Site icon

Afghanistan: આખી રાત સુધી કોઈ ઊંઘ્યુ નથી, અફઘાનિસ્તાનના ખેલાડીઓએ આખી રાત કરી સેમીફાઈનલમાં પહોંચવાની ઉજવણી.. જુઓ વીડિયો..

Afghanistan: ICCએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં અફઘાનિસ્તાનની ટીમ સેમિફાઇનલ માટે ત્રિનિદાદ પહોંચતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં ટીમના કેપ્ટન રાશિદ ખાને કહ્યું, અમે આખી રાત જાગ્યા હતા. અમે અફઘાનિસ્તાનમાં ઘરે હાજર લોકો સાથે જશ્ન મનાવી રહ્યા હતા. ત્યાં સવારનો સમય હતો. તેઓ ઉજવણી કરી રહ્યા હતા અને અમે પણ અહીં ઉજવણી કરી રહ્યા હતા

No one slept till the whole night, Afghanistan players celebrated reaching the semi-final through the whole night.. Watch the video..

No one slept till the whole night, Afghanistan players celebrated reaching the semi-final through the whole night.. Watch the video..

News Continuous Bureau | Mumbai

Afghanistan:  અફઘાનિસ્તાને T20 વર્લ્ડ કપ 2024ની ( T20 World Cup 2024 ) સેમિફાઇનલમાં હવે જગ્યા બનાવી લીધી છે. અફઘાનિસ્તા ટીમ સેમિફાઈનલમાં પહોંચતા જ ચારે તરફ ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. ટીમના ખેલાડીઓ ખુશ અને ભાવુક દેખાયા હતા. હવે ટીમ ટૂર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલ દક્ષિણ આફ્રિકા સામે 27 જૂને ભારતીય સમય અનુસાર સવારે 6 વાગ્યે રમશે. આ મેચ ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાશે. પરંતુ તે પહેલા એક વિડીયો સામે આવ્યો હતો. જેમાં જણાવાયું હતું કે અફઘાનિસ્તાનના ખેલાડીઓ આખી રાત ઉંઘ્યા ન હતા અને ખૂબ જ ઉજવણી કરી હતી.  

Join Our WhatsApp Community

ICCએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં અફઘાનિસ્તાનની ટીમ સેમિફાઇનલ ( T20 semifinals ) માટે ત્રિનિદાદ પહોંચતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં ટીમના કેપ્ટન રાશિદ ખાને કહ્યું, અમે આખી રાત જાગ્યા હતા. અમે અફઘાનિસ્તાનમાં ( Afghanistan players ) ઘરે હાજર લોકો સાથે જશ્ન મનાવી રહ્યા હતા. ત્યાં સવારનો સમય હતો. તેઓ ઉજવણી કરી રહ્યા હતા અને અમે પણ અહીં ઉજવણી કરી રહ્યા હતા.

Afghanistan: અફઘાનિસ્તાન પ્રથમ વખત કોઈ વર્લ્ડ કપની સેમીફાઈનલમાં જગ્યા બનાવી છે….

ટીમના ફાસ્ટ બોલર ફઝલહક ફારૂકી અને વિકેટકીપર બેટ્સમેન રહેમાનુલ્લાહ ગુરબાઝે કહ્યું કે તેઓ ખૂબ ઊંઘમાં છે. ગુરબાઝે કહ્યું કે તે હોટલમાં પહોંચ્યા પછી ખાવાનું ઓર્ડર કરશે અને પછી સૂઈ જશે. આવતીકાલે સેમિફાઇનલ માટે ઉઠીને તૈયાર થશું. આ પછી રાશિદ ખાન બસમાં પોતાનું મનપસંદ ગીત વગાડતો જોવા મળ્યો હતો, જેને તમામ ખેલાડીઓએ માણ્યો હતો. આગળ ગુલાબદિન નાયબે કહ્યું કે જો આપણે આટલા આગળ આવ્યા છીએ તો આગળ (ફાઇનલ) માં પણ જઈ શકીશું. 

આ સમાચાર પણ વાંચો :  Ladakh : લદ્દાખે ULLAS – ન્યૂ ઈન્ડિયા લિટરસી પ્રોગ્રામ હેઠળ સંપૂર્ણ કાર્યાત્મક સાક્ષરતા પ્રાપ્ત કરી

ઉલ્લેખનીય છે  કે, અફઘાનિસ્તાન પ્રથમ વખત કોઈ વર્લ્ડ કપની સેમીફાઈનલમાં જગ્યા બનાવી છે. ટીમે 2010થી T20 વર્લ્ડ કપ રમવાનું શરૂ કર્યું હતું. અફઘાનિસ્તાનની ટીમને T20 વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં પહોંચવામાં 14 વર્ષ લાગ્યા છે. ટીમે 2024ની સમગ્ર ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. અફઘાનિસ્તાને પ્રથમ વખત ગ્રુપ સ્ટેજમાં સતત ત્રણ મેચ જીતી હતી અને સુપર-8 માટે ક્વોલિફાય કર્યું હતું. ત્રણ મેચમાં અફઘાન ટીમે યુગાન્ડા, ન્યુઝીલેન્ડ અને પાપુઆ ન્યુ ગીનીને હરાવ્યું હતું. જો કે તેમને ગ્રુપ સ્ટેજની ચોથી મેચમાં વેસ્ટ ઈન્ડિઝ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ સુપર-8માં ટીમ ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશને હરાવીને અફઘાનને સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Gautam Gambhir: ક્રિકેટ જગતમાં સનસનાટી! ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાની તૈયારીઓ પર ઉઠાવ્યા ગંભીર સવાલો.
Mars Set: ૫૧ દિવસનો પડકાર! વૃશ્ચિક રાશિમાં મંગળના અસ્ત થવાથી આ ત્રણ રાશિઓને અણધાર્યા નુકસાનની શક્યતા!
India vs Australia: વરસાદ બન્યો વિલન! ગાબા T20 ધોવાયું, પરંતુ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ૨-૧ થી હરાવી શ્રેણી જીતી લીધી!
Suresh Raina: ક્રિકેટ જગતમાં સનસનાટી! EDનો સુરેશ રૈના અને શિખર ધવન પર સકંજો, ગેરકાયદેસર સટ્ટેબાજી એપ કેસમાં ₹૧૧.૧૪ કરોડની સંપત્તિ જપ્ત.
Exit mobile version