News Continuous Bureau | Mumbai
MI vs SRH: IPLના ઈતિહાસમાં જ્યારે પણ કોઈ સફળ કેપ્ટનનો ઉલ્લેખ થાય છે ત્યારે તેમાં રોહિત શર્માનું ( Rohit Sharma ) નામ ચોક્કસથી લેવામાં આવે છે. જેણે પોતાની ટીમને પાંચ વખત IPL ટ્રોફી જીતાડવી. આ વર્ષે મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ રોહિત શર્મા પાસેથી છીનવીને હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી હતી, પરંતુ અત્યાર સુધી રમાયેલી બે મેચમાં હાર્દિક પંડ્યા તેની કેપ્ટનશિપથી કોઈને પ્રભાવિત કરી શક્યો નથી. આવી સ્થિતિમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ અને માલિક ટેન્શનમાં જોવા મળી રહ્યા છે. દરમિયાન બુધવારે સનરાઈઝર્સ હૈદરાબાદ સાથેની મેચ બાદ મુંબઈ ઈન્ડિયન્સના માલિક આકાશ અંબાણી અને રોહિત શર્મા એકબીજા સાથે વાત કરતા જોવા મળ્યા હતા.
બુધવાર હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ ( Mumbai Indians ) વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં મુંબઈ ઈન્ડિયન્સને 31 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની આ બીજી હાર છે. આ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે મુંબઈ ઈન્ડિયન્સ પર સંપૂર્ણ રીતે પ્રભુત્વ જમાવ્યું હતું. આ પછી હાર્દિક પંડ્યાની ( Hardik Pandya ) કેપ્ટનશીપ પર સવાલો ઉઠી રહ્યા છે અને ચાહકો તેની જગ્યાએ રોહિત શર્માને ફરીથી કેપ્ટન બનાવવાની માંગ કરી રહ્યા છે.
Akash Ambani having a chat with Rohit Sharma after the loss against SRH #AkashAmbani #RohitSharma𓃵 #SRHvMI #IPL2024 #MIvsSRH #cricket pic.twitter.com/3NLVF88d9Y
— Mr:Zeeshoo (@Mr_Zeeshuu) March 27, 2024
પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 277 રન બનાવ્યા હતા…
હૈદરાબાદ અને મુંબઈ વચ્ચેની મેચ બાદ સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં આકાશ અંબાણી ( Akash Ambani ) રોહિત શર્મા સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન હાર્દિક પંડ્યા પણ ત્યાં હાજર છે. આવી સ્થિતિમાં, આ તસવીર જોયા પછી ચાહકો એવી પણ કોમેન્ટ કરી રહ્યા છે કે આકાશ પણ રોહિત શર્માને ફરીથી કેપ્ટનશિપ આપવા ઈચ્છે છે.
આ સમાચાર પણ વાંચો : Kejriwal Case: ભારતના વિરોધ છતાં કેજરીવાલની ધરપકડ અને કોંગ્રેસના બેંક ખાતા ફ્રિઝ પર અમેરિકાએ જ્ઞાન..
મેચની વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 277 રન બનાવ્યા હતા. આટલો મોટો સ્કોર બનાવતા સનરાઈઝે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો રેકોર્ડ તોડ્યો હતો. IPLની એક ઇનિંગ્સમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ RCBના નામે હતો. પરંતુ હવે તે હૈદરાબાદના નામ થઈ ગયો છે. હૈદરાબાદ તરફથી હેનરિક ક્લાસે અણનમ 80 રન બનાવ્યા હતા. તેણે 34 બોલમાં 7 સિક્સ અને 4 ફોર ફટકારી હતી. દરમિયાન, અભિષેક શર્માએ 63 રન અને ટ્રેવિસ હેડે 62 રનની ઇનિંગ રમી હતી.
હૈદરાબાદ દ્વારા આપવામાં આવેલા ટાર્ગેટનો પીછો કરતા મુંબઈએ 246 રન બનાવ્યા હતા. આમાં તિલક વર્માએ 64 રનની ઇનિંગ રમી હતી. મુંબઈના બોલરો પર નજર કરીએ તો પીયૂષ ચાવલા સૌથી મોંઘો બોલર સાબિત થયો હતો. તેણે 2 ઓવરમાં 34 રન આપીને 1 વિકેટ લીધી હતી. તેમજ શમ્સ મુલાનીએ 2 ઓવરમાં 33 રન આપ્યા હતા. તો મફાકાએ 4 ઓવરમાં 66 રન આપ્યા હતા.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)