Site icon

Ranji Trophy: વધુ એક ભારતીય ખેલાડીના રણજી રમવાના ઠાગાઠૈયા, NCA ફિટનેસ રિપોર્ટમાં વાસ્તવિકતા સામે આવી..

Ranji Trophy: શ્રેયસને બરોડા સામેની રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલ મેચમાં મુંબઈ તરફથી રમવા માટે કહેવામાં આવ્યું હતું. આ મેચ 23 ફેબ્રુઆરીથી શરૂ થશે. પરંતુ આ મેચમાં રમવાની સૂચના મળતાં જ શ્રેયસે કમરના દુખાવાની ફરિયાદ કરી હતી.

Ranji Trophy Shreyas Iyer ditches Ranji like Ishan Kishan but reason is even more infuriating

Ranji Trophy Shreyas Iyer ditches Ranji like Ishan Kishan but reason is even more infuriating

News Continuous Bureau | Mumbai 

Ranji Trophy: ભારતીય ક્રિકેટ બોર્ડના નિર્દેશો છતાં ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ રણજી ટ્રોફી ( Ranji Trophy ) થી અંતર બનાવી રહ્યા છે. ઇશાન કિશન અને દીપક ચહરે પોતાની ઘરની ટીમો માટે પોતાને અનુપલબ્ધ કર્યા હતા, જ્યારે શ્રેયસ અય્યરને ક્વાર્ટર-ફાઇનલ મેચ માટે મુંબઈ ( Mumbai ) ની ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો. પરંતુ તે ઈજાગ્રસ્ત હોવાનું કહીને તેણે 23મી ફેબ્રુઆરીની બરોડા સામેની મેચમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. હવે નેશન ક્રિકેટ એકેડમી (NCA)એ તેનો પર્દાફાશ કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, NCAના સ્પોર્ટ્સ સાયન્સ એન્ડ મેડિસિન હેડ નીતિન પટેલે શ્રેયસ અય્યરને ફિટ જાહેર કર્યો છે.

Join Our WhatsApp Community

 શ્રેયસ સંપૂર્ણ રીતે ફિટ

મીડિયા રિપોર્ટ મુજબ શ્રેયસ અય્યર ( Shreyas Iyer ) ની ફિટનેસને લઈને નેશનલ ક્રિકેટ એકેડમી તરફથી જે લેટેસ્ટ રિપોર્ટ આવ્યો છે તે થોડો ચોંકાવનારો છે. બેંગ્લુરુ સ્થિત NCAએ શ્રેયસને સંપૂર્ણ રીતે ફિટ જાહેર કર્યો છે. જ્યારે તાજેતરમાં શ્રેયસે તેની પીઠના દુખાવાના કારણે રણજી મેચ ન રમવાનો નિર્ણય લીધો હતો.

આ કારણે મેચમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું 

વાસ્તવમાં, શ્રેયસ અય્યર દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર રમાયેલી બે મેચની ટેસ્ટ શ્રેણીમાં સંપૂર્ણ રીતે ફ્લોપ રહ્યો હતો. આ પછી ટીમ ઈન્ડિયા મેનેજમેન્ટે તેને રણજી મેચ રમીને પોતાની લય શોધવાની સલાહ આપી. અહીં શ્રેયસે એક રણજી મેચ રમી અને પછી ઈંગ્લેન્ડ સામે પ્રથમ બે ટેસ્ટ મેચ પણ રમી પરંતુ તે તેના સંપૂર્ણ ફોર્મમાં દેખાતો નહોતો. આ પછી ભારતીય પસંદગીકારોએ તેને ઈંગ્લેન્ડ સામેની છેલ્લી ત્રણ મેચોની ટીમમાંથી બહાર કરી દીધો હતો. તેને ફરી એકવાર રણજી મેચોમાં ભાગ લેવાની સૂચના આપવામાં આવી હતી પરંતુ આ વખતે શ્રેયસે પીઠના દુખાવો હોવાનું કહીને તેણે મેચમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.

