Site icon

MCA President Amol Kale : મુંબઈ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અમોલ કાળેનું નિધન; આ બીમારીએ લીધો તેમનો ભોગ..

MCA President Amol Kale : મુંબઈ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અમોલ કાળેનું નિધન થયું છે. અમોલ કાળેનું અમેરિકાના ન્યુયોર્કમાં ગંભીર હાર્ટ એટેકના કારણે અવસાન થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. તેમણે 47 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. અમોલ કાલે તેના મિત્રો અને પરિવાર સાથે ટ્વેન્ટી20 વર્લ્ડ કપની મેચો જોવા ન્યૂયોર્કની ટૂર પર ગયા હતા. તેણે રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચ પણ જોઈ હોવાના અહેવાલ છે.

MCA President Amol Kale Mumbai Cricket Association President Amol Kale passed away in New York

MCA President Amol Kale Mumbai Cricket Association President Amol Kale passed away in New York

 News Continuous Bureau | Mumbai

MCA President Amol Kale : ક્રિકેટ વર્તુળમાંથી હાલના મોટા અને ખૂબ જ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે.  મુંબઈ ક્રિકેટ એસોસિએશન ( Mumbai Cricket Association ) ના પ્રમુખ અમોલ કાળે ( Amol Kale ) નું નિધન થયું હોવાના અહેવાલ છે. માહિતી સામે આવી છે કે અમોલ કાળેનું હાર્ટ એટેક ( Heart Attack ) થી મૃત્યુ થયું છે. અમોલ કાળેએ  47 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું. તેમણે ન્યૂયોર્કમાં અંતિમ શ્વાસ લીધા. 

Join Our WhatsApp Community

MCA President Amol Kale : ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં સમય લાગશે 

અમોલ કાળેનું વિદેશમાં નિધન થયું હોવાથી તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં સમય લાગશે તેવી અપેક્ષા છે. તમામ કાગળની ઔપચારિકતા પૂર્ણ થયા બાદ મૃતદેહને ભારત ( India ) લાવવામાં આવી શકે છે. અંતિમ સંસ્કાર ક્યારે થશે તે અંગે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.

આ સમાચાર પણ વાંચો : PM Modi 3.0 Oath Ceremony: રાષ્ટ્રપતિ ભવનમાં આ તે કેવી હલચલ?, મોદી સરકારના શપથગ્રહણ સમારોહમાં વિચરતું દેખાયું રહસ્યમય પ્રાણી; જુઓ વિડિયો..

MCA President Amol Kale :  અનેક લોકોએ શ્રદ્ધાંજલિ  આપી

મહત્વનું છે કે ન્યૂયોર્ક ના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં 9 જૂને ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાન વચ્ચેની મેચ રમાઈ હતી. અમોલ કાળે અને તેના અન્ય સાથીદારો મેચ જોવા ગયા હતા. અમોલ કાળેના નિધનથી ક્રિકેટ વર્તુળમાં શોકની લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે. અમોલ કાળે ના સાથીદારો, રમતગમતના પત્રકારો, વિવિધ ક્ષેત્રના દિગ્ગજોએ અમોલ કાળે ના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ઘણા લોકોએ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમોલ કાળે સાથેના ફોટા પોસ્ટ કરીને તેમની યાદોને તાજી કરી છે. અનેક લોકોએ શ્રદ્ધાંજલિ પણ આપી છે.

Mumbai YouTuber hostage case: મુંબઈના આર એ સ્ટુડિયોમાં ૧૫-૨૦ બાળકોને બંધક બનાવનાર યુટ્યુબર પકડાયો! તમામ બાળકો સુરક્ષિત
Trump: ટ્રમ્પ-જિનપિંગની ઐતિહાસિક ડીલ! US એ ટેરિફ ઘટાડ્યો, બદલામાં ચીન ‘રેર અર્થ’ મેટલ આપશે અને સોયાબીન પણ ખરીદશે.
Trump Jinping visit: ટ્રમ્પની જિનપિંગ સાથે મુલાકાત: યુએસ-ચીનનો ગતિરોધ થશે ખતમ? ટેરિફ, ટ્રેડ ડીલ પર બનશે વાત? ટ્રમ્પે શું કહ્યું?
Private Coaching Classes: મુંબઈના ખાનગી કોચિંગ ક્લાસની તપાસ માટે સમિતિ બનાવો અને પંદર દિવસમાં અહેવાલ રજૂ કરો!
Exit mobile version