Site icon

IPL 2024: IPLની ધમાલ વચ્ચે મુંબઈના હાર્દિક પંડ્યા પહોંચ્યા મહાદેવના શરણમાં, ભગવાન શિવનો દૂધ અને દહીંથી અભિષેક કર્યો… જુઓ વિડીયો..

IPL 2024: એક વીડિયો શેર કર્યો છે, જેમાં મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા પૂજા કરતો જોવા મળી રહ્યો છે. IPL 2024માં હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સતત ત્રણ મેચ હારી ગઈ છે. ચાલુ ટુર્નામેન્ટમાં મુંબઈ એકમાત્ર એવી ટીમ છે. જેણે હજુ સુધી જીતનું ખાતું ખોલ્યું નથી.

IPL 2024: Hardik Pandya from Mumbai reached the shelter of Mahadev amid the IPL frenzy, anointed Lord Shiva with milk and curd

IPL 2024: Hardik Pandya from Mumbai reached the shelter of Mahadev amid the IPL frenzy, anointed Lord Shiva with milk and curd

  News Continuous Bureau | Mumbai 

  IPL 2024: મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા અત્યારે ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સની કમાન સંભાળી ત્યારથી તેને ઘણી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સતત મેચોમાં તેને મેચ દરમિયાન બૂમાબૂમનો સામનો કરવો પડ્યો છે. આ બધાની વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પાંચ દિવસના વિરામ પર છે અને આ દરમિયાન ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ શુક્રવારે સોમનાથ મંદિરમાં ભગવાન શિવની પૂજા કરી હતી. સોમનાથ મંદિર દેશના 12 જ્યોતિર્લિંગોમાં પ્રથમ આવે છે.

Join Our WhatsApp Community

હાર્દિક પંડ્યા સોમનાથ મંદિરમાં ભગવાન શિવની પૂજા કરી 

 એક વીડિયોમાં મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા પૂજા કરતો જોવા મળી રહ્યો છે. IPL 2024માં હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સતત ત્રણ મેચ હારી ગઈ છે. ચાલુ ટુર્નામેન્ટમાં મુંબઈ એકમાત્ર એવી ટીમ છે. જેણે હજુ સુધી જીતનું ખાતું ખોલ્યું નથી. ટીમના ખરાબ પ્રદર્શનને કારણે હાર્દિક પંડ્યાને પ્રશંસકો તરફથી સમર્થન નથી મળી રહ્યું અને તેને મેદાનની અંદર અને બહાર ઘણો ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Bengaluru Cafe Blast : NIA એ રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં BJP કાર્યકરની અટકાયત કરી, કર્ણાટકના મંત્રીનો દાવો: અહેવાલો.. જાણો વિગતે..

 

  મુંબઈ ઈન્ડિયન્સની ટીમે તેની છેલ્લી મેચ 1 એપ્રિલે રમી હતી..

મુંબઈ ઈન્ડિયન્સની ટીમે તેની છેલ્લી મેચ 1 એપ્રિલે રમી હતી, ત્યારબાદ ટીમ 5 દિવસના બ્રેક પર છે. હાલ સમગ્ર મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ગુજરાતના જામનગરમાં પહોંચી ગઈ છે. મુંબઈ ઈન્ડિયન્સની આગામી મેચ 7 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ સામે છે. ટીમ આ બ્રેકમાંથી ફ્રેશ થઈને આગામી મેચમાં નવા જોશ સાથે રમવા ઉતરશે.

હાર્દિક પંડ્યાએ 2015માં IPLમાં ડેબ્યૂ કર્યું હતું. તે 2021 સુધી ટીમ સાથે જોડાયેલો રહ્યો. તે પછી તે ગુજરાત ટાઇટન્સમાં જોડાયો, જ્યાં તેણે તેની પ્રથમ સિઝનમાં ટાઇટલ જીત્યું. આ પછી તેણે ફાઈનલ સુધીની સફર કરી. જો કે, IPL 2024 પહેલા, તે મુંબઈ ઈન્ડિયન્સ ટીમ સાથે જોડાયો અને કેપ્ટન પણ બન્યો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

RCB Vs CSK: ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, IPLમાં આવું કરનાર બન્યો પ્રથમ ખેલાડી, પોતાના નામે કર્યો આ મોટો રેકોર્ડ..
Rohit Sharma: રોહિત શર્મા છોડશે મુંબઈ ઈન્ડિયન્સનો સાથ ! હવે રોહિત કઈ ટીમ માટે રમી શકે છે? આ 2 ટીમોના નામ સૌથી આગળ.
IPL 2024 Sanjiv Goenka : સંજીવ ગોએન્કાએ માત્ર કેએલ રાહુલ સાથે જ નહીં પરંતુ એમએસ ધોની સાથે પણ ગેરવર્તણૂક કરી હતી, ત્યારબાદ માહી પાસેથી કેપ્ટન્સી છીનવી લીધી હતી..
IPL 2024: મારા વિશે શું, મારું તો આ છેલ્લું છે… રોહિત અને અભિષેક નાયરનો વીડિયો વાયરલ, શું મુંબઈ ઈન્ડિયન્સ છોડવાની તૈયારી કરી રહ્યો છે રોહિત શર્મા?
Exit mobile version