ફિટનેસ ટેસ્ટ કરવામાં આવ્યો 

વર્તમાન રણજી સિઝનની નોક આઉટ મેચો 23મી ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. બીજા ક્વાર્ટર ફાઈનલમાં મુંબઈનો સામનો બરોડા સામે થવાનો છે. આ મેચ માટે શ્રેયસની મુંબઈની ટીમમાં પસંદગી કરવામાં આવી હતી, પરંતુ તેણે પીઠમાં ખેંચાણના કારણે પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. આ પછી, BCCIની સૂચના પર NCAમાં તેનો ફિટનેસ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. અહીં તેનું બહાનું પકડાઈ ગયું અને તે એકદમ ફિટ દેખાતો હતો. હવે તેને ફરી એકવાર બરોડા સામે મેચમાં ઉતરવાનું કહેવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : ડિજિ યાત્રા એપ યુઝર્સની સંખ્યા 45.8 લાખને પાર, ચેન્નાઈ એરપોર્ટ પર આ મહિનાથી શરૂ થશે ડિજિ યાત્રા.

 NCA એ શ્રેયસની ફિટનેસ પર શું રિપોર્ટ આપ્યો?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, NCAએ BCCIને લખેલા પત્રમાં શ્રેયસને ફિટ જાહેર કર્યો છે. NCAના સ્પોર્ટ્સ સાયન્સ એન્ડ મેડિસિન હેડ નીતિન પટેલે પુષ્ટિ કરી છે કે શ્રેયસને કોઈ નવી ઈજા નથી અને તે શુક્રવારથી શરૂ થનારી મેચ માટે સંપૂર્ણ રીતે ફિટ છે. આ NCA રિપોર્ટ સામે આવ્યા બાદ શ્રેયસ સોશિયલ મીડિયા પર નિશાને બન્યો હતો. ચાહકોએ તેના પર સ્થાનિક ક્રિકેટ કરતાં IPLને પ્રાથમિકતા આપવાનો આરોપ લગાવવાનું શરૂ કર્યું.

તમને જણાવી દઈએ કે BCCI એવા ખેલાડીઓ વિરુદ્ધ એક્શન મોડમાં છે જે ડોમેસ્ટિક ક્રિકેટની અવગણના કરે છે. સેક્રેટરી જય શાહે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ધરાવતા ખેલાડીઓને પત્ર લખીને સૂચના આપી છે કે જે લોકો ટીમની બહાર છે, તેમણે કોઈપણ ભોગે સ્થાનિક ક્રિકેટ રમવું પડશે. જો ખેલાડીઓ આનું પાલન નહીં કરે તો બોર્ડ તેમની સામે શિસ્તભંગના પગલાં પણ લઈ શકે છે.

IND vs PAK Asia Cup: ન હાથ મિલાવ્યા, ન ડ્રેસિંગ રૂમનો દરવાજો ખોલ્યો, ભારતીય ટીમે પાકિસ્તાન ને આ રીતે દેખાડ્યું નીચું
India vs England 5th Test Match:ઇંગ્લેન્ડ vs ભારત પાંચમો ટેસ્ટ: બેન સ્ટોક્સ બહાર, ઓલી પોપ કેપ્ટન; ઇંગ્લેન્ડ ૪ ફાસ્ટ બોલર સાથે, ભારત ૩ સ્પિનર ઉતારશે?
WCL 2025 Semifinal Row:ટેરર અને ક્રિકેટ સાથે ન ચાલે! વર્લ્ડ ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં ભારત પાકિસ્તાન સામે નહીં રમે…
India vs Pakistan Match :એશિયા કપ ૨૦૨૫: ભારત-પાકિસ્તાન મેચ રદ્દ થશે કે રમાશે? વિવાદ વચ્ચે સામે આવ્યા ૨ મોટા કારણો!
Exit mobile version