Site icon

SL vs BAN: શું એન્જેલો મેથ્યુસની હતી ભૂલ ? ‘ટાઈમ આઉટ’ વિવાદ વિશે ફોર્થ અમ્પાયરે કરી સંપુર્ણ સ્પષ્ટતા.. જાણો વિગતે અહીં..

SL vs BAN: શ્રીલંકા-બાંગ્લાદેશ વચ્ચે વર્લ્ડ કપ મુકાબલામાં શ્રીલંકાના અનુભવી વી બેટ્સમેન એન્જેલો મેથ્યુસને સમયસર તૈયાર ન થવાના કારણે ‘ટાઈમ આઉટ’ આપવામાં આવ્યો હતો. જે બાદ મોટો વિવાદ શરૂ થયો હતો… જેમાં ચોથા અમ્પાયરે આ સ્પષ્ટતા કરી હતી..

SL vs BAN Was Angelo Mathews at fault The fourth umpire gave a complete explanation about the 'time out' controversy

SL vs BAN Was Angelo Mathews at fault The fourth umpire gave a complete explanation about the 'time out' controversy

News Continuous Bureau | Mumbai

SL vs BAN: શ્રીલંકા-બાંગ્લાદેશ ( SL vs BAN ) વચ્ચે વર્લ્ડ કપ ( World Cup 2023 ) મુકાબલામાં શ્રીલંકાના અનુભવી વી બેટ્સમેન એન્જેલો મેથ્યુસ ( Angelo Mathews ) ને સમયસર તૈયાર ન થવાના કારણે ‘ટાઈમ આઉટ’ ( Time out ) આપવામાં આવ્યો હતો. જે બાદ મોટો વિવાદ શરૂ થયો હતો. ફેન્સ અને ક્રિકેટ દિગ્ગજોના અલગ-અલગ અભિપ્રાયો બાદ આખરે ચોથા અમ્પાયરે ( Fourth Empire ) સમગ્ર સ્થિતિ વિશે સ્પષ્ટતા કરી હતી.

Join Our WhatsApp Community

આ મેચમાં શ્રીલંકાની પ્રથમ બેટિંગ દરમિયાન બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસ ( Shakib Al Hasan ) ને ઈનિંગની 25મી ઓવરમાં સમરવિક્રમાને આઉટ કર્યો હતો, જે બાદ મેથ્યુસ ક્રિઝ પર આવ્યો પરંતુ તે રમવા તૈયાર થાય તે પહેલા તેના હેલ્મેટનો પટ્ટો તૂટી ગયો હતો. તેણે પોતાની ટીમને બીજી હેલ્મેટ લાવવા કહ્યું પરંતુ ત્યાં સુધીમાં શાકિબે અમ્પાયરને અપીલ કરી અને જાણવા મળ્યું કે મેથ્યુઝ સમયસર તૈયાર ન હતો. આવી સ્થિતિમાં તેને સમય આપવામાં આવ્યો હતો.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ( international cricket) 146 વર્ષના લાંબા ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ બેટ્સમેન આ રીતે આઉટ થયો છે. આવી સ્થિતિમાં આ અંગે ચર્ચા થવાનું નક્કી છે. ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરો, ચાહકો અને પત્રકારોએ આ નિર્ણય અને ખાસ કરીને શાકિબ અલ હસનની રમત ભાવના પર સવાલ ઉઠાવ્યા હતા. જો કે, કેટલાક લોકો શાકિબના પણ સમર્થનમાં આવ્યા હતા અને સ્પષ્ટ કર્યું હતું કે રમત નિયમો અનુસાર રમવી જોઈએ અને ખેલાડીઓને પણ નિયમો જાણવા જોઈએ. આ વિવાદ વચ્ચે મેચના ચોથા અમ્પાયર આઈસીસી (ICC) વતી આ મામલાને સમજાવવા માટે આગળ આવ્યા હતા.

 ફોર્થ અમ્પાયરે શું કહ્યું?

શ્રીલંકાની ઈનિંગ્સના અંત પછી, ચોથા અમ્પાયર એડ્રિયન હોલ્ડસ્ટોકે બ્રોડકાસ્ટર સાથે વાત કરી હતી. તેણે નિયમો અને રમવાની સ્થિતિ સમજાવી અને પછી સૌથી મહત્વની વાત કહી હતી. હોલ્ડસ્ટોકે કહ્યું કે મેથ્યુસે પહેલાથી જ વિલંબ કર્યો હતો અને તેના પછી જ આ અપીલ કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો :  World Cup 2023 : 146 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું, મેથ્યૂઝ બન્યો ટાઈમ આઉટનો શિકાર, જાણો શું છે આ સંપૂર્ણ નિયમ.. વાંચો વિગતે અહીં..

તેણે કહ્યું કે જ્યારે બેટ્સમેન આઉટ થાય છે ત્યારે નવા બેટ્સમેને 3 મિનિટની અંદર બોલ રમવા માટે તૈયાર રહેવું પડે છે. એન્જેલો મેથ્યુસ વિશે વાત કરતા તેણે કહ્યું કે હેલ્મેટનો મુદ્દો આવે તે પહેલા જ મેથ્યુઝની 3 મિનિટ થઈ ગઈ હતી અને તે રમવા માટે તૈયાર નહોતો.

હોલ્ડસ્ટોકે વધુમાં જણાવ્યું હતું કે ટીવી અમ્પાયર (Third Empire) આ સમગ્ર પ્રક્રિયા પર નજર રાખે છે, જે બેટ્સમેનના આઉટ થયા બાદ 3 મિનિટનું ટાઈમર શરૂ કરે છે. આવી સ્થિતિમાં, જો કોઈ બેટ્સમેન તૈયાર ન હોય તો ટીવી અમ્પાયર મેદાન પરના અમ્પાયરને તેના વિશે જાણ કરે છે.

જો કે ચોથા અમ્પાયરે એ પણ સ્પષ્ટ કર્યું કે આ માટે માત્ર ફિલ્ડિંગ ટીમના કેપ્ટને જ અપીલ કરવાની છે. આઈસીસીએ તમામ બેટ્સમેનોને પહેલાથી જ સલાહ આપી હતી કે તેઓ પોતાના તમામ સાધનોને અગાઉથી તપાસી લે અને 15 સેકન્ડ પહેલા તૈયાર થઈ જાય જેથી આવી સ્થિતિ ઊભી ન થાય.

ICC vs BCB: ભારત પ્રવાસના વિરોધ વચ્ચે ICC અધિકારીઓ બાંગ્લાદેશ દોડ્યા, વર્લ્ડ કપ પર ઘેરાતું સંકટ ટળશે?
T20 World Cup 2026: શું ભારતની બહાર રમાશે બાંગ્લાદેશની મેચો? વેન્યુ વિવાદમાં આવ્યો નવો વળાંક.
Tilak Varma Injury: તિલક વર્મા ઈજાગ્રસ્ત, ન્યૂઝીલેન્ડ સીરીઝમાંથી બહાર, હવે વર્લ્ડ કપમાં કોણ લેશે તેનું સ્થાન?
ICC vs BCB: બાંગ્લાદેશને ICCનો જોરદાર ફટકો, T20 વર્લ્ડ કપની મેચો ભારતની બહાર ખસેડવાની માંગ ફગાવી.
Exit mobile version