Site icon News Continuous Bureau | Mumbai

Mumbai Indians IPL 2026। MI માટે ખરાબ સમાચાર સૂર્યકુમાર યાદવના કંગાળ ફોર્મે વધારી ચિંતા, શું ૧૬ કરોડનો દાવ ઊંધો પડ્યો?

Mumbai Indians IPL 2026। 8 મેચમાં માત્ર 159 રન; હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ બાદ હવે સ્ટાર બેટ્સમેન સૂર્યાના ફોર્મ પર ઉઠ્યા ગંભીર સવાલો

Mumbai Indians IPL 2026। MI માટે ખરાબ સમાચાર સૂર્યકુમાર યાદવના કંગાળ ફોર્મે વધારી ચિંતા, શું  ૧૬ કરોડનો દાવ ઊંધો પડ્યો?

Mumbai Indians IPL 2026। MI માટે ખરાબ સમાચાર સૂર્યકુમાર યાદવના કંગાળ ફોર્મે વધારી ચિંતા, શું ૧૬ કરોડનો દાવ ઊંધો પડ્યો?

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Mumbai Indians IPL 2026। આઈપીએલ 2026માં પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સની હાલત અત્યંત દયનીય જોવા મળી રહી છે. એક તરફ હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ સતત વિવાદોમાં છે, તો બીજી તરફ ટીમના સૌથી ભરોસાપાત્ર ગણાતા ખેલાડી સૂર્યકુમાર યાદવની નિષ્ફળતાએ ફ્રેન્ચાઈઝીની ચિંતામાં મોટો વધારો કર્યો છે. મુંબઈ ઈન્ડિયન્સે સૂર્યાને આ સીઝન માટે 16.35 કરોડ રૂપિયા જેવી માતબર રકમ આપીને રિટેન કર્યો હતો, પરંતુ મેદાન પર તેની અસર શૂન્ય દેખાઈ રહી છે.

આંકડામાં સૂર્યાનું કંગાળ પ્રદર્શન

આઈપીએલ 2026માં અત્યાર સુધી રમાયેલી 8 મેચોમાં સૂર્યકુમાર યાદવે માત્ર 19.88ની સરેરાશથી 159 રન બનાવ્યા છે. આ આંકડા તેના કદ અને કિંમતની સરખામણીએ ખૂબ જ ઓછા છે. ઉલ્લેખનીય છે કે સૂર્યાએ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે સીઝનની પહેલી જ મેચમાં અડધી સદી ફટકારી હતી, પરંતુ તે પછીની મેચોમાં તે રન બનાવવા માટે સંઘર્ષ કરતો જોવા મળ્યો છે.

મુંબઈ ઈન્ડિયન્સનો મજબૂત સ્તંભ હવે નબળો પડ્યો

સોશિયલ મીડિયા પર ચાહકો હવે એવો સવાલ પૂછી રહ્યા છે કે મુંબઈ ઈન્ડિયન્સને આટલો મોટો ‘ચૂનો’ કોણ લગાવી રહ્યું છે? સૂર્યકુમાર યાદવ જે અગાઉ મુંબઈની બેટિંગનો મુખ્ય આધારસ્તંભ ગણાતો હતો, તે હવે ટીમના પતનનું કારણ બની રહ્યો હોય તેમ લાગે છે. ટીમના પિલર સમાન આ ખેલાડીના નબળા ફોર્મને કારણે મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેના સ્થાને પહોંચી ગઈ છે.

હાર્દિક પંડ્યા અને ટીમ મેનેજમેન્ટની મુશ્કેલીઓ

કેપ્ટન હાર્દિક પંડ્યા પહેલાથી જ ટ્રોલિંગનો સામનો કરી રહ્યો છે, ત્યારે સૂર્યાની નિષ્ફળતાએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. જો મુંબઈને પ્લેઓફની રેસમાં ટકી રહેવું હોય તો સૂર્યાએ તાત્કાલિક ફોર્મમાં આવવું પડશે. જો આગામી મેચોમાં પણ આવું જ પ્રદર્શન ચાલુ રહ્યું, તો 16.35 કરોડનું આ રોકાણ મુંબઈ ઈન્ડિયન્સ માટે સૌથી મોટો ફ્લોપ સોદો સાબિત થઈ શકે છે.

👉 આ સમાચાર વાચો:
Elon Musk AI Warning। OpenAI પર એલોન મસ્કનો પ્રહાર ‘ચેરિટી ચોરી’ કરવાનો આરોપ લગાવતા કોર્ટમાં આપી AI થી માનવજાતને ખતરાની ગંભીર ચેતવણી

IND vs NZ 4th T20 Auckland ચોથી T20માં ભારતની શરમજનક હાર ન્યૂઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને ૮૭ રને કચડ્યું, ગ્લેન ફિલિપ્સની સદી અને જેકબ ડફીની ઘાતક બોલિંગ
Hardik Pandya Mumbai Indians IPL 2027 Retention મુંબઈ ઈન્ડિયન્સનો સાથ નહીં છોડે હાર્દિક પંડ્યા! IPL 2027 ઓક્શન પૂર્વે સામે આવ્યું મોટું અપડેટ, અફવાઓ પર લાગી પૂર્ણવિરામ
Abhishek Sharma T20 Records આંતરરાષ્ટ્રીય મંચ પર જમાવ્યો સિક્કો, અભિષેક શર્માની તોફાની બેટિંગે રચ્યો નવો ઈતિહાસ; સૂર્યાની બરાબરી થઈ ગઈ, હવે ‘હિટમેન’નો વારો!
IND vs NZ 3rd T20 ભારતનો ન્યૂઝીલેન્ડ સામે ઐતિહાસિક શ્રેણી વિજય વેલિંગ્ટનના મેદાન પર ચોગ્ગાછગ્ગાનો વરસાદ; કિવી બોલરો સામે ભારતીય ઓપનરની આક્રમક બેટિંગ
Exit mobile version