News Continuous Bureau | Mumbai
T20 World Cup 2026: ભારત અને શ્રીલંકાની યજમાનીમાં 7 ફેબ્રુઆરીથી 8 માર્ચ, 2026 દરમિયાન T20 વર્લ્ડ કપ રમાશે. ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યુએસએ (USA) સામેની મેચથી કરશે. ઘરઆંગણે રમવાનો ફાયદો ઉઠાવીને ટીમ ઈન્ડિયા ત્રીજી વખત ટ્રોફી જીતવા માટે મેદાનમાં ઉતરશે.ભારતે સૌપ્રથમ 2007માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં પાકિસ્તાનને હરાવીને પ્રથમ T20 વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યારબાદ વર્ષ 2024માં દક્ષિણ આફ્રિકાને રોમાંચક ફાઈનલમાં હરાવીને બીજી વખત ટાઈટલ પોતાના નામે કર્યું હતું. હવે 2026માં ભારત પાસે હેટ્રિક જેવો મોકો છે.
કેવી રીતે રચાશે ઈતિહાસ?
3 ટાઇટલ જીતનાર પ્રથમ દેશ: અત્યાર સુધી ભારત, ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ 2-2 વખત ચેમ્પિયન બન્યા છે. જો ભારત 2026 માં જીતશે, તો તે 3 વખત T20 વર્લ્ડ કપ જીતનાર વિશ્વનો એકમાત્ર દેશ બની જશે.
આ સમાચાર પણ વાંચો : Indian Army: નહિ સુધરે પાકિસ્તાન, કુપવાડા એકસાથે ૧૫ ડ્રોન ભારતીય સરહદમાં ઘૂસ્યા; સેનાના ફાયરિંગ બાદ ઉભી પૂંછડીએ ભાગ્યા
ટાઈટલ ડિફેન્ડ કરનાર પ્રથમ ટીમ: T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં અત્યાર સુધી કોઈ પણ દેશ સતત બે વાર ટ્રોફી જીતી શક્યો નથી. ભારત 2024 માં ચેમ્પિયન બન્યું હતું, તેથી 2026 માં જીત મેળવીને તે ટાઇટલનું સફળતાપૂર્વક રક્ષણ (Defend) કરનાર પ્રથમ દેશ બનશે.
ટૂર્નામેન્ટનું શિડ્યુલ અને ખાસિયત
શરૂઆત: 7 ફેબ્રુઆરી, 2026
પ્રથમ મેચ: ભારત vs યુએસએ (વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ)
ફાઈનલ: 8 માર્ચ, 2026
યજમાન દેશો: ભારત અને શ્રીલંકા
જાન્યુઆરી મહિનામાં જ ટીમ ઈન્ડિયાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ઘરઆંગણે પ્રેક્ષકોનો જોરદાર સપોર્ટ અને પરિચિત પિચો ભારત માટે સૌથી મોટું પ્લસ પોઈન્ટ સાબિત થઈ શકે છે.
