Site icon

David Miller T20I Retirement: દક્ષિણ આફ્રિકાના સ્ટાર બેટ્સમેન ડેવિડ મિલરે T20માંથી નિવૃત્તિ જાહેરાત પર તોડ્યું મૌન, કર્યો આ ખુલાસો.. જાણો વિગતે

David Miller T20I Retirement: T20 વર્લ્ડ કપ બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. આ દરમિયાન એવા સમાચાર પણ સામે આવ્યા હતા કે દક્ષિણ આફ્રિકાના સ્ટાર બેટ્સમેન ડેવિડ મિલરે પણ નિવૃત્તિની જાહેરાત કરી છે. જાણો શું છે આની સચ્ચાઈ...

South African star batsman David Miller breaks his silence on his retirement announcement from T20, reveals this..

South African star batsman David Miller breaks his silence on his retirement announcement from T20, reveals this..

News Continuous Bureau | Mumbai

David Miller T20I Retirement:  T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમની જીત વચ્ચે, વિરાટ કોહલી અને રોહિત શર્માની નિવૃત્તિ, સૂર્યકુમાર યાદવના ઐતિહાસિક કેચની હાલ ખૂબ ચર્ચા થઈ રહી છે. સુર્યકુમારે આ કેચ મેચની છેલ્લી ઓવરના પહેલા બોલ પર પક્ડયો હતો. આ કેચના કારણે ડેવિડ મિલર પેવેલિયન પરત ફર્યો હતો અને સાઉથ આફ્રિકા ( South Africa ) પાસેથી ટાઈટલ જીતવાની તક સરકી ગઈ હતી. 

Join Our WhatsApp Community

આ બધા પછી એક બીજા સમાચાર આવ્યા કે હવે કિલર મિલર નામના આ આફ્રિકન સ્ટારે હવે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી ( T20I  Cricket ) સંન્યાસ લઈ લીધો છે. આવી સ્થિતિમાં ફાઈનલની ( Ind Vs Sa Final ) હારથી નિરાશ થયેલા આફ્રિકન ચાહકોને વધુ આઘાત લાગ્યો હતો. પરંતુ હવે મિલરે પોતે આવીને આ મામલે સ્પષ્ટતા કરી છે.

David Miller T20I Retirement:  T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી તેની નિવૃત્તિ અંગેના સમાચારો પાયાવિહોણા છે….

વાસ્તવમાં, ડેવિડ મિલરે એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી હતી, જેના દ્વારા તેણે કહ્યું હતું કે, T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી ( T20 World Cup ) તેની નિવૃત્તિ અંગેના સમાચારો પાયાવિહોણા છે. આ બધી અફવાઓ છે. એક ટૂંકી પોસ્ટમાં, મિલરે કહ્યું હતું કે, તે મેદાન પર તેની પ્રતિભા બતાવવાનું  હજુ પણ ચાલુ રાખશે અને તેનું શ્રેષ્ઠ દેખાવ હજુ બાકી છે.

આ સમાચાર પણ વાંચો:  Family & Work Maintaining: પરિવાર અથવા ઓફિસ વચ્ચે સંતુલન ખૂબ જ મહત્વપૂર્ણ છે, બધું વિખેરાય જાય તે પહેલાં આ વસ્તુઓ શીખો લો.

મિલરે તેની ઈન્સ્ટા સ્ટોરીમાં લધુમાં લખ્યું હતું કે, આ અહેવાલોની વિરુદ્ધ, મેં T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી ( ICC T20 World Cup ) નિવૃત્તિ લીધી નથી. હું ભવિષ્યમાં દક્ષિણ આફ્રિકન ટીમ માટે પણ ઉપલબ્ધ રહીશ. સાઉથ આફ્રિકન ટીમના સ્ટાર ખેલાડીએ આ ઈન્સ્ટા સ્ટોરીની છેલ્લી લાઈનમાં લખ્યું, શ્રેષ્ઠતન પ્રદર્શન હજુ આવવાનું બાકી છે.

નોંધનીય છે કે, T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 29 જૂને બાર્બાડોસમાં રમાઈ હતી. આ રોમાંચક મેચની છેલ્લી ઓવરમાં ભારતીય ટીમે 7 રનથી જીત મેળવી હતી. આ જીત બાદ પહેલા કોહલી અને પછી રોહિતે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. ત્યારબાદ બીજા દિવસે રવિન્દ્ર જાડેજાએ પણ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.

Gautam Gambhir: ક્રિકેટ જગતમાં સનસનાટી! ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાની તૈયારીઓ પર ઉઠાવ્યા ગંભીર સવાલો.
Mars Set: ૫૧ દિવસનો પડકાર! વૃશ્ચિક રાશિમાં મંગળના અસ્ત થવાથી આ ત્રણ રાશિઓને અણધાર્યા નુકસાનની શક્યતા!
India vs Australia: વરસાદ બન્યો વિલન! ગાબા T20 ધોવાયું, પરંતુ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ૨-૧ થી હરાવી શ્રેણી જીતી લીધી!
Suresh Raina: ક્રિકેટ જગતમાં સનસનાટી! EDનો સુરેશ રૈના અને શિખર ધવન પર સકંજો, ગેરકાયદેસર સટ્ટેબાજી એપ કેસમાં ₹૧૧.૧૪ કરોડની સંપત્તિ જપ્ત.
Exit mobile version