News Continuous Bureau | Mumbai
Sourav Ganguly Car Accident: ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલી એક માર્ગ અકસ્માતમાં માંડ માંડ બચી ગયા. દુર્ગાપુર એક્સપ્રેસ વે પર તેમની કારનો અકસ્માત થયો. જોકે, ભૂતપૂર્વ ક્રિકેટરને કોઈ ઈજા પહોંચી નથી.
Sourav Ganguly Car Accident: અચાનક એક ટ્રક તેમના કારની સામે આવી ગયો
મીડિયા રિપોર્ટ મુજબ સૌરવ ગાંગુલી એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે બર્દવાન જઈ રહ્યા હતા. દુર્ગાપુર એક્સપ્રેસ વે પર દાંતનપુર પાસે અચાનક એક ટ્રક તેમના કારની સામે આવી ગયો. તેમના ડ્રાઇવરને અચાનક બ્રેક લગાવવી પડી. પાછળની ગાડીઓને પણ એવું જ કર્યું પરંતુ તેના કારણે પાછળ આવતી ગાડીઓ એકબીજા સાથે અથડાઈ ગઈ. આમાંથી એક વાહન સૌરવ ગાંગુલીની કાર સાથે અથડાયું હતું.
આ સમાચાર પણ વાંચો: લો બોલો.. મેચ દરમિયાન મેદાન પર આવી ગઈ કાળી બિલાડી, ખેલાડીઓથી લઇને એમ્પ્યાર બધા જોતા રહી ગયા… જુઓ વિડીયો
Sourav Ganguly Car Accident: વાહનોને થોડું નુકસાન થયું
જોકે સદનસીબે આ અકસ્માતમાં સૌરવ ગાંગુલી અને તેમના કાફલામાં કોઈને ઈજા થઈ નથી, પરંતુ તેમને લગભગ 10 મિનિટ સુધી રસ્તા પર જ રહેવું પડ્યું. હકીકતમાં, તેમના કાફલાના બે વાહનોને થોડું નુકસાન થયું હતું. અકસ્માત સ્થળે થોડો સમય રહ્યા પછી, તે પોતાના નિર્ધારિત કાર્યક્રમ માટે રવાના થયો. તેમણે બર્દવાન યુનિવર્સિટીમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી.
