Site icon

Marlon Samuels Banned: વર્લ્ડકપ ખતમ થતા જ ICC એક્શનમાં, આ ક્રિકેટ ખેલાડી પર લગાવ્યો 6 વર્ષનો પ્રતિબંધ, જાણો શું છે આ સંપુર્ણ મામલો.. વાંચો અહીં.. .

Marlon Samuels Banned: આઈસીસીએ વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ક્રિકેટર માર્લોન સેમ્યુઅલ્સ પર છ વર્ષનો પ્રતિબંધ મૂક્યો છે. સેમ્યુઅલ્સે વેસ્ટ ઈન્ડિઝ માટે ઘણા પ્રસંગોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. નિવૃત્તિ બાદ તે ઘરેલુ લીગમાં રમી રહ્યો છે

Marlon Samuels Banned As soon as the World Cup ends, in ICC action, this cricketer is banned for 6 years,

Marlon Samuels Banned As soon as the World Cup ends, in ICC action, this cricketer is banned for 6 years,

News Continuous Bureau | Mumbai

Marlon Samuels Banned: આઈસીસી ( ICC )વેસ્ટ ઈન્ડિઝ ( West Indies ) ના દિગ્ગજ ક્રિકેટર માર્લોન સેમ્યુઅલ્સ ( Marlon Samuels ) પર છ વર્ષનો પ્રતિબંધ મૂક્યો છે. સેમ્યુઅલ્સે વેસ્ટ ઈન્ડિઝ માટે ઘણા પ્રસંગોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. નિવૃત્તિ ( Retirement ) બાદ તે ઘરેલુ લીગમાં રમી રહ્યો છે. પરંતુ હવે તેના પર ભ્રષ્ટાચારમાં ( corruption ) દોષી હોવાના કારણે તેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સેમ્યુઅલ્સ આગામી છ વર્ષ સુધી કોઈપણ ફોર્મેટમાં રમી શકશે નહીં.

Join Our WhatsApp Community

સેમ્યુઅલ્સને અમીરાત ક્રિકેટ બોર્ડ ( Emirates Cricket Board ) ના ભ્રષ્ટાચાર વિરોધી સંહિતા સાથે સંબંધિત નિયમોનો ભંગ કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો છે. આઈસીસી એચઆર ( ICC HR ) અને ઈન્ટિગ્રિટી યુનિટના વડા એલેક્સ માર્શને ગુરુવારે આ પ્રતિબંધની જાહેરાત કરી હતી. તેણે કહ્યું, સેમ્યુઅલ્સ લગભગ બે દાયકાથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન, તેમણે ઘણી વખત એન્ટી કરપ્શન સેશનમાં ભાગ લીધો હતો. તે જાણતો હતો કે એન્ટી કરપ્શનની જવાબદારી શું છે. તે નિવૃત્ત થયો છે. પરંતુ જ્યારે ગુનો આચરવામાં આવ્યો ત્યારે તે ટીમનો ભાગ હતો.

2015માં ICCએ બોલિંગ એક્શન પર પણ એક વર્ષ માટે પ્રતિબંધ મુક્યો હતો..

એવો આરોપ છે કે સેમ્યુઅલ્સે 2019માં અબુ ધાબી T10 લીગ દરમિયાન ભ્રષ્ટાચાર સંબંધિત નિયમો તોડ્યા હતા. તેના પર ચાર આરોપ લગાવવામાં આવ્યા છે. અગાઉ 2008માં તેના પર પૈસા લેવાનો આરોપ લાગ્યો હતો. આઈસીસીએ ત્યારે પણ સેમ્યુઅલ્સને દોષિત ગણાવ્યો હતો. તેના પર બે વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. 2015માં ICCએ બોલિંગ એક્શન પર પણ એક વર્ષ માટે પ્રતિબંધ મુક્યો હતો.

આ સમાચાર પણ વાંચોઃ  Bharti Hexacom IPO: 11 વર્ષ પછી ટુંક સમયમાં આવી રહ્યો છે ભારતી એરટેલ કંપનીનો આ IPO.. સરકારને આટલા હજાર કરોડ રૂપિયા મળવાની અપેક્ષા.. જાણો વિગતે.

તમને જણાવી દઈએ કે સેમ્યુઅલ્સે 2016માં વેસ્ટ ઈન્ડિઝ માટે છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. છેલ્લી વનડે 2018માં રમાઈ હતી. તેણે 71 ટેસ્ટ મેચમાં 3917 રન બનાવ્યા છે. આ દરમિયાન 41 વિકેટ લીધી છે. તેણે 207 ODI મેચમાં 5606 રન બનાવ્યા છે. આ દરમિયાન 89 વિકેટ લીધી છે. વનડે મેચમાં સેમ્યુઅલ્સનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 12 રનમાં 3 વિકેટ લેવાનું હતું.

India-EU Trade Deal 2026: ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ઐતિહાસિક મુક્ત વ્યાપાર સમજૂતી, જાણો કેવી રીતે આ ડીલ ભારતીય અર્થતંત્રનો ચહેરો બદલી નાખશે.
US-Iran Tension: મધ્ય-પૂર્વમાં મહાયુદ્ધના ભણકારા! ટ્રમ્પનું સૌથી શક્તિશાળી હથિયાર ઈરાન સરહદે પહોંચ્યું; તેહરાનમાં ખળભળાટ.
Maharashtra Weather Update: મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદની આફત: મુંબઈ અને નવી મુંબઈમાં મેઘરાજાની એન્ટ્રી,જાણો હવામાન વિભાગની આગાહી
Bank Strike Today:આજે બેંકમાં કામ છે? તો આ સમાચાર વાંચી લેજો; દેશભરમાં હજારો બેંક કર્મચારીઓ હડતાળ પર, જાણો શું ખુલ્લું રહેશે અને શું બંધ.
Exit mobile version