Site icon

Sri Lanka Cricket Board: ભારત સામેની હાર બાદ શ્રીલંકન ક્રિકેટમાં મચ્યો ખળભળાટ, સરકારે લીધો મોટો નિર્ણય.. જાણો વિગતે..

Sri Lanka Cricket Board: વર્લ્ડકપ 2023માં ભારતના હાથે શ્રીલંકાની 302 રને હાર બાદ શ્રીલંકા ક્રિકેટ બોર્ડમાં ખળભળાટ મચી ગયો હતો. એક અહેવાલ મુજબ મામલો એટલો વધી ગયો કે સરકારે સોમવારે શ્રીલંકા ક્રિકેટ બોર્ડને બરતરફ કરી દીધું છે.

Sri Lanka Cricket Board After the defeat against India, Sri Lankan cricket is in turmoil

Sri Lanka Cricket Board After the defeat against India, Sri Lankan cricket is in turmoil

News Continuous Bureau | Mumbai

Sri Lanka Cricket Board: વર્લ્ડકપ 2023 ( World Cup 2023 ) માં ભારત ( India ) ના હાથે શ્રીલંકા ( Sri Lanka )   ની 302 રને હાર બાદ શ્રીલંકા ક્રિકેટ બોર્ડ ( Sri Lanka Cricket Board ) માં ખળભળાટ મચી ગયો હતો. એક અહેવાલ મુજબ મામલો એટલો વધી ગયો કે સરકારે સોમવારે શ્રીલંકા ક્રિકેટ બોર્ડને બરતરફ કરી દીધું છે.

Join Our WhatsApp Community

ભારત સામેની હાર બાદ શ્રીલંકા ક્રિકેટ બોર્ડ ( SLC ) ના અધ્યક્ષ રણસિંઘે શમ્મી સિલ્વાનું ( Ranasinghe Shammi Silva ) રાજીનામું માંગ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. હાર બાદ સિલ્વા પ્રશાસનના રાજીનામાની ( Resignation ) માંગ સાથે SLC કેમ્પસની ( SLC campus )  સામે પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું.

 ભારત સામેની હાર બાદ વિવાદ સર્જાયો હતો…

મળતી માહિતી મુજબ રોશન રણસિંઘે ભૂતપૂર્વ વર્લ્ડકપ વિજેતા કેપ્ટન અર્જુન રણતુંગાના નેતૃત્વમાં વચગાળાની સાત સભ્યોની સમિતિની નિમણૂક કરી હતી. આ સિવાય રમતગમત મંત્રાલય તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રણસિંઘે દ્વારા 1973ના સ્પોર્ટ્સ એક્ટ નંબર 25 હેઠળ કમિટીની નિમણૂક કરવામાં આવી છે અને શ્રીલંકા ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ તરીકે અર્જુન રણતુંગાની નિમણુક કરવામાં આવી છે. રાણાસિંઘે દ્વારા નિયુક્ત નેશનલ સ્પોર્ટ્સ કાઉન્સિલના વડા રણતુંગા સિલ્વા પ્રશાસન પર સવાલો ઉઠાવી રહ્યા છે. સિલ્વા મે મહિનામાં સતત ત્રીજા કાર્યકાળ માટે SLC ચીફ તરીકે ચૂંટાયા હતા જેમનો સમયગાળો 2025 સુધી ચાલવાનો હતો.

આ સમાચાર પણ વાંચો : World Cup 2023 : અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે રચ્યો ઈતિહાસ, પ્રથમવાર ચેમ્પિયન્સ ટ્રોફી માટે કર્યું ક્વોલિફાઈ.. જાણો વિગતે અહીં…

2 નવેમ્બરે વર્લ્ડ કપ 2023માં ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં શ્રીલંકાની ટીમ માત્ર 55 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જે બાદ ટીમના કોચ અને મેનેજમેન્ટ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો કે મેચ બાદ ટીમના હેડ કોચ પણ ખેલાડીઓનો બચાવ કરતા જોવા મળ્યા હતા. આ કારમી હાર બાદ સરકારે સોમવારે શ્રીલંકા ક્રિકેટ બોર્ડને બરતરફ કરી દીધું છે.

India Women World Cup 2025:અભિનંદન ભારત! ઈતિહાસનું પુનરાવર્તન: ’83 ના કપિલની કમાલ બાદ, ’25 માં હરમનપ્રીતની સેનાએ ટ્રોફી જીતીને ‘નકારો’ કહેનારાઓને આપ્યો જડબાતોડ જવાબ!
IND vs PAK Asia Cup: ન હાથ મિલાવ્યા, ન ડ્રેસિંગ રૂમનો દરવાજો ખોલ્યો, ભારતીય ટીમે પાકિસ્તાન ને આ રીતે દેખાડ્યું નીચું
India vs England 5th Test Match:ઇંગ્લેન્ડ vs ભારત પાંચમો ટેસ્ટ: બેન સ્ટોક્સ બહાર, ઓલી પોપ કેપ્ટન; ઇંગ્લેન્ડ ૪ ફાસ્ટ બોલર સાથે, ભારત ૩ સ્પિનર ઉતારશે?
WCL 2025 Semifinal Row:ટેરર અને ક્રિકેટ સાથે ન ચાલે! વર્લ્ડ ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં ભારત પાકિસ્તાન સામે નહીં રમે…
Exit mobile version