Site icon News Continuous Bureau | Mumbai

Ravichandran Ashwin: રવિચંદ્રન અશ્વિન બન્યો ભારતનો ‘ફાઇફર કિંગ’, તોડ્યો અનિલ કુંબલેનો આ રેકોર્ડ.

Ravichandran Ashwin: અશ્વિને ભૂતપૂર્વ દિગ્ગજ સ્પિનર ​​અનિલ કુંબલેનો રેકોર્ડ તોડીને હવે તે ભારતનો 'ફાઈફાર કિંગ' એટલે કે વધુ વખત પાંચ વિકેટ ઝડપનાર બોલર બની ગયો છે. અશ્વિને તેની કારકીર્દીમાં આ 36 મી વખત પાંચ વિકેટ ઝડપી હતી..

Ravichandran Ashwin Ravichandran Ashwin became India's 'Fifer King', breaking Anil Kumble's record

Ravichandran Ashwin Ravichandran Ashwin became India's 'Fifer King', breaking Anil Kumble's record

  News Continuous Bureau | Mumbai 

Ravichandran Ashwin: ટીમ ઈન્ડિયાના સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને આજે ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચમી ટેસ્ટની બીજી ઈનિંગમાં પોતાની શાનદાર બોલીંગથી સામેની ટીમના  બેટ્સમેનોને ચોંકાવી દીધા હતા. અશ્વિને ધર્મશાલા મેદાન પર બેન ફોક્સને પેવેલિયનમાં મોકલીને પોતાની પાંચ વિકેટ પૂરી કરી હતી અને એક શાનદાર રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. જેમાં અશ્વિને ભૂતપૂર્વ દિગ્ગજ સ્પિનર ​​અનિલ કુંબલેનો ( Anil Kumble ) રેકોર્ડ તોડીને હવે તે ( Team India ) ભારતનો ‘ફાઈફાર કિંગ’ એટલે કે વધુ વખત પાંચ વિકેટ ઝડપનાર બોલર બની ગયો છે. અશ્વિને તેની કારકીર્દીમાં આ 36 મી વખત પાંચ વિકેટ ઝડપી હતી. તે જ સમયે, કુંબલેએ તેની કારકિર્દીમાં 132 ટેસ્ટમાં 35 વખત પાંચ વિકેટ ઝડપી હતી. 

Join Our WhatsApp Channel

 વધુ પાંચ વિકેટ લેવાનો રેકોર્ડ શ્રીલંકાના દિગ્ગજ સ્પિનર ​​મુથૈયા મુરલીધરનના નામે છે…

જો કે, ટેસ્ટમાં ( India vs England ) સૌથી વધુ પાંચ વિકેટ લેવાનો રેકોર્ડ શ્રીલંકાના દિગ્ગજ સ્પિનર ​​મુથૈયા મુરલીધરનના નામે છે. તેણે 133 ટેસ્ટ મેચમાં ( Test Match ) 67 વખત આ કારનામું કર્યું છે. નોંધનીય છે કે, અશ્વિને પોતાની 100મી ટેસ્ટમાં આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી. તેમજ તેણે તેની 100મી ટેસ્ટમાં પાંચ વિકેટ ઝડપનાર ચોથો બોલર બની ગયો છે. તેના પહેલા મુરલીધરન, શેન વોર્ન અને કુંબલે આ કરી ચુક્યા છે. આ સિવાય અશ્વિને વધુ એક સિદ્ધિ મેળવી હતી. ડેબ્યૂ પર અને તેની 100મી ટેસ્ટમાં પાંચ વિકેટ લેનાર તે એકમાત્ર ખેલાડી બની ગયો છે. તેણે નવેમ્બર 2011માં વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તેણે ડેબ્યૂ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં ત્રણ અને બીજી ઇનિંગમાં છ વિકેટ ઝડપી હતી.

આ સમાચાર પણ વાંચો :  ED Raid: લાલુના નજીકના નેતા સુભાષ યાદવના ઘરે EDના દરોડા, જમીન અને ફલેટો આપવાનો પણ આરોપ..

ટેસ્ટમાં સૌથી વધુ સ્કોરર

67 – મુથૈયા મુરલીધરન (133 ટેસ્ટ)
37 – શેન વોર્ન (145)
36 – રિચર્ડ હેડલી (86)
36 – રવિચંદ્રન અશ્વિન (100)
35 – અનિલ કુંબલે (132)

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Hardik Pandya Return ૬ ઓક્ટોબરે થશે હાર્દિક પંડ્યાની વાપસી, બીસીસીઆઈ (BCCI) તરફથી મળી મોટી ખુશખબરી
Will MS Dhoni Play Next IPL ધોની આગામી IPL રમશે કે નહીં? CSKના ખેલાડી આકાશ મધવાલે અંદરની વાત જણાવી કર્યો મોટો ખુલાસો
Women’s Asia Cup India Vs Pakistan મહિલા એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે મહામુકાબલો; ક્યારે અને ક્યાં લાઈવ જોઈ શકાશે મેચ?
Asian Games 2026 ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર હેડ કોચ તરીકે ગૌતમ ગંભીરના બદલે આ ખેલાડી નું નામ નક્કી, શ્રેયસ અય્યરને સોંપાઈ કમાન
Exit mobile version