resigned: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં મચ્યો ખળભળાટ, મુખ્ય સિલેક્ટરે આપ્યું રાજીનામું… જાણો શું છે કારણ.. વાંચો વિગતે અહીં..

Inzamam-ul-Haq Resigned: 2023 વનડે વર્લ્ડકપમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખરાબ પ્રદર્શન બાદ PCBમાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમના મુખ્ય સિલેક્ટર ઈન્ઝમામ ઉલ હકે પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું છે..

Inzamam-ul-Haq Resigned Pandemonium in Pakistan Cricket Board, Chief Selector Resigns..

Inzamam-ul-Haq Resigned Pandemonium in Pakistan Cricket Board, Chief Selector Resigns..

News Continuous Bureau | Mumbai

Inzamam-ul-Haq Resigned: ભારતમાં રમાઈ રહેલા વન ડે વર્લ્ડ કપ 2023ની ( ODI World Cup 2023 ) વચ્ચે પાકિસ્તાન ક્રિકેટ ટીમને ( Pakistan Cricket Team ) લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમના મુખ્ય સિલેક્ટર ઈન્ઝમામ ઉલ હકે પોતાના પદ પરથી રાજીનામું ( Resignation ) ધરી દીધું છે. તેણે રાજીનામું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ PCBના ચીફ ઝકા અશરફને ( Zaka Ashraf ) મોકલી આપ્યું છે. 53 વર્ષીય ઈન્ઝમામ ઉલ હકને આ વર્ષે ઓગસ્ટ મહિનામાં PCBના મુખ્ય સિલેક્ટર ( PCB Selector ) બનાવવામાં આવ્યા હતા.

Join Our WhatsApp Community

2023 વનડે વર્લ્ડકપમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખરાબ પ્રદર્શન બાદ PCBમાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાન ક્રિકેટમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપો શરૂ થયા છે. આ તમામ વચ્ચે પાકિસ્તાની ટીમના મુખ્ય સિલેક્ટર ઈંઝમામ ઉલ-હકે રાજીનામું આપ્યું છે.. ઈંઝમામ પર ઘણા ખેલાડીઓને લાભ આપવાનો આરોપ હતો.

તમામ આરોપો વચ્ચે ઈંઝમામ ઉલ હકે મુખ્ય સિલેક્ટરના પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં રમાઈ રહેલી વનડે વર્લ્ડકપ 2023માં પાકિસ્તાનની ટીમ ખૂબ જ ખરાબ ફોર્મમાં જોવા મળી રહી છે. બાબર આઝમની કપ્તાની હેઠળની પાકિસ્તાન ક્રિકેટ ટીમ અત્યાર સુધી વર્લ્ડકપમાં 6 મેચ રમી છે. જેમાંથી 4 મેચમાં પાકિસ્તાની ટીમને હારનો સામનો કરવો પડ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Onion price : ડુંગળી સસ્તી થશે, વધતા જતા ભાવ પર અંકુશ મેળવવા સરકારે ભર્યું આ પગલું.

ખરાબ પ્રદર્શન માટે બાબર આઝમને જવાબદાર ઠેરાવ્યો..

ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનના ખરાબ પ્રદર્શન બાદ ટીમના ઘણા પૂર્વ ખેલાડીઓ પણ કેપ્ટન બાબર આઝમ પર નિશાન સાધતા જોવા મળ્યા હતા. પાકિસ્તાનના ઘણા ક્રિકેટ નિષ્ણાતો અને પૂર્વ ખેલાડીઓએ વર્લ્ડકપમાં ટીમના ખરાબ પ્રદર્શન માટે બાબર આઝમને જવાબદાર ઠેરવ્યો હતો.

પાકિસ્તાને વર્લ્ડકપમાં તેની પ્રથમ મેચ 6 ઓક્ટોબરના રોજ નેધરલેન્ડ સામે રમી હતી. જેમાં પાકિસ્તાની ટીમે 81 રને જીત મેળવી હતી. જે બાદ પાકિસ્તાને વર્લ્ડકપના ઐતિહાસિક રનનો પીછો કરતા શ્રીલંકાને 6 વિકેટે હરાવ્યું હતું. જે બાદ પાકિસ્તાની ટીમ ત્રીજી મેચ ભારત સામે રમી હતી. જેમાં ભારતની 7 વિકેટે જીત થઈ હતી. જે બાદ પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા સામે 62 રને, અફઘાનિસ્તાન સામે 8 વિકેટે અને સાઉથ આફ્રિકા સામે 1 વિકેટે હાર્યું હતું.

Ishan Kishan: ઈશાન કિશનની તોફાની ઈનિંગ બાદ સૂર્યાએ કેમ લીધી તેની ‘ફિરકી’? કેપ્ટનનો જવાબ સાંભળીને તમે પણ હસી પડશો
ICC vs BCB: ભારત પ્રવાસના વિરોધ વચ્ચે ICC અધિકારીઓ બાંગ્લાદેશ દોડ્યા, વર્લ્ડ કપ પર ઘેરાતું સંકટ ટળશે?
T20 World Cup 2026: શું ભારતની બહાર રમાશે બાંગ્લાદેશની મેચો? વેન્યુ વિવાદમાં આવ્યો નવો વળાંક.
Tilak Varma Injury: તિલક વર્મા ઈજાગ્રસ્ત, ન્યૂઝીલેન્ડ સીરીઝમાંથી બહાર, હવે વર્લ્ડ કપમાં કોણ લેશે તેનું સ્થાન?
Exit mobile version