News Continuous Bureau | Mumbai
Payal Ghosh Shocking Claims: વન ડે વર્લ્ડ કપ દરમિયાન ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરીને ચર્ચામાં આવેલી અભિનેત્રી પાયલ ઘોષે શુક્રવારે 1 ડિસેમ્બરે વહેલી સવારે ટ્વીટર પર એક પછી એક અનેક પોસ્ટ કરીને નવી સનસનાટી મચાવી દીધી હતી. પાયલ ઘોષે પહેલા કહ્યું હતું કે તેણે મજાકમાં શમી સાથે લગ્ન કરવાની વાત કરી હતી. આ પછી તેણે કહ્યું કે ગૌતમ ગંભીરતેને ( Gautam Gambhir ) દરરોજ મિસ્ડ કોલ કરતો હતો.
અભિનેત્રી પાયલ ઘોષે કેટલાક સનસની ખેજ દાવા કર્યા છે. કેટલીક તમિલ અને હિન્દી ફિલ્મોમાં દેખાઈ ચૂકેલી ઘોષે દાવો કર્યો હતો કે તે ક્રિકેટર ઈરફાન પઠાણ ( Irfan Pathan ) સાથે રિલેશનશિપમાં છે. આટલું જ નહીં, તેણીએ X પરની તેણીની પ્રોફાઇલ પર પણ લખ્યું હતું કે ગૌતમ ગંભીર પઠાણ સાથે હતી ત્યારે તેને નિયમિતપણે મિસ્ડ કોલ્સ આપતો હતો અને તે પણ તેનાથી વાકેફ હતી.
This is insane. This woman named Payal Ghosh says these many cricketers and bollywood actors were after her. pic.twitter.com/ZGX2BOL5kQ
— The Purusharth 🌟 (@thepurusharth) December 1, 2023
પાયલ ઘોષે તેની X પ્રોફાઇલ પર ઇરફાન પઠાણ સાથેની થ્રોબેક તસવીર ( Throwback image ) શેર કરી હતી. ત્યારબાદ તેણીએ દાવો કર્યો કે તેઓ રિલેશનશીપમાં હતા. તેણીએ લખ્યું, ” ઈરફાન પઠાણ સાથે બ્રેકઅપ થયા પછી… હું બીમાર પડી ગઈ… હું વર્ષો સુધી કામ કરી શકી નહીં… પરંતુ તે એકમાત્ર વ્યક્તિ હતો જેને હું પ્રેમ કરતી હતી… તે પછી મેં ક્યારેય કોઈને પ્રેમ કર્યો નથી.”
ગૌતમ ગંભીર અને અક્ષય કુમાર ( Akshay Kumar ) મારી પાછળ પડ્યા હતા…
આ બધું ત્યારે શરૂ થયું જ્યારે ઘોષે મજાકમાં કહ્યું કે તે મોહમ્મદ શમી સાથે લગ્ન કરવા માંગે છે. તેણીએ પછી કહ્યું કે તે માત્ર એક મજાક હતી અને તેના જીવનનો એક સાચો પ્રેમ ઇરફાન પઠાણ છે, જેને તે 5 વર્ષથી ડેટ કરી રહી છે. તેણે હિન્દીમાં લખ્યું, “ગૌતમ ગંભીર અને અક્ષય કુમાર મારી પાછળ પડ્યા હતા, પરંતુ હું માત્ર ઈરફાન પઠાણને પ્રેમ કરતી હતી. હું ઈરફાન સાથે દરેક વ્યક્તિ વિશે વાત કરતી હતી અને ઈરફાનને હું બધાના મિસ કોલ્સ પણ બતાડતી હતી. મને ઈરફાન સિવાય કશું દેખાતું જ નહતું. મેં માત્ર ઈરફાનને પ્રેમ કર્યો છે બીજા કોઈને નહીં.
આ સમાચાર પણ વાંચો : Maharashtra Jail Department: મહારાષ્ટ્ર જેલ વિભાગનો મોટો નિર્ણય… હવે જેલના કેદી પણ માણી શકશે પાણીપુરી અને આઈસ્ક્રીમનો સ્વાદ… જાણો શું છે આ સંપુર્ણ મુદ્દો..
પાયલ અહીં જ ન અટકી. તેણીએ આગળની પોસ્ટમાં કહ્યું, પરંતુ એક વાત હજુ છે. અનુરાગ કશ્યપે ( Anurag Kashyap ) મારા પર બળાત્કાર કર્યો. અક્ષય કુમારે મારી સાથે ગેરવર્તન કરી નથી. તે આટલો મોટો સ્ટાર છે. એટલે હું હંમેશા તેનું સન્માન કરીશ. તેણીએ એવો પણ દાવો કર્યો હતો કે ગૌતમ ગંભીર મને નિયમિતપણે મિસ્ડ કોલ આપતો હતો.
પાયલે ઋષિ કપૂર અને પરેશ રાવલ સાથે ‘પટેલ કી પંજાબી શાદી’ દ્વારા બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. તે ટેલિવિઝન શો ‘સાથ નિભાના સાથિયા’ માં પણ જોવા મળી હતી.