News Continuous Bureau | Mumbai
Sachin Tendulkar: સચિન તેંડુલકર (Sachin Tendulkar) વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં સામેલ છે. ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજ ખેલાડીએ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 100 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે. પરંતુ શું તમે જાણો છો કે સચિન પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ બાદ બાથરૂમમાં રડી પડ્યો હતો. અનુભવી બેટ્સમેન સચિને પોતે આ વાતનો ખુલાસો કર્યો છે.
‘BMW’ની એક ઈવેન્ટમાં આપેલા ઈન્ટરવ્યુમાં પોતાની પ્રથમ મેચ વિશે વાત કરતા સચિન તેંડુલકરે કહ્યું, “પ્રથમ ટેસ્ટ સીરીઝ મહત્વની સીરીઝ હતી. હું 16 વર્ષનો હતો અને તે સમયે મને ખબર નહોતી કે હું કોનો સામનો કરી રહ્યો છું. અનુભવી તેંડુલકરે કહ્યું કે હું ઈમરાન ખાન (Imran Khan) વર્લ્ડ ક્લાસ બોલરની વાત કરુ છું. હું વકાર યુનુસ (Waqar Younis) અને અબ્દુલ કાદિર (Abdul Kadir) ને પણ આ જ લીગમાં રાખીશ. તે વર્લ્ડ ક્લાસ અટેક હતો..
હું 15 રન બનાવીને આઉટ થયો હતો
સચિને વધુમાં કહ્યું, “હું પ્રથમ મેચમાં બેટિંગ કરવા ગયો હતો. સ્કૂલ ક્રિકેટ પછી એક સિઝન ફર્સ્ટ ક્લાસ અને પછી શ્રેષ્ઠ બોલિંગ આક્રમણ સામે રમવું. મને કોઈ ખ્યાલ નહોતો. હું મેદાનની ગતિથી માત ખાઈ રહ્યો હતો. મેં ક્યારેય 90 અને 95 માઈલ પ્રતિ કલાકની ઝડપે બોલિંગ રમી નહતી. હું બોલ જોઈ શકતો હતો, પરંતુ હું પ્રતિક્રિયા આપું તે પહેલા બોલ વિકેટકીપરના હાથમાં જતો રહેતો હતો.
આ સમાચાર પણ વાંચો : Adani Housing: US સ્થિતિ બેઈન કેપિટલ, અદાણી કેપિટલ, અદાણી હાઉસિંગમાં 90% હિસ્સો હસ્તગત કરશે… અદાણી ગ્રુપને આનાથી કેટલો ફાયદો થશે.. વાંચો સંપુર્ણ વિગત..
સચિને આગળ કહ્યું, “મેં પોતાને કહ્યું કે આ ખોટા સમયે ખોટી જગ્યા છે. હું 15 રન બનાવીને આઉટ થયો હતો. હું પોતાના આંસુ રોકતા પાછો જતો હતો. હું માત્ર 16 વર્ષનો હતો, તેથી મને આ બધું (રડવા) કરવાની છૂટ આપવામાં આવી હતી. તેંડુલકરે વધુમાં કહ્યું, “હું બાથરૂમમાં ગયો અને રડવા લાગ્યો. મેં મારી જાતને અરીસામાં જોઈ અને કહ્યું કે ક્રિકેટનું આ સ્તર તારા માટે નથી. તુ આ કરવા માટે એટલો સારો નથી.” સચિને વધુમાં જણાવ્યું કે આ મેચ બાદ તેણે કોચ અને સિનિયર ખેલાડીઓ સાથે વાત કરી. સિનિયરોએ કહ્યું કે પોતાની જાતને સમય આપ.
માસ્ટર બ્લાટર તેંડુલકરે વધુમાં કહ્યું, “હું આગલી મેચમાં ગયો અને મેં સ્કોરબોર્ડ ન જોવાનું નક્કી કર્યું. તે સમયે જ્યારે હું સ્કોર બોર્ડ જોતો હતો ત્યારે મારે ઘડિયાળ તરફ જોઈ લેવુ. મેં નક્કી કર્યું કે મારું લક્ષ્ય માત્ર અડધો કલાક બેટિંગ કરવાનું છે. રન વિશે ચિંતા કરશો નહીં. અડધા કલાક પછી મને એ ગતિની આદત પડી ગઈ.
