Site icon

IPL 2024 : ગુજરાત ટાઈટન્સને જબરદસ્ત મોટો ફટકો, મોહમ્મદ શમી IPL માંથી થયો બહાર, જાણો વિગતે..

IPL 2024 : આઈપીએલ 2024 શરૂ થાય તે પહેલા જ ગુજરાત ટાઈટન્સ માટે એક મોટા આંચકારૂપ સમાચાર સામે આવ્યા છે. હાર્દિક પંડ્યા બાદ હવે આ ફાસ્ટ બોલર પણ ગુજરાત ટાઈન્સમાંથી બહાર થયો છે.

IPL 2024 Huge blow to Gujarat Titans, Mohammed Shami out of IPL

IPL 2024 Huge blow to Gujarat Titans, Mohammed Shami out of IPL

News Continuous Bureau | Mumbai 

IPL 2024 : IPL 2024ની સિઝન શરૂ થવામાં હજુ એક મહિનો બાકી છે. તે પહેલા 2022ની ચેમ્પિયન ટીમ અને 2023ની રનર અપ ગુજરાત ટાઈટન્સને ( Gujarat Titans ) મોટો ઝટકો લાગ્યો છે. એક મિડીયા રિપોર્ટ અનુસાર, મોહમ્મદ શમી ( Mohammed Shami ) ડાબા પગની ઘૂંટીમાં ઈજાના કારણે આઈપીએલની આખી સિઝનમાંથી બહાર થઈ ગયો છે. તેની સર્જરી બ્રિટનમાં થવાની છે.

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે, મોહમ્મદ શમી ગયા વર્ષના વનડે વર્લ્ડ કપ પછી ટીમમાંથી બહાર થઈ ગયો છે . ઈજાના કારણે તે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે પણ તેની પસંદગી થઈ ન હતી. જે બાદ તે ઈંગ્લેન્ડ સામેની વર્તમાન ટેસ્ટ શ્રેણીમાંથી પણ બહાર થઈ ગયો હતો. શમીની ગેરહાજરી ગુજરાત માટે મોટી મુશ્કેલી બની શકે છે. જ્યારે હાર્દિક પંડ્યા ગુજરાત છોડીને મુંબઈ ઈન્ડિયન્સ માટે ગયો ત્યારે ટીમને પહેલેથી જ એક આંચકો લાગ્યો હતો. ત્યારે હવે મોહમ્મદ શમીના આવા સમાચારથી ટીમને બીજો મોટો આંચકો લાગ્યો છે.

  મોહમ્મદ શમી વર્લ્ડ કપ દરમિયાન ઈજાગ્રસ્ત ( injured ) થયો હતો

મોહમ્મદ શમી વર્લ્ડ કપ ( World Cup ) દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. તે વર્લ્ડ કપમાં પણ ઘૂંટીના ઈજા સાથે રમ્યો હતો. તેણે વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને સાત મેચમાં 24 વિકેટ લીધી હતી. જેમાં તે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો હતો. જોકે વર્લ્ડ કપ પછી તે ક્રિકેટ રમવાથી દૂર રહ્યો છે. જેમાં હવે તેની ઈજાની યોગ્ય સારવાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શમીને આવી સ્થિતિમાંથી સાજા થવામાં ઘણા મહિનાઓ લાગી શકે છે. IPL પછી તરત જ T20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવશે અને જો કે, હવે તેમાં શમીના પ્રદર્શનને લઈને હજી શંકા છે. પરંતુ T20 ને હજુ ત્રણ મહિના બાકી છે.

આ સમાચાર પણ વાંચો :  Ramdas Athawale : 2024માં જો અમારી સરકાર બનશે તો દેશની અર્થ વ્યવસ્થા વિશ્વના ત્રીજા સ્થાને પહોંચી જશે: રામદાસ આઠવલે

મોહમ્મદ શમી 2022 થી ગુજરાત ટાઇટન્સ માટે રમી રહ્યો છે અને બંને સિઝનમાં ટીમને ફાઇનલમાં પહોંચાડવામાં શમીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. IPL 2022 માં, શમીએ 14 મેચમાં 20 વિકેટ લીધી હતી અને તે છઠ્ઠો સૌથી વધુ વિકેટ લેનાર બોલર ( bowler ) બન્યો હતો. 2023માં શમીએ 17 મેચમાં 28 વિકેટ લીધી હતી. તે છેલ્લી સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. શમીની ગેરહાજરીને કારણે ગુજરાતને આ વર્ષે ઘણો મોટો ફટકો પડશે. આ સિઝનમાં ટીમના બે સૌથી અનુભવી ખેલાડીઓ વિના મેદાનમાં રમવા ઉતરશે. આ સિઝન માટે હાર્દિકની જગ્યાએ શુભમન ગિલને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. દરમિયાન, ટીમ ટૂંક સમયમાં શમીના રિપ્લેસમેન્ટની જાહેરાત પણ કરી શકે છે.

નોંધનીય છે કે, શમી ઉપરાંત ગુજરાત પાસે મોહિત શર્મા અને ઉમેશ યાદવ જેવા બે અનુભવી બોલર છે . તેની સાથે દર્શન નલકાંડે, સુશાંત મિશ્રા અને કાર્તિક ત્યાગીના રૂપમાં ત્રણ યુવા બોલર છે. જોશ લિટલે પણ ગયા વર્ષે સારું પ્રદર્શન કર્યું હતું અને ટીમ માટે ઉપયોગી બન્યો હતો. આ સિવાય ટીમે ઓક્શનમાં ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર સ્પેન્સર જોન્સનને પણ ખરીદ્યો હતો. જેમાં હાર્દિકના સ્થાને ગુજરાતે અફઘાનિસ્તાનના ઓલરાઉન્ડર અઝમતુલ્લા ઓમરઝાઈને ખરીદ્યો. તે ઝડપી બોલિંગ પણ કરી શકે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Women’s World Cup: ૪ વર્ષ પછી ખુલાસો ટીમ ઇન્ડિયાનું ‘સિક્રેટ એન્થમ’ કયું છે? વિડિયો જોશો તો રૂંવાડા ઊભા થઈ જશે
Donald Trump: ટ્રમ્પનું દુનિયાને ધમકીરૂપ નિવેદન: ‘આપણી પાસે દુનિયાને ૧૫૦ વખત તબાહ કરવા માટે પૂરતા હથિયાર,’ નિવેદનથી ખળભળાટ.
India Women World Cup 2025:અભિનંદન ભારત! ઈતિહાસનું પુનરાવર્તન: ’83 ના કપિલની કમાલ બાદ, ’25 માં હરમનપ્રીતની સેનાએ ટ્રોફી જીતીને ‘નકારો’ કહેનારાઓને આપ્યો જડબાતોડ જવાબ!
Shreyas Iyer: શ્રેયસ અય્યરને સિડનીની હોસ્પિટલમાંથી મળી રજા, BCCIએ કરી પુષ્ટિ કરતા જણાવ્યું તેનું હેલ્થ અપડેટ
Exit mobile version