Site icon

IPL 2024 GT vs RR : રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનને હાર સાથે મોટો ઝટકો, કરી BCCIએ કાર્યવાહી, ફટકાર્યો 12 લાખનો દંડ, જાણો કારણ

IPL 2024 GT vs RR : રાજસ્થાન રોયલ્સને બુધવારે તેના હોમ ગ્રાઉન્ડ પર ગુજરાત ટાઇટન્સ સામે 3 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર સાથે રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસનને બેવડો ફટકો પડ્યો છે. BCCIએ સેમસન પર લાખોનો દંડ ફટકાર્યો છે. કારણ જાણવા વાંચો સંપૂર્ણ સમાચાર.

IPL 2024 GT vs RR Rajasthan Royals captain Sanju Samson fined ₹12 lakh for slow over rate against Gujarat Titans

IPL 2024 GT vs RR Rajasthan Royals captain Sanju Samson fined ₹12 lakh for slow over rate against Gujarat Titans

News Continuous Bureau | Mumbai 

IPL 2024 GT vs RR : બુધવારે સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલી IPLની રોમાંચક મેચમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 3 વિકેટે હરાવ્યું હતું. સતત 4 મેચ જીત્યા બાદ રોયલ્સની આ સિઝનની પ્રથમ હાર હતી. આ હારની સાથે જ રાજસ્થાનને બેવડો ફટકો પડ્યો હતો. BCCIએ રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન પર લાખોનો દંડ ફટકાર્યો છે.

Join Our WhatsApp Community

ધીમા ઓવર રેટ માટે દંડ ફટકાર્યો 

BCCIએ રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન પર ધીમી ઓવર રેટથી બોલિંગ કરવા બદલ 12 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનને 10 એપ્રિલના રોજ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ સામેની IPL મેચ દરમિયાન ધીમી ઓવર રેટ ફેંકવાને કારણે દંડ ફટકારવામાં આવ્યો હતો, IPLએ એક મીડિયા રિલીઝમાં જણાવ્યું હતું.

જણાવી દઈએ કે મેચ બાદ સેમસને મેચ રેફરીની સામે સ્લો ઓવર રેટનો ગુનો સ્વીકારી લીધો હતો.

આ સમાચાર પણ વાંચો : Lok Sabha General Election 2024 : લોકસભા 2024ની સામાન્ય ચૂંટણીના ત્રીજા તબક્કા માટે ગેઝેટ નોટિફિકેશન આ તારીખે બહાર પાડવામાં આવશે.

રોયલ્સ રોમાંચક મેચ હારી ગયું

ઉલ્લેખનીય છે કે સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલી IPL 2024ની 24મી મેચમાં રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 196 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાત ટાઇટન્સ ટીમે છેલ્લા બોલે સાત વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. રાજસ્થાન રોયલ્સે સતત ચાર મેચ જીતી હતી અને હવે તેને પ્રથમ હાર મળી છે.

પોઈન્ટ ટેબલની સ્થિતિ

રાજસ્થાન રોયલ્સને તેની પાંચમી મેચમાં પ્રથમ હાર મળી હતી. IPL 2024ના પોઈન્ટ ટેબલમાં સંજુ સેમસનની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સ ટીમ હજુ પણ નંબર-1 પર છે. આ સાથે જ ગુજરાત ટાઇટન્સની છ મેચમાં આ ત્રીજી જીત હતી. શુભમન ગિલની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ ટીમ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને અટવાઈ ગઈ છે

RCB Vs CSK: ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, IPLમાં આવું કરનાર બન્યો પ્રથમ ખેલાડી, પોતાના નામે કર્યો આ મોટો રેકોર્ડ..
Rohit Sharma: રોહિત શર્મા છોડશે મુંબઈ ઈન્ડિયન્સનો સાથ ! હવે રોહિત કઈ ટીમ માટે રમી શકે છે? આ 2 ટીમોના નામ સૌથી આગળ.
IPL 2024 Sanjiv Goenka : સંજીવ ગોએન્કાએ માત્ર કેએલ રાહુલ સાથે જ નહીં પરંતુ એમએસ ધોની સાથે પણ ગેરવર્તણૂક કરી હતી, ત્યારબાદ માહી પાસેથી કેપ્ટન્સી છીનવી લીધી હતી..
IPL 2024: મારા વિશે શું, મારું તો આ છેલ્લું છે… રોહિત અને અભિષેક નાયરનો વીડિયો વાયરલ, શું મુંબઈ ઈન્ડિયન્સ છોડવાની તૈયારી કરી રહ્યો છે રોહિત શર્મા?
Exit mobile version