Site icon

T20 WC: ચેમ્પિયન ટીમ આ શહેરમાં ઓપન બસમાં કાઢશે પરેડ; 16 વર્ષ જૂની યાદો થશે તાજી..

T20 WC: ટીમ ઈન્ડિયા 16 વર્ષ પહેલાના તે યાદગાર ક્ષણનું પુનરાવર્તન કરી શકે છે. અહેવાલો અનુસાર બાર્બાડોસથી પરત ફર્યા બાદ ભારતીય ટીમ ખુલ્લી બસમાં ટ્રોફી સાથે મુંબઈ જશે. જો કે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, BCCI આ પરેડનું આયોજન કરી રહ્યું છે જેથી ચાહકો તેમના હીરોને નજીકથી જોઈ શકે અને તેમની સાથે આ ઐતિહાસિક જીતની ઉજવણી કરી શકે.

T20 WC Team India To Celebrate T20 World Cup 2024 Title Win With Open Bus Parade In Mumbai

T20 WC Team India To Celebrate T20 World Cup 2024 Title Win With Open Bus Parade In Mumbai

News Continuous Bureau | Mumbai 

T20 WC: ભારતીય ક્રિકેટ ટીમે તેના ચાહકોને લાંબા સમય બાદ ઉજવણી કરવાની તક આપી છે. વાસ્તવ માં, 2024 T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતીને ટીમ ઈન્ડિયાએ 11 વર્ષ બાદ વધુ એક ICC ટ્રોફી જીતી છે. તમને જણાવી દઈએ કે રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ બાર્બાડોસમાં રમાયેલી ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને T20 ચેમ્પિયનનો ખિતાબ પોતાના નામે કર્યો છે.

Join Our WhatsApp Community

T20 WC: ટીમ ઈન્ડિયા 16 વર્ષ જૂનો ઇતિહાસ પુનરાવર્તિત કરશે

હવે મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે ટીમ ઈન્ડિયા 16 વર્ષ જૂનો ઇતિહાસ પુનરાવર્તિત કરશે. જણાવવામાં આવી રહ્યું છે કે બાર્બાડોસથી પરત ફર્યા બાદ ટીમ ઈન્ડિયા ઓપન બસમાં ટ્રોફી સાથે પરેડ કાઢશે.  ચાહકો ટીમ ઈન્ડિયાને જોઈ શકશે. માર્ગો પરથી પસાર થઈને સ્વાગતનો આ ભવ્ય કાર્યક્રમ યોજવાનું આયોજન છે. ભારતીય ટીમના તમામ ખેલાડીઓ આ ઓપન બસમાં રહેશે. ભારતીય ટીમ અને ચાહકો માટે આ યાદગાર ક્ષણ બની જશે. ટીમ ઈન્ડિયા ગુરુવારે સાંજે મુંબઈ જઈ શકે છે. પીએમને મળ્યા બાદ આવું શક્ય છે. જો કે આ મામલે હજુ સુધી કોઈપણ પ્રકારની સત્તાવાર માહિતી સામે આવી નથી. 

આ સમાચાર પણ વાંચો :  Team India Return: ટિમ ચેમ્પિયન્સને પરત લાવવા માટે બાર્બાડોસ પહોંચી સ્પેશિયલ ફ્લાઇટ, કર્મચારીઓ હેરાન કહ્યું- આટલું મોટું વિમાન…

આ પહેલા 16 વર્ષ પહેલા, જ્યારે ટીમ ઈન્ડિયાએ એમએસ ધોનીની કપ્તાનીમાં પ્રથમ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો, ત્યારે ધોનીની ટીમે મુંબઈમાં ટ્રોફી સાથે બસ પરેડ યોજી હતી. 2007 T20 વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકામાં રમાયો હતો, જ્યાં ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ટ્રોફી જીતી હતી.

T20 WC: ટીમ ઈન્ડિયા બાર્બાડોસમાં અટવાઈ ગઈ હતી

જણાવી દઈએ કે 2024 T20 વર્લ્ડ કપની ફાઈનલ 29 જૂન, શનિવારે બાર્બાડોસમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. ટાઈટલ મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા ચક્રવાતી તોફાનના કારણે બાર્બાડોસમાં ફસાઈ ગઈ હતી. જો કે, હવે આજે ટીમ ઈન્ડિયા BCCIની સ્પેશિયલ ફ્લાઇટ દ્વારા બાર્બાડોસથી દિલ્હી માટે રવાના થઈ ગઈ છે અને ગુરુવારે સવાર સુધીમાં દિલ્હી પહોંચી જશે.

T20 WC: ભારતે T20 વર્લ્ડ કપનો બીજો ખિતાબ જીત્યો

નોંધનીય છે કે T20 વર્લ્ડ કપની પ્રથમ આવૃત્તિ 2007માં રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાનો વિજય થયો હતો. આ પછી, મેન ઇન બ્લુને ફોર્મેટનું બીજું ટાઇટલ જીતવામાં 17 વર્ષ લાગ્યાં. જોકે, આ દરમિયાન ભારતે ODI વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી.

 

Mumbai Monorail: મુંબઈ મોનોરેલ આ તારીખ થી મોટા અપગ્રેડ માટે રહેશે બંધ
Mumbai: મુંબઈમાં કબૂતરખાના નો વિવાદ ગરમાયો, મંત્રી મંગલ પ્રભાત લોઢા ના નિવેદન થી ફેલાઈ આક્રોશ ની લહેર
Mumbai: કાલબાદેવીના પુનર્વિકાસ માં આ વસ્તુ થી જ શક્ય બનશે સમાધાન, બીએમસીએ શરૂ કરી કાર્યવાહી
Navi Mumbai International Airport: નવી મુંબઈનું પ્રવેશદ્વાર નવા એરપોર્ટને કારણે રોજગારી
Exit mobile version