Site icon

LSG vs CSK: IPL માં ધોની મેદાને આવે અને કાન ફાડી નાખે તેવો શોર થાય છે. નોઈસ લેવલ રેકોર્ડ થયું…

LSG vs CSK: લખનઉ સુપરજાયન્ટ્સના સ્ટાર ખેલાડી ક્વિન્ટન ડી કોકની પત્નીએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી હતી. આ સ્ટોરીમાં તેણે પોતાની સ્માર્ટ વોચ પર મળેલા એલર્ટનો ફોટો શેર કર્યો હતો. આ એલર્ટ મેસેજમાં લખવામાં આવ્યું હતું કે સ્ટેડિયમમાં ઘોંઘાટ એટલો બધો છે કે જો કોઈ અહીં 10 મિનિટ સુધી સતત રહે તો તે બહેરો થઈ શકે છે.

LSG vs CSK As soon as MS Dhoni entered the stadium, Quinton de Kock's wife received this alert message...

LSG vs CSK As soon as MS Dhoni entered the stadium, Quinton de Kock's wife received this alert message...

News Continuous Bureau | Mumbai

LSG vs CSK: લખનૌ સુપરજાયન્ટ્સની ટીમ બેશક ચેન્નાઈ સામે ઘરઆંગણે મેચ રમી રહી હતી, પરંતુ મહેન્દ્ર સિંહ ધોનીના  નામે સ્ટેડિયમમાં ધૂમ મચાવી હતું. કારણ કે એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં ધોનીની જોરદાર બેટીંગ પ્રદર્શન જોઈને ચાહકોની ઈચ્છા પૂરી થઈ હતી. વાસ્તવમાં લખનૌ સામેની મેચમાં મહેન્દ્ર સિંહ ધોની બેટિંગ કરવા ડ્રેસિંગ રૂમમાંથી બહાર આવતા જ આખું સ્ટેડિયમ તેના નામના નાદથી ગૂંજી ઉઠ્યું હતું. આખુ સ્ટેડિયમ પીળા પોશાકની જર્સીના રંગથી રંગાયેલું દેખાયું હતું. સ્ટેડિયમમાં એટલો હાઈ અવાજ હતો કે સ્માર્ટ વોચ પર એલર્ટ મેસેજ પણ આવવા લાગ્યા હતા. 

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે, લખનઉ સુપરજાયન્ટ્સના સ્ટાર ખેલાડી ક્વિન્ટન ડી કોકની ( quinton de kock ) પત્નીએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી હતી. આ સ્ટોરીમાં તેણે પોતાની સ્માર્ટ વોચ પર મળેલા એલર્ટનો ફોટો શેર કર્યો હતો. આ એલર્ટ મેસેજમાં ( alert message ) લખવામાં આવ્યું હતું કે સ્ટેડિયમમાં ( Ekana Cricket Stadium )  ઘોંઘાટ એટલો બધો છે કે જો કોઈ અહીં 10 મિનિટ સુધી સતત રહે તો તે બહેરો થઈ શકે છે. એલર્ટ મેસેજમાં 95 ડેસિબલ અવાજ માપવામાં આવ્યો હતો જે એકદમ ખતરનાક માનવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો :  Surat: સુરત કોર્ટમાં હવે લગ્નવિષયક તકરારોમાં કેસ દાખલ કર્યા વિના સુખદ સમાધાનની નિઃશુલ્ક વ્યવસ્થા

 LSG vs CSK: લખનૌ સામેની આ મેચમાં ધોનીએ માત્ર 9 બોલનો સામનો કર્યો હતો..

લખનૌ સામેની આ મેચમાં ધોનીએ માત્ર 9 બોલનો સામનો કર્યો હતો, જેમાં તેણે 311ના સ્ટ્રાઈક રેટથી 28 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેણે 3 ફોર અને 2 સિક્સ પણ ફટકારી હતી. ધોનીની ( Mahendra Singh Dhoni ) આ ઝડપી ઇનિંગના કારણે લખનૌની ટીમ નિર્ધારિત 20 ઓવરની રમતમાં 176 રન બનાવી શકી હતી. ધોની સિવાય રવિન્દ્ર જાડેજાએ CSK માટે 57 રનની અણનમ ઇનિંગ રમી હતી.

CSK સામેની મેચમાં લખનૌની ટીમે 176 રનના લક્ષ્યાંકનો પીછો કરતા 8 વિકેટે મેચ જીતી લીધી હતી . લખનૌ માટે કેએલ રાહુલે 82 રન અને ક્વિન્ટન ડી કોકે 54 રનનું યોગદાન આપ્યું હતું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Ranji Trophy: જમ્મુ-કાશ્મીરનો રણજી ટ્રોફીમાં સુવર્ણ ઇતિહાસ: પ્રથમવાર ફાઈનલમાં પ્રવેશ, આકિબ નબી અને અબ્દુલ સમદનો જાદુ!
India vs Pakistan: ભારત સામે પાકિસ્તાનનું નાક કપાયું! ટીમની શરમજનક હાલત જોઈ PCB ચીફ મોહસિન નકવી મેચ અધવચ્ચે જ છોડીને ભાગ્યા, વીડિયો થયો વાયરલ.
India vs Pakistan: કોલંબોમાં ટીમ ઈન્ડિયાનું ભવ્ય સ્વાગત! પાકિસ્તાન સામેની મેચ પહેલા અર્શદીપ સિંહે કર્યો જબરદસ્ત ડાન્સ; જુઓ વાયરલ વીડિયો.
India vs Pakistan: ભારત-પાક મેચ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! અભિષેક શર્માની તબિયત લથડી, વજનમાં થયો ઘટાડો; શું પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરશે?.
Exit mobile version