News Continuous Bureau | Mumbai
IPL 2025 final : IPL 2025ના ફાઇનલમાં પંજાબ કિંગ્સને RCB સામે 6 રનથી હારનો સામનો કરવો પડ્યો. છતાં પણ ટીમના માલિકોને ₹13 કરોડની રકમ રનર-અપ તરીકે મળી. પ્રીતિ ઝિન્ટા, જે પંજાબ કિંગ્સ ની ત્રીજી સહમાલિક છે, તેમને આ રકમનો ત્રીજો હિસ્સો મળવાનો છે. જોકે આ રકમ પર પહેલા કંપનીના હિસાબે અને પછી વ્યક્તિગત રીતે tax લાગશે.
IPL 2025 final : IPL Final હાર્યા પછી પણ મળ્યા ₹4.3 કરોડ
પંજાબ કિંગને ₹13 કરોડ મળ્યા જેમાંથી પ્રીતિ ઝિન્ટાને ત્રીજો હિસ્સો એટલે કે અંદાજે ₹4.3 કરોડ મળ્યા. આ રકમ IPLના રનર-અપ તરીકે મળી છે. જો ટીમ જીતી હોત તો ₹20 કરોડ મળત અને પ્રીતિ ઝિન્ટાને ₹6.6 કરોડ મળત.
IPL 2025 final : આ રકમ પર લાગશે કોર્પોરેટ અને પર્સનલ ટેક્સ
આ રકમ પહેલા કંપનીના હિસાબે 30% ટેક્સ હેઠળ આવશે. એટલે ₹13 કરોડ પર અંદાજે ₹3.9 કરોડ ટેક્સ કપાશે. ત્યારબાદ પ્રીતિ ઝિન્ટાને મળતા હિસ્સા પર પણ પર્સનલ ઇનકમટેક્સ લાગશે, જે ₹1.2 થી ₹1.5 કરોડ સુધી હોઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : Operation Sindoor : સીડીએસ અનિલ ચૌહાણે પાકિસ્તાનને બતાવ્યો અરીસો.. કહ્યું – ભારતે માત્ર 8 કલાકમાં પાક. ને ઘૂંટણિયે પાડી દીધું, આપણી ડ્રોન સિસ્ટમ મજબૂત…
IPL 2025 final : IPL જીતનો સપનો તૂટ્યો, પણ કમાણી યથાવત
પ્રીતિ ઝિન્ટા IPLની મોટી ફેન છે અને વર્ષો સુધી પંજાબ કિંગ્સ ને સપોર્ટ કરતી રહી છે. આ વર્ષે પણ ટીમ ફાઇનલ સુધી પહોંચી, પણ જીત ન મળી. તેમ છતાં પ્રીતિને આર્થિક રીતે મોટો ફાયદો થયો છે.