Site icon

Sikandar Raza : ઝિમ્બાબ્વેના સિકંદર રઝાએ T20 માં રચ્યો ઈતિહાસ, વિરાટ કોહલીના આ રેકોર્ડની કરી બરાબરી.. જુઓ અહીં..

Sikandar Raza : ઝિમ્બાબ્વેના ક્રિકેટર સિકંદરે ઈતિહાસ રચ્યો છે. વાસ્તવમાં, ઝિમ્બાબ્વેના ક્રિકેટર સિકંદર રઝાએ T20 વર્લ્ડ કપ 2024 ક્વોલિફિકેશન મેચમાં ઝિમ્બાબ્વેને રવાંડા સામે 144 રનથી જીતવામાં મદદ કરી હતી….

Sikandar Raza Sikandar Raza of Zimbabwe creates T20 history, equals Virat Kohli's record.. Watch here..

Sikandar Raza Sikandar Raza of Zimbabwe creates T20 history, equals Virat Kohli's record.. Watch here..

News Continuous Bureau | Mumbai

Sikandar Raza : ઝિમ્બાબ્વે ( Zimbabwe ) ના ક્રિકેટર સિકંદરે ઈતિહાસ રચ્યો છે. વાસ્તવમાં, ઝિમ્બાબ્વેના ક્રિકેટર સિકંદર રઝા ( Sikandar Raza ) એ T20 વર્લ્ડ કપ 2024 ( T20 World Cup 2024 ) ક્વોલિફિકેશન મેચ (ICC મેન્સ T20 વર્લ્ડ કપ આફ્રિકા રિજન ક્વોલિફાયર 2023 ) માં ઝિમ્બાબ્વેને રવાંડા ( Rwanda vs Zimbabwe ) સામે 144 રનથી જીતવામાં મદદ કરી હતી. આ મેચમાં સિકંદર રઝાએ પહેલા બેટિંગથી ( batting ) ધૂમ મચાવી હતી અને પછી બોલિંગ સાથે હેટ્રિક વિકેટ લઈને હલચલ મચાવી હતી. મેચમાં ઝિમ્બાબ્વેએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 215 રન બનાવ્યા હતા. જેમાં રઝાએ 36 બોલમાં 58 રનની ઇનિંગ રમી હતી, સિકંદરે તેની ઇનિંગમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા.

Join Our WhatsApp Community

સિકંદર રઝાની તોફાની ઇનિંગ્સના આધારે ઝિમ્બાબ્વેએ 215 રન બનાવ્યા હતા. આ પછી રવાન્ડાની ટીમ 18.4 ઓવરમાં માત્ર 71 રન જ બનાવી શકી હતી. બોલિંગ દરમિયાન રઝાએ 3 બોલમાં 3 વિકેટ લઈને હંગામો મચાવી દીધો હતો. રઝાને તેના આ શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ પણ આપવામાં આવ્યો હતો.

 પંજાબ કિંગ્સે ( Punjab Kings ) IPL માં સિકંદર રઝાને જાળવી રાખ્યો છે…

રવાન્ડાના દાવમાં પડી ગયેલી છેલ્લી 3 વિકેટ સતત 3 બોલમાં પડી હતી, રઝાએ સતત 3 બોલમાં 3 વિકેટ લઈને પોતાની હેટ્રિક પૂરી કરી હતી. T-20માં પ્રથમ વખત ઝિમ્બાબ્વેના બોલરે હેટ્રિક વિકેટ લેવાનું કારનામું કર્યું છે. રવાન્ડા સામેની આ જીતને કારણે ઝિમ્બાબ્વેની આગામી વર્ષે યોજાનાર T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થવાની શક્યતા વધી ગઈ છે. તમને જણાવી દઈએ કે રઝાના કરિશ્માઈ પરફોરમન્સે ચાહકોનું દિલ જીતી લીધું છે. આ સિવાય રઝાએ એક ખાસ રેકોર્ડ પણ બનાવ્યો છે. આ વર્ષે રઝાને ટી-20માં પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ છઠ્ઠી વખત મળ્યો છે. આમ કરીને રઝાએ કોહલીની બરાબરી કરી લીધી છે. કોહલીએ આ વર્ષે T-20 માં 6 પ્લેયર ઓફ ધ મેચ ટાઈટલ જીતવામાં પણ સફળતા મેળવી છે.

આ સમાચાર પણ વાંચોઃ Maharashtra Lightning Strikes: કમોસમી વરસાદે મહારાષ્ટ્રમાં લીધા અનેક જીવ, ગુજરાતમાં આંકડો 29ને પાર.. જાણો ક્યાં કેટલા મોત?

પંજાબ કિંગ્સે આઈપીએલ (IPL) માં સિકંદર રઝાને જાળવી રાખ્યો છે. રઝાનો પરફોરમન્સ ખૂબ જ શાનદાર રહ્યો છે. સિકંદર રઝાની ક્ષમતા જોઈને પંજાબ કિંગ્સે તેને રિટેન કરવાનો નિર્ણય લીધો છે.

Sarfaraz Khan: સરફરાઝ ખાનનું તોફાન પણ તકનો દુકાળ! દિલીપ વેંગસરકરે સિલેક્ટર્સને લીધા આડેહાથ, કહ્યું- “આ શરમજનક છે.”
Boxing Day Test: ૨૦૧૧ બાદ ઓસ્ટ્રેલિયામાં ઇંગ્લેન્ડની પહેલી ટેસ્ટ જીત, MCGમાં રચાયો ઇતિહાસ.
Delhi vs Gujarat: વિજય હજારે ટ્રોફીમાં ‘કિંગ’ કોહલીનું શાસન, ગુજરાત સામે ૭૭ રનની તોફાની ઇનિંગ, વનડે ક્રિકેટમાં સતત છઠ્ઠી વખત ૫૦+ સ્કોર ફટકારી રચ્યો ઇતિહાસ.
Vijay Hazare Trophy 2025-26: વિજય હજારે ટ્રોફીમાં રોહિત-વિરાટનું વાવાઝોડું: ‘હિટમેન’ની ૬૨ બોલમાં સદી, વિરાટે ૧૫ વર્ષ બાદ વાપસી કરી ફટકારી સદી!
Exit mobile version