Site icon

શું દાદી ની જેમ જ ક્રિકેટર સાથે લગ્ન કરશે સારા અલી ખાન? શુભમન ગિલ નું નામ લીધા વગર અભિનેત્રી એ આપ્યો આ જવાબ

સારા અલી ખાન પોતાના અંગત જીવનને કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં સારાએ તેના લગ્ન વિશે કેટલાક ખુલાસા કર્યા છે

sara ali khan to tie the knot with shubman gill the actress revealed

શું દાદી ની જેમ જ ક્રિકેટર સાથે લગ્ન કરશે સારા અલી ખાન? શુભમન ગિલ નું નામ લીધા વગર અભિનેત્રી એ આપ્યો આ જવાબ

News Continuous Bureau | Mumbai

ફિલ્મ ‘જરા હટકે જરા બચકે’ રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ કોમેડી, સામાજિક ટિપ્પણી અને પ્રેમમાં રહેલા કપલ વિશે છે. આ ફિલ્મના સ્ટાર્સ સારા અલી ખાન અને વિકી કૌશલ આ ફિલ્મનું જોરદાર પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન સારા અલી ખાને તેના લગ્ન વિશે કેટલાક ખુલાસા કર્યા છે. જે હાલ વાયરલ થઈ રહ્યો છે.

Join Our WhatsApp Community

 

શું દાદી ની જેમ ક્રિકેટર સેટ સાથે લગ્ન કરશે સારા અલી ખાન

જણાવી દઈએ કે સારા અલી ખાનની દાદી શર્મિલા ટાગોરે પણ ક્રિકેટર મન્સૂર અલી ખાન પટૌડી સાથે લગ્ન કર્યા હતા. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન સારાને પૂછવામાં આવ્યું કે શું તે પણ તેની દાદીના પગલે ચાલીને કોઈ ક્રિકેટર સાથે લગ્ન કરશે. સારાએ આ સવાલનો ખૂબ જ સારો જવાબ આપ્યો છે. અભિનેત્રીનું કહેવું છે કે ‘મને પ્રોફેશનથી કોઈ ફરક નથી પડતો. સારાએ કહ્યું કે કોઈ વ્યક્તિ ક્રિકેટર કે બિઝનેસમેન હોઈ શકે છે, પરંતુ તેણે માનસિક અને બૌદ્ધિક રીતે મારી સાથે મેળ ખાવો જોઈએ. શુભમન ગિલ સાથેના સંબંધો અંગે સારાએ કહ્યું કે તે હજુ સુધી એવા વ્યક્તિને મળી નથી કે જેની સાથે તે સેટલ થઈ શકે.

 

ક્રિકેટર શુભમન ગિલ સાથે જોડાઈ રહ્યું છે સારા અલી ખાન નું નામ 

શુભમન ગિલ આ દિવસોમાં સારા અલી ખાનને ડેટ કરવાને કારણે ચર્ચામાં છે. તેનું નામ સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર સાથે પણ જોડાયેલું છે. આ પહેલા એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં શુભમન ગિલ બાઉન્ડ્રી પાસે ફિલ્ડિંગ કરી રહ્યો હતો અને ચાહકો સારા સારા ના નારા લગાવી રહ્યા હતા. થોડા મહિના પહેલા તેણે સોનમ બાજવાને કહ્યું હતું કે તે સારા અલી ખાનને ડેટ કરી રહ્યો છે, તેણે એમ પણ કહ્યું કે તે ઈન્ડસ્ટ્રીની સૌથી ફિટ અભિનેત્રી છે. અભિનેત્રીએ આ મામલે મૌન સેવી લીધું છે. બંને ઘણી વખત રેસ્ટોરન્ટમાં જમતા જોવા મળ્યા હતા. હવે જોવાનું એ રહેશે કે સારા તેની દાદી જેવા ક્રિકેટર સાથે લગ્ન કરે છે કે નહીં.

આ સમાચાર પણ વાંચો: લગ્ન કર્યા વિના બીજી વખત પ્રેગ્નન્ટ થવા બદલ ટ્રોલ થઈ આ અભિનેતા ની ગર્લફ્રેન્ડ, ટ્રોલર્સ ને આપ્યો આવો જવાબ

KSBKBT 2 Spoiler: કયુંકી….. ના વિરાણી પરિવાર પર સંકટ, મિહિર અને તુલસી ના સંબંધ માં આવશે તિરાડ! જાણો શો
Bhool Bhulaiyaa 4 Confirmed: ‘રૂહ બાબા’ ઇઝ બેક,અનીસ બઝ્મીએ ‘ભૂલ ભુલૈયા 4’ ની કરી જાહેરાત, કાર્તિક આર્યન લીડ રોલમાં
Haq: ‘હક’ પર સંકટ! ઇમરાન હાશ્મી અને યામી ગૌતમ ની ફિલ્મ પર રિલીઝ પહેલા જ મોટો વિવાદ, જાણો સમગ્ર મામલો
Shahrukh khan Reveals First Look of ‘King’ as Birthday Gift to Fans
Exit mobile version