Site icon

Trent Boult: ન્યૂઝીલેન્ડના ઘાતક બોલર ટ્રેન્ટ બોલ્ટે લીધો મોટો નિર્ણય, કહ્યું- ‘આ મારો છેલ્લો T20 વર્લ્ડ કપ છે’.. જાણો વિગતે..

Trent Boult: ન્યૂઝીલેન્ડના ખરાબ પ્રદર્શન વચ્ચે સ્ટાર ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે એક મોટી જાહેરાત કરી છે. તે 17 જૂને T20 વર્લ્ડ કપની છેલ્લી મેચ રમશે. તે બાદ તે T20 વર્લ્ડ કપમાંથી સંન્યાસ લેશે.

New Zealand's deadly bowler Trent Boult took a big decision, said- 'This is my last T20 World Cup'.. Know details..

New Zealand's deadly bowler Trent Boult took a big decision, said- 'This is my last T20 World Cup'.. Know details..

News Continuous Bureau | Mumbai 

Trent Boult: અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા આયોજિત વર્લ્ડ કપમાં ચાહકોએ ઘણા ચોંકાવનારા પરિણામો જોયા છે. આ વર્લ્ડ કપમાં ઘણી અનુભવી ટીમો, નવી ટીમો દ્વારા પરાજિત થઈ હતી. ત્યારે હવે ન્યુઝીલેન્ડના ( New Zealand ) ખરાબ પ્રદર્શન વચ્ચે સ્ટાર ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે મોટી જાહેરાત કરી છે. તે 17 જૂને T20 વર્લ્ડ કપની છેલ્લી મેચ રમશે. તેણે સ્પષ્ટ કર્યું છે કે આ તેની છેલ્લી T20 વર્લ્ડ કપ મેચ હશે. 

Join Our WhatsApp Community

ખરાબ પ્રદર્શનને કારણે ન્યૂઝીલેન્ડ T20 વર્લ્ડ કપ 2024માંથી ( T20 World Cup 2024 ) બહાર થઈ ગયું હતું. ન્યૂઝીલેન્ડને પ્રથમ મેચમાં અફઘાનિસ્તાન સામે અને બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ અફઘાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝે ત્રણ-ત્રણ મેચ જીતીને સુપર-8માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આવી સ્થિતિમાં ટીમના ખરાબ પ્રદર્શનને જોઈને ટ્રેન્ટ બોલ્ટે ત્રીજી મેચ ( T20 Match ) બાદ જાહેરાત કરી કે આ તેનો છેલ્લો T20 વર્લ્ડ કપ છે. આ પછી તે આગામી T20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડની ( New Zealand bowler ) ટીમનો ભાગ નહીં હોય. 

આ સમાચાર પણ વાંચો : Maharashtra Weather Update : સાવધાન! મહારાષ્ટ્રમાં આગામી બે દિવસમાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગે આ વિસ્તારમાં યલો એલર્ટ જારી કર્યો..

Trent Boult: ન્યૂઝીલેન્ડની શ્રેણીની ત્રીજી મેચ યુગાન્ડા સામે હતી…

ન્યૂઝીલેન્ડની શ્રેણીની ત્રીજી મેચ યુગાન્ડા સામે હતી. 34 વર્ષીય બોલ્ટે મેચ જીત્યા બાદ પોતાની લાગણી વ્યક્ત કરી હતી. જેમાં તેણે નિવેદન આપતા કહ્યું હતું કે, હું માત્ર એટલું કહેવા માંગુ છું કે આ મારો છેલ્લો T20 વર્લ્ડ કપ છે. અમને આવી શરૂઆતની અપેક્ષા નહોતી. આ પચાવવું ખૂબ મુશ્કેલ છે. સ્પર્ધામાં આગળ ન વધી શકવાથી અમે બધા નિરાશ છીએ. પરંતુ જ્યારે તમને દેશ માટે રમવાની તક મળે છે, ત્યારે તે ગર્વની વાત છે. આમ તેણે જાહેરાત કરી હતી કે. તે આગામી T20 વર્લ્ડ કપમાં નહીં રમે. તેથી, લીગમાં ન્યૂઝીલેન્ડની છેલ્લી મેચ 17 જૂને પાપુઆ ન્યૂ ગિની સામે થશે. આ મેચ T20 વર્લ્ડ કપમાં ટ્રેન્ટ બોલ્ટની છેલ્લી મેચ હશે.

 

Osama bin Laden: CIA એ કર્યો મોટો પર્દાફાશ: ઓસામાથી લઈને પાક.ના પરમાણુ શસ્ત્રો સુધી… પૂર્વ અધિકારીએ કર્યા ચોંકાવનારા ખુલાસા
Donald Trump: વિશ્વ રાજકારણમાં ગરમાવો: ડોનાલ્ડ ટ્રમ્પે આ દેશના રાષ્ટ્રપતિને ‘ડ્રગ લીડર’ ગણાવ્યા, તાત્કાલિક પ્રતિબંધ મૂક્યો.
FATF: પાકિસ્તાન હજી પણ રડાર પર! FATFએ કહી દીધું, ‘ટેરર ફંડિંગ કર્યું તો ફરી…’
Indian Navy: ત્રણ દેશોની ઊંઘ હરામ! ભારતીય નૌસેનાના 3 એવા પગલાં, જેનાથી પાકિસ્તાન, ચીન અને તુર્કીમાં મચ્યો ખળભળાટ!
Exit mobile